હિન્દ ન્યુઝ, સુરતના
છેલ્લા ૧૫ વર્ષથી સમાજ સેવા, રાષ્ટ્ર સેવા, યુવા સશક્તિકરણ તેમજ ભારતીય સંસ્કૃતિના મૂલ્યોના સંવર્ધન માટે અવિરત કાર્યરત ‘યુનિવર્સલ ફાઉન્ડેશન-સુરત’ દ્વારા વર્ષ ૨૦૨૬ના મે અને જૂન માસ દરમિયાન ૧૪ દિવસ તેમજ ૨૧ દિવસીય સંપૂર્ણ નિઃશુલ્ક અને સફળ ‘સોશિયલ ઇન્ટર્નશીપ’ તાલીમ યોજાઈ હતી. ધર્મ, કર્મ અને જીવનરક્ષાના સંસ્કારો સાથે યુવાનોના સર્વાંગી ઘડતરને સમર્પિત આ અભિયાન દેશની સૌથી મોટી નિઃશુલ્ક અને જનભાગીદારીયુક્ત ઇન્ટર્નશિપના રૂપમાં ઉભરી આવ્યું છે. આ વર્ષે ગુજરાત અને મહારાષ્ટ્રની ૮થી વધુ નામાંકિત યુનિવર્સિટીઓ તથા વિવિધ કોલેજોના ૬૦૦થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ આ તાલીમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
