લેબર કોન્ટ્રાક્ટરોએ મજૂરોને પાણી, વીજળી, રહેણાંક અને શૌચાલય વગેરે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની રહેશે

હિન્દ ન્યુઝ, ભુજ     જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસીયા, કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામું બહાર પાડીને ફરમાવવામાં આવેલું છે કે, કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા તમામ ઔદ્યોગિક એકમો, બાંધકામની જગ્યાઓ, ઈંટના ભઠ્ઠાઓ, ખાણો ખાતે મજૂરી કરતા મજૂરોને લેબર કોન્ટ્રાક્ટરો દ્વારા પાણી, વીજળી, રહેણાંક અને શૌચાલયની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની રહેશે. આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે લાગુ પડશે. આ જાહેરનામું તા.૨૮/૦૭/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.          …

Read More

કચ્‍છના ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરો રાજ્ય/જિલ્‍લા બહારના ડ્રાઈવરો કિલનરોને નોંધણી કરાવ્‍યા સિવાય કામે રાખી શકશે નહીં

હિન્દ ન્યુઝ, કચ્‍છ   કચ્છ જિલ્લામાં કાર્યરત તમામ ટ્રાન્સપોર્ટ ઓપરેટરોએ પોતાના વાહનો પર ડ્રાઈવરો/કિલનરોને કામે રાખતા પહેલા તેઓના નામ, સરનામાં, સહિતની જરૂરી વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા અંગે કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અનિલ રાણાવસીયા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલ તમામ ટ્રાન્સપોર્ટ ઓપરેટરોએ પોતાના વાહનો પર કામે રાખેલ રાજ્ય બહારના ડ્રાઈવરો/કિલનરો બાબતે જરૂરી કાર્યપદ્ધતિ અમલી કરવાની રહેશે. આ કાર્યપદ્ધતિ અનુસાર દરેક ટ્રાન્સપોર્ટ ઓપરેટરોએ કામે રાખેલ રાજ્ય બહારના ડ્રાઈવરો/કિલનરોની સંબંધિત પોલીસ સ્ટેશનમાં ડીટેઈલ બાયોડેટા સહિત નોંધણી કરાવી લેવાની રહેશે.…

Read More

હોટેલ સંચાલકોએ મુસાફરોની આવન જાવનનું રજિસ્ટ્રર નિભાવવું અને પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવાની રહેશે

હિન્દ ન્યુઝ, ભુજ    કચ્છ જિલ્લાના શહેરી/ગ્રામ્ય તેમજ અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગેસ્ટ હાઉસ તથા હોટેલોમાં ત્રાસવાદી સંગઠનોના માણસો રોકાઇને પોતાની ત્રાસવાદી પ્રવૃતિને અંજામ આપે તેમ સંભાવનાઓ રહેલી છે. આવા તત્વો બાબતે સંપૂર્ણ માહિતી મેળવી શકાય તેમજ તેમના ઉપર અંકુશ લાવી શકાય તે હેતુથી હોટલ ગેસ્ટ હાઉસના માલિકો/સંચાલકોએ નિયમોનું પાલન કરવા તેમજ ગ્રાહકની રજિસ્ટર એન્ટ્રી સાથે દરેક હોટલે પોતાના રીસેપ્સન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથેનું એક કોમ્પ્યૂટર રાખી જેમાં અમદાવાદ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા PATHIK (Prograin fur Analysis of Traveller & Hotel informatics) સોફ્ટવેરમાં ઓનલાઈન મુસાફરોની એન્ટ્રી કરવાની રહેશે તેમ…

Read More

સબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કચ્છમાં કોઈ વ્યક્તિને મકાન ભાડે આપી શકાશે નહીં

હિન્દ ન્યુઝ, ભુજ     જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસીયા, કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે જાહેરનામું બહાર પાડીને ફરમાવવામાં આવેલું છે કે, કચ્છ જિલ્લાની હદમાં આવેલા તમામ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઈ વ્યક્તિને મકાન ભાડે આપી શકાશે નહીં. મકાન ભાડે આપવામાં આવે ત્યારે મકાન માલિકનું નામ, ભાડે આપેલા મકાનની વિગત, વિસ્તારનું નામ, મકાનનું બાંધકામ ક્ષેત્રફળ, મકાન ભાડે આપવા અધિકૃતતા ધરાવતા વ્યક્તિનું નામ, સરનામું, સંપર્ક નંબર સહિત, મકાન ભાડે આપેલું છે તથા માસિક ભાડુ કેટલું, કઇ વ્યક્તિઓને ભાડે આપેલું છે તેમના પાકા નામ,…

Read More

કચ્છના કેબલ ઓપરેટરોને પીજીવીસીએલ તથા બીએસએનએલ નેટવર્ક થાંભલાનો ઉપયોગ ન કરવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ

હિન્દ ન્યુઝ, ભુજ     કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસીયા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ જિલ્લામાં કોઇપણ ટી.વી. કેબલ ઓપરેટરે પી.જી.વી.સી.એલના ઇલેકટ્રીક નેટવર્ક તથા બી.એસ.એન.એલ.ના થાંભલા પર ટીવી કેબલ પ્રસ્થાપિત કરેલ હોય તો તે દૂર કરવા અને કોઇએ નવા પ્રસ્થાપિત કરવા નહીં, તેમજ પી.જી.વી.સી.એલ. દ્વારા દૂર કરાયેલ ટી.વી. કેબલ પી.જી.વી.સી.એલના નેટવર્ક પર પુનઃપ્રસ્થાપિત ન કરવા અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.     ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મક જોગવાઇઓ ધ્યાને લઇ આ જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ગુના કામે આ જાહેરનામાં હેઠળ તપાસ કરવાનાં,…

Read More

વેપારીઓએ જુના-નવા વાહનોના વેચાણ અંગેનું રજિસ્ટર નિભાવી જરૂરી આધાર પુરાવા રાખવાના રહેશે

હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસીયા, કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે કે, કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા જુના/નવા સાયકલ/સ્કૂટર/મોપેડ/બાઈક/કાર વગેરે લે-વેચ કરતા વેપારીઓએ નવા જુના સાયકલ/સ્કૂટર/મોપેડ/બાઈક/કાર વગેરે ખરીદી સમયે ખરીદનાર વ્યક્તિની ઓળખ માટે વેપારીઓએ કોઈ માન્યતા પ્રાપ્ત દસ્તાવેજી પુરાવા રાખવાના રહેશે. વેપારીઓએ રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ વગેરે મેળવી તેની ખરાઈ કરી સાયકલ/સ્કૂટર/મોપેડ/બાઈક/કાર વગેરે વેચાણ સમયે બીલમાં સાયકલ/સ્કૂટર/મોપેડ/બાઈક/કાર વગેરેનો પ્રકાર, ચેસિસ નંબર, ગ્રાહકનું પૂરૂં નામ, સરનામું, ટેલિફોન નંબર વગેરે લખવાનું રહેશે. આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે લાગુ પડશે. આ જાહેરનામું તા.૨૮/૦૭/૨૦૨૬…

Read More