ગાય આધારિત પ્રાકૃતિક ખેતી મનુષ્ય અને પ્રકૃતિ બંને માટે વરદાનરૂપ છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

હિન્દ ન્યુઝ, ભુજ      રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કોડકી ગામની શાળાના ઓરડામાં રાત્રિ રોકાણ કરીને સવારે ભુજ તાલુકાના કોડકી અને નારાણપર (પસાયતી) ગામના બે પ્રગતિશીલ ખેડૂતના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી, અહીં તેમણે આસપાસના ગામોના પ્રાકૃતિક ખેતી કરતા ૧૦૦ જેટલા ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ સાથે કોડકી ગામની વાડીમાં જાતે ગાય દોહી અને બળદગાડું પણ ચલાવ્યું હતું.  રાજ્યપાલએ પ્રથમ ખેડૂત જાદવાભાઇ શિયાણીના ફાર્મમાં ગાયને દોહીને પોતાના જુના દિવસોના સંસ્મરણો તાજા કર્યા હતા તેમજ જાતે હળ ચલાવીને જમીન પર ખેડી હતી. તેમણે આ પ્રસંગે જાદવાભાઈ તથા તેમના પુત્ર ખીમજીભાઇને ગાયને…

Read More

ભુજ તાલુકાના કોડકી ગામ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ રાત્રિસભા યોજી ગ્રામજનો સાથે કર્યો આત્મીય સંવાદ

હિન્દ ન્યુઝ, ભુજ     કચ્છ જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રથમ દિવસની રાત્રિએ ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’ અંતર્ગત ભુજ તાલુકાની કોડકી ગામની પ્રાથમિક શાળાના પટાંગણમાં આયોજિત રાત્રિસભામાં ગ્રામજનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. જેમાં તેમણે સ્વચ્છતા અભિયાન, વર્ષાજળની બચત, વૃક્ષારોપણ, પ્રાકૃતિક ખેતી, વ્યસનમુક્તિ અને શિક્ષણ જેવા વિષયો ઉપર ભાર મુક્યો હતો.  આ પ્રસંગે રાજ્યપાલએ કોડકી ગામને સ્વચ્છ બનાવવા દરેક ગ્રામજનને પોતાના ઘરની જેમ ગામની શેરી, ફળિયું અન્ય જાહેર વિસ્તારોમાં સફાઈ કામગીરી કરી ગામને સ્વચ્છ રાખવા તેમજ સ્વચ્છતાને રોજિંદા જીવનનો ભાગ બનાવવા અપીલ કરી હતી. આ સાથે જ માત્ર…

Read More

રાજ્યપાલએ ભુજ તાલુકાના કોડકી ગામે અનુસૂચિત જાતિ પરિવારના ઘરે સાદા ભોજનનો આસ્વાદ માણ્યો

હિન્દ ન્યુઝ, ભુજ      કચ્છ જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભુજ તાલુકાના કોડકી ગામે ગામના અનુસૂચિત જાતિ પરિવારના મગનભાઇ મહેશ્વરીના ઘરે પહોંચીને તેમના પરિવાર સાથે સાદા ભોજનનો આસ્વાદ માણ્યો હતો. રાજ્યપાલએ સહજતા અને આત્મીયતા સાથે પરિવારના તમામ સભ્યો સાથે વાતચીત કરી તેમના ખબર અંતર પુછ્યા હતા. પરિવારના મોભી તથા તેમના પરિવારના સભ્યો સાથે સાહજિક વાર્તાલાપ કરી પરિવારના જીવન વિશે રસપૂર્વક માહિતી મેળવી હતી. ભોજન દરમિયાન રાજ્યપાલશ્રીએ પરિવારના સભ્યોના રોજગાર અને જીવન નિર્વાહ અંગે પણ માહિતી મેળવી હતી.  કચ્છના ગામડાની પરંપરા મુજબ રાજ્યપાલએ જુવારના રોટલા, ઘઉંની રોટલી, દુધી તથા…

Read More

ભુજ તાલુકાના કોડકી ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વૃક્ષારોપણ કરી ગ્રામની સ્વચ્છતા ડ્રાઇવમાં સહભાગી બન્યા

હિન્દ ન્યુઝ, ભુજ      કચ્છ જિલ્લાની બે દિવસીય મુલાકાતે આવેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સમીસાંજે ભુજ તાલુકાના કોડકી ગામે “એક પેડ મા કે નામ” અભિયાનને વેગવંતુ બનાવવા ગામના બાગ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. આ સાથે સ્વચ્છતાનો સંદેશો આપવા રાજ્યપાલએ ગામની સ્વચ્છતા ડ્રાઇવમાં સહભાગી બની ગામના લોકો સાથે મળીને ચોકમાં સફાઇ કરી હતી. સૌ પ્રથમ રાજ્યપાલએ ગ્રામજનોને પર્યાવરણના જતનનો સંદેશ આપતા વડાપ્રધાનના “એક પેડ મા કે નામ” અભિયાન હેઠળ ગામના નારાયણ દેવ બાગ ખાતે વૃક્ષારોપણ કરીને ગ્રામજનોને વૃક્ષો વાવી તેના જતનના સંકલ્પ તથા એક પણ વૃક્ષ મુરઝાઇ ન જાય તેની તકેદારી…

Read More

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કચ્છ જિલ્લાની મુલાકાતે

હિન્દ ન્યુઝ, ભુજ      રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કોડકી ગામની શાળાના ઓરડામાં રાત્રિ રોકાણ કરીને સવારે ભુજ તાલુકાના કોડકી અને નારાણપર (પસાયતી) ગામના બે પ્રગતિશીલ ખેડૂતના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી, અહીં તેમણે આસપાસના ગામોના પ્રાકૃતિક ખેતી કરતા ૧૦૦ જેટલા ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ સાથે કોડકી ગામની વાડીમાં જાતે ગાય દોહી અને બળદગાડું પણ ચલાવ્યું હતું.  રાજ્યપાલએ પ્રથમ ખેડૂત જાદવાભાઇ શિયાણીના ફાર્મમાં ગાયને દોહીને પોતાના જુના દિવસોના સંસ્મરણો તાજા કર્યા હતા તેમજ જાતે હળ ચલાવીને જમીન પર ખેડી હતી. તેમણે આ પ્રસંગે જાદવાભાઈ તથા તેમના પુત્ર ખીમજીભાઇને ગાયને…

Read More

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) સહિત રાજય અને દેશભરમાં “પીએમ સૂર્ય ઘર: મુફ્ત બીજલી યોજના (PMSGMBY)” અંતર્ગત મે-૨૦૨૬ને “સોલાર માસ” તરીકે ઉજવવામાં આવશે

હિન્દ ન્યુઝ, સુરત  ભારત સરકાર દ્વારા તા.૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ શરૂ કરવામાં આવેલી “પીએમ સૂર્ય ઘર: મુફ્ત બીજલી યોજના” હેઠળ દેશભરમાં એક કરોડ રહેણાંક ઘરોમાં રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય રાખવામાં આવ્યો છે. જે માટે રૂા.૭૫,૦૨૧ કરોડના નાણાકીય ખર્ચ સાથે ત્રણ કિલોવોટ સુધીની રૂફટોપ સોલાર સ્થાપન માટે પ્રતિ ગ્રાહક રૂા.૭૮૦૦૦ સુધીની કેન્દ્રીય આર્થિક સહાય ઉપલબ્ધ હોવાથી, આ યોજના ઘરેલુ ગ્રાહકો માટે સ્વચ્છ ઊર્જા ઉત્પાદન અને માસિક વીજબીલમાં નોંધપાત્ર ઘટાડો કરવાની ઉત્તમ તક પ્રદાન કરે છે.             ઉનાળાની ઋતુ દરમિયાન સૂર્યપ્રકાશનું પ્રમાણ વધુ રહેતું…

Read More

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. ૧૦ અને ૧૧ મે ના રોજ જામનગરની મુલાકાતે

હિન્દ ન્યુઝ, જામનગર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. ૧૦ અને ૧૧ મે ના રોજ જામનગરની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તેમના આગમનને વધાવવા માટે સમગ્ર શહેરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. એરફોર્સ સ્ટેશનથી લઈ લાલ બંગલા સર્કલ સુધીના સમગ્ર રૂટને ઝળહળતી રોશનીથી સજાવવામાં આવ્યો છે. શહેરના મુખ્ય સ્થળો જેવા કે દરબારગઢ, ડી.કે.વી. કોલેજ, બેડી નાકુ, પવનચક્કી, અન્નપૂર્ણા સર્કલ તથા મહાકાળી સર્કલ ખાતે વિશેષ લાઈટિંગ અને અવનવી રોશની દ્વારા દિવાળી જેવો માહોલ ઊભો કરવામાં આવ્યો છે. આ સાથે જ દરેક મુખ્ય સર્કલ પર વડાપ્રધાનના નેતૃત્વમાં અમલી બનેલી જન-ઉપયોગી યોજનાઓની સફર…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી જામનગર મુલાકાત સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર      વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી જામનગર મુલાકાતને અનુલક્ષીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. વડાપ્રધાનની મુલાકાત સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કર્યા બાદ નાયબ મુખ્યમંત્રીશ્રીએ લાલ બંગલા સર્કલ ખાતેના કાર્યક્રમ સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. તેમણે સ્થળની ભૌગોલિક સ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાઓની ચકાસણી કરી નાગરિકોની સુવિધા તેમજ પ્રોટોકોલ જળવાઈ રહે તે અંગે અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. બેઠક દરમિયાન જિલ્લા કલેકટર પી.બી. પંડ્યાએ સમગ્ર તૈયારીઓ તથા આયોજનને લગતી રૂપરેખા રજૂ કરી હતી. નાયબ મુખ્યમંત્રીશ્રીએ તંત્ર…

Read More

સ્ટુડન્ટ પોલીસ કેડેટ સમર કેમ્પ

હિન્દ ન્યુઝ, અમદાવાદ        અમદાવાદ શહેર પોલીસ દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ (SPC) માટે આયોજિત સમર કેમ્પના બીજા દિવસે સવારે ૦૫/૩૦ વાગે પ્રભાતિયા વગાડીને બાળકોને જગાડવામાં આવ્યા. ત્યારબાદ ૦૬/૦૦ થી ૦૮/૦૦ વાગ્યા સુધી કેડેટ્સને યોગ, વ્યાયામ તથા ADI દ્વારા પીટી પરેડ શીખવાડમાં આવી. ત્યારબાદ સમયપત્રક મુજબ નાસ્તો કરીને કેડેટ્સ માટે આયોજીત કરેલ સેમિનારમાં નોડલ અધિકારીશ્રી SPC દ્વારા કેડેટ્સને માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ કેરિયર માર્ગદર્શનને લગતા પ્રશ્નોને લઈને પણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.  બપોરે ૧૨/૦૦ થી ૦૪/૦૦ વાગ્ય સુધી તમામ કેડેટ્સ ભોજન અને આરામનો સમય આપવામાં આવ્યો. સમયપત્રક મુજબ ૦૪…

Read More

અપરાજીતા ફાઉન્ડેશન દ્વારા જીવન કૌશલ્ય સેમિનાર, સમર કેમ્પ અને તાલીમ કાર્યક્રમો યોજાશે.

હિન્દ ન્યુઝ, જૂનાગઢ        જૂનાગઢ જિલ્લાની આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલ ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓના સર્વાંગી વિકાસ, જીવન કૌશલ્ય અને આત્મવિશ્વાસ વધારવાના હેતુથી ICDS વિભાગ, જૂનાગઢ અને અપરાજીતા ફાઉન્ડેશન (મદુરાઈ, તમિલનાડુ) વચ્ચે મહત્વપૂર્ણ બિન-નાણાકીય સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યો છે. આ સમજૂતી કરાર પર ICDS જૂનાગઢના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી વત્સલાબેન દવે એ હસ્તાક્ષર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ સહયોગ દ્વારા જિલ્લાની કિશોરીઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ ક્ષમતા અને ભવિષ્યના પડકારોનો સામનો કરવાની શક્તિ વિકસાવવામાં મહત્વપૂર્ણ મદદ મળશે. આ ભાગીદારી અંતર્ગત અપરાજીતા ફાઉન્ડેશન દ્વારા જીવન કૌશલ્ય સેમિનાર, સમર કેમ્પ અને…

Read More