જૂનાગઢ જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ     જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને આજે જૂનાગઢ જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટર કચેરી ખાતે ધારાસભ્ય સર્વ દેવાભાઈ માલમ, સંજયભાઈ કોરડીયા, અરવિંદભાઈ લાડાણી, ગોપાલભાઈ ઇટાલીયાની ઉપસ્થિતિમાં આ બેઠકમાં પ્રજાકીય પ્રશ્નોના સકારાત્મક ઉકેલ માટે વિગતવાર ચર્ચા અને પરામર્શ કરવામાં આવ્યો હતો.  આ બેઠકમાં જિલ્લા કલેકટરએ લોકોના પ્રશ્નોનું ઝડપભેર ઉકેલ આવે તે દિશામાં કાર્યવાહી કરવા માટે જરૂરી માર્ગદર્શન સાથે સૂચનાઓ આપી હતી, તેમણે ધારાસભ્યઓએ ઉપસ્થિત કરેલા પ્રશ્નોને સકારાત્મક અભિગમ સાથે નિરાકરણ કરવા ઉપરાંત પ્રજાકીય પ્રશ્નોનું સમય મર્યાદામાં નિવારણ થાય તે માટે નિર્દેશ આપ્યા…

Read More

ઝાલોદ તાલુકાના ઘટક ૧ ના આગંણવાડી નાના ભૂલકાઓની પોષણ સંગમ અંતર્ગત આરોગ્ય તપાસ કરાવવામાં આવી

હિન્દ ન્યુઝ, ઝાલોદ      દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ આજરોજ સી.ડી.પી.ઓ નીલુબેન દ્વારા ઝાલોદ તાલુકાના ઘટક ૧ ના ઘણા લાંબા સમય થી વજન ઊંચાઈ માં ફેરફાર થતા ના હોવાના કારણે પોષણ સંગમ અંતર્ગત બાળરોગ નિષ્ણાત પાસે થી ૧૦ બાળકોની આરોગ્ય તપાસ કરાવવામાં આવી હતી.  અતિ કુપોષિત બાળકોનુ પીડીયાટ્રિશિયન ડોક્ટર પાસે બાળકોની તપાસ કરાવવામાં આવી તેમજ બાળકોના રિપોર્ટ કરાવવામાં આવ્યા, બાળકના બાવડાનો ઘેરવો, તેમજ વજન ઉચાઇ કરી બાળકોને સીએમટીસી તેમજ એનઆરસી માં રીફર કરવા માટેની સમજ આપવામાં આવી તેમજ વાલીઓને બાળકોના…

Read More

સુરતના સખી વન સ્ટોપ સેન્ટરે પિતા-પુત્રી વચ્ચેની ગેરસમજનું સમાધાન કરી દીકરીનું પરિવાર સાથે પુનઃસ્થાપન

હિન્દ ન્યુઝ, સુરત      સંબંધોમાં વિશ્વાસ અને પ્રેમની અદલાબદલી શંકા અને બંધન સાથે થાય, ત્યારે હર્યાભર્યા પરિવારો વેરવિખેર થઈ જતા હોય છે. સુરતના ‘સખી વન સ્ટોપ સેન્ટરે’ તાજેતરમાં જ એક ૨૦ વર્ષીય દીકરી અને તેના પિતા વચ્ચેના મનભેદ દૂર કરી, તૂટતા સંબંધને ફરીથી મજબૂત બનાવવાનું સંવેદનશીલ કાર્ય કર્યું છે.                 પાલ આરટીઓ વિસ્તારમાં રહેતી અને બીસીએ (BCA)નો અભ્યાસ કરતી ૨૦ વર્ષીય અનીષા(નામ બદલ્યું છે) અભ્યાસમાં તેજસ્વી હોવા છતાં માતા-પિતાની અતિશય રોકટોક અને નોકરી ન કરવાના દબાણથી માનસિક રીતે ત્રસ્ત થઈ ગઈ હતી. ભૂતકાળની…

Read More

ઉનાળુ મગફળીના પાકમાં સંકલિત રોગ-જીવાતના અસરકારક નિયંત્રણ માટે ખેતી નિયામકશ્રીની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      ઉનાળુ મગફળીના પાકમાં સંકલિત રોગ-જીવાતના અસરકારક નિયંત્રણ માટે ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર ➡️ મોલો જેવી જીવાતોના નિયંત્રણમાં પરભક્ષી કીટકો – દાળીયા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેથી જો દાળીયાની વસ્તી વધારે હોય તો રાસાયણિક દવાનો ઉપયોગ ટાળવો ➡️ લશ્કરી ઈયળના નિયંત્રણ માટે શરૂઆતથી જ હેક્ટરે પાંચ મુજબ ફેરોમોન ટ્રેપ લગાવવી ➡️ જીવાત ક્ષમ્ય માત્રાએ પહોંચે કે તરત જ નિયંત્રણ માટે લીંબોળીના મીજનું 5 ટકા દ્રાવણનો છંટકાવ કરવો ➡️ મગફળીમાં પાનના ટપકાંના રોગના નિયંત્રણ માટે ઉગાવાના 30, 50 અને 70 દિવસે લીમડાના તાજા પાનના રસનું…

Read More

બારડોલી નગપાલિકા વિસ્તારના અસ્તાન ખાતે રૂ.૨૮.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત અસ્તાન રેલવે ઓવરબ્રિજને ખુલ્લો મૂકતા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર

હિન્દ ન્યુઝ, બારડોલી    સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકા વિસ્તારમાં અસ્તાન પાસે આવેલ હયાત એલ.સી.નં.-૨૫ ઉપર રેલ્વે વિભાગના પોલ નં.૨૭/૧૫ થી ૨૭/૧૬ ની વચ્ચે રૂ.૨૮.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત રેલ્વે ઓવરબ્રિજનું પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.       આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, આગામી સમયમાં બારડોલી અને તેની આસપાસના વિસ્તારોમાં વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે. તેમણે કહ્યું કે, કડોદરાથી બારડોલી સુધીના ૧૭.૫ કિમીના ફોર લેન રસ્તાને હવે સિક્સ લેન બનાવવા રૂ.૬૪.૧૫ કરોડની સરકાર…

Read More

‘રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડ’ હેઠળ 3300 કિ.મીથી વધુ બલ્ક પાઈપલાઈનના કામો પૂર્ણ કરાયા

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકાના આદિવાસી વિસ્તારો તેમજ પવિત્ર યાત્રાધામ અંબાજી માટે અંદાજિત ₹141 કરોડની રકમની ‘અંબાજી જૂથ પાણી પુરવઠા યોજના ભાગ-1 અને 2’નું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. દાંતા અને અમીરગઢ તાલુકાના કુલ 34 ગામો અને અંબાજી શહેરના અંદાજે 78 હજાર નાગરિકોને આ યોજનાનો સીધો લાભ મળશે.

Read More

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા વઘઇ તાલુકાના જામલાપાડા ગામમાં પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઇ

હિન્દ ન્યુઝ, ડાંગ    ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ડાંગ જિલ્લાના તમામ તાલુકાઓમાં ક્લસ્ટર બેઇઝ તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત વઘઇ તાલુકાના જામલાપાડા ગામમાં પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ યોજાઇ હતી.  જેમાં કૃષિ સખી શ્રીમતી મનિષાબેન બાગુલ દ્વારા પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, તેના લાભો અને હાલની પરિસ્થિતિમાં તેની ઉપયોગિતા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત તમામ ખેડુતોને જીવામૃત બનાવવાની પ્રાયોગિક રીતનું નિદર્શન પણ કરાવ્યૂ હતું. જે ખેડૂતો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. આ સાથે જ ખેડુતોને પ્રાકૃતિક ખેતી કરવાથી આપણે ઝેર મુક્ત અનાજ અને શાકભાજીની ખેતી…

Read More

પ્રાકૃતિક ખેતી એ આવનારી પેઢી અને માનવતાની સેવાનું પવિત્ર કાર્ય

હિન્દ ન્યુઝ, ગાંધીનગર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભાસ્કરાચાર્ય ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓ-ઈન્ફોર્મેટિક્સ (BISAG)ના માધ્યમથી સમગ્ર રાજ્યભરના ખેડૂતો, કૃષિ સખીઓ, કિસાન મિત્રો, માસ્ટર ટ્રેનર્સ અને કૃષિ વિભાગના અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો; તેમજ અધિકારીઓ અને પ્રશિક્ષકોને આ મિશન માટે સમર્પણભાવથી કામ કરવા અપીલ કરી. રાજ્યપાલએ જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો વૈજ્ઞાનિક ભેદ સમજાવ્યો. પ્રાકૃતિક ખેતી એ અબજો સૂક્ષ્મ જીવાણુઓથી થતી શૂન્ય ખર્ચની ખેતી છે. ગામડે-ગામડે જઈને તાલીમ આપતી કૃષિ સખીઓ અને કિસાન મિત્રોને રાજ્યપાલએ અનુરોધ કર્યો કે, તેઓ પોતાના ખેતરને ‘પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મ’ બનાવે, ખેડૂત જોઈને વધુ ઝડપથી…

Read More

મિલકતોનું અનૈચ્છિક સ્થળાંતર રોકવાનો અને કાયદેસરના માલિકોના હિતોનું રક્ષણ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર રાજ્યમાં અશાંતધારા અધિનિયમ હેઠળ સ્થાવર મિલકતની તબદીલી બાબતે અત્યંત અસરકારક સુધારા સૂચવતું સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં પસાર. અશાંત વિસ્તાર હવેથી નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે. મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું કે, આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ નિર્દિષ્ટ વિસ્તારોમાં મિલકતોનું અનૈચ્છિક સ્થળાંતર રોકવાનો અને કાયદેસરના માલિકોના હિતોનું રક્ષણ કરવાનો છે. મિલકતના રક્ષણ માટે કલેક્ટરને ‘સુઓ મોટો’ની સત્તા, વાંધાજનક તબદીલીના કિસ્સામાં મિલકત કબજામાં પણ લઈ શકશે: મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા મિલકતોનું અનૈચ્છિક સ્થળાંતર અટકશે, જરૂર પડ્યે મિલકત ગિરો મૂકી લોન મેળવી શકાશે.

Read More

  તા. 27 માર્ચ, વિશ્વ રંગભૂમિ દિવસ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     વિશ્વ રંગભૂમિ દિવસ નો ઉદ્દેશ્ય નાટ્ય પરંપરાને જાળવી રાખવાનો, તેને આગળ વધારવાનો તેમજ નાટ્યકર્મીઓને પ્રેરિત, પ્રોત્સાહિત કરવાનો છે. વિશ્વ રંગભૂમિ દિવસ એટલે સમગ્ર દુનિયામાં રંગભૂમિ અને તેની સાથે જોડાયેલા કલાકારો, લેખકો, સંગીતકારો, નાટકના બીજા અનેક વિભાગો સાથે જોડાયેલા કેટલાય કસબીઓને યાદ કરવાનો દિવસ. આ દિવસ રંગભૂમિને એક કલા સ્વરૂપ અને તેના સામાજિક મહત્વ તરીકે સન્માનિત કરે છે.

Read More