ઝાલોદ તાલુકાના ઘટક ૧ ના આગંણવાડી નાના ભૂલકાઓની પોષણ સંગમ અંતર્ગત આરોગ્ય તપાસ કરાવવામાં આવી

હિન્દ ન્યુઝ, ઝાલોદ 

    દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ આજરોજ સી.ડી.પી.ઓ નીલુબેન દ્વારા ઝાલોદ તાલુકાના ઘટક ૧ ના ઘણા લાંબા સમય થી વજન ઊંચાઈ માં ફેરફાર થતા ના હોવાના કારણે પોષણ સંગમ અંતર્ગત બાળરોગ નિષ્ણાત પાસે થી ૧૦ બાળકોની આરોગ્ય તપાસ કરાવવામાં આવી હતી. 

અતિ કુપોષિત બાળકોનુ પીડીયાટ્રિશિયન ડોક્ટર પાસે બાળકોની તપાસ કરાવવામાં આવી તેમજ બાળકોના રિપોર્ટ કરાવવામાં આવ્યા, બાળકના બાવડાનો ઘેરવો, તેમજ વજન ઉચાઇ કરી બાળકોને સીએમટીસી તેમજ એનઆરસી માં રીફર કરવા માટેની સમજ આપવામાં આવી તેમજ વાલીઓને બાળકોના વ્યક્તિગત સ્વચ્છતા તેમજ આંગણવાડી માંથી આપવામાં આવતા આહારમાં ટી.એચ.આર નો ઉપયોગ કરવા અને પોષણયુક્ત આહાર માટેની સમજ તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ દીકરીઓને માસિક ધર્મ અને રાજ્ય સરકારશ્રી દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ મહિલા કલ્યાણલક્ષી યોજનાઓ અને તેમના કાનૂની અધિકારો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. હાજર રહેલી માતા કિશોરીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને પોષણક્ષમ આહાર તથા વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment