હિન્દ ન્યુઝ, દાહોદ તારીખ ૨૦-૦૩-૨૦૨૬ ના રોજ સવારે ૦૬:૩૧ વાગ્યે ૧૧૨ કંટ્રોલ રૂમ પર એક કોલ પ્રાપ્ત થયો હતો. ફોન થકી મળેલી માહિતી અનુસાર PCR ટીમ કઠલા ગામે જવા રવાના થઈ હતી. ટીમમાં PC પ્રભાતભાઈ ખપેડ અને પાઇલોટ રાઠોડ નિરવકુમાર ફરજ પર હાજર હતા. કઠલા ગામે પહોંચતા થોડા જ સમયમાં એક અજાણ્યા આશરે ૬૫ વર્ષીય વૃદ્ધ મહિલા, જેમનું માનસિક સંતુલન સ્થિર ન હતું, તેઓ એકલા અને ગભરાયેલી હાલતમાં બેઠેલા જોવા મળ્યા. તેઓ શરૂઆતમાં કોઈ સાથે વાતચીત કરવા માટે તૈયાર ન હતા. ટીમ દ્વારા તેમને વિશ્વાસમાં લઈ સહાનુભૂતિપૂર્વક વાતચીત શરૂ કરવામાં…
Read MoreDay: March 20, 2026
રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ કોટેશ્વર ખાતે બીએસએફના જવાનોની શુભેચ્છા મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લાના કોટેશ્વર ખાતે આજરોજ નાણા અને પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ અને નશાબંધી અને આબકારી રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલે બીએસએફના જવાનોની શુભેચ્છા મુલાકાત લઈને તેમના ખબર અંતર પૂછ્યા હતા. આ પ્રસંગે રાજ્યમંત્રીએ દેશની સુરક્ષામાં ખડેપગે ફરજ બજાવતા જવાનોને પ્રોત્સાહિત કરતા કોઈપણ ખૂટતી સુવિધાની જરૂરિયાત હોય તેને પૂર્ણ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. મંત્રીએ જવાનો સાથે સંવેદનાસભર સંવાદ કરીને દેશ માટે જાન અને પરિવારની પરવા કર્યા વગર દેશની સરહદોની સુરક્ષા કરતા બીએસએફના જવાનોને બિરદાવ્યા…
Read Moreતા. 20 માર્ચ, વિશ્વ ચકલી દિવસ; ચકલીઓના કિલકિલાટને જીવંત રાખતું મહાઅભિયાન ‘વિહંગનો વિસામો’
હિન્દ ન્યુઝ, અરવલ્લી અરવલ્લીની ગિરિમાળાઓમાં બામણા ગામમાં ‘વિહંગનો વિસામો’ અભિયાન 365 દિવસ અવિરતપણે ચાલે છે; ‘પક્ષીઓ બચાવીએ અને પ્રકૃતિનું જતન કરીએ’ સૂત્રને સાકાર કરતાં ઈન્દુબેનની સંસ્થા દ્વારા ચાલતા આ અભિયાન હેઠળ 9700થી વધુ માટીના માળા, પક્ષી ઘર, પાણીના કુંડા, ચણપાત્રનું વિતરણ કરાયું છે.
Read Moreગુજરાતના પાટનગરના ‘રિયલ લાઈફ હીરો’ એવા ગાંધીનગરના ‘સ્પેરો મેન’ સમીરભાઈ રામી
હિન્દ ન્યુઝ, પાટનગર તમે સુપરમેન, સ્પાઇડરમેન કે બેટમેન જેવા પાવરફુલ કેરેક્ટર્સને હંમેશા ટેલિવિઝન કે મોબાઈલ સ્ક્રીન પર દુનિયા બચાવતા જોયા હશે. સિનેમાના આ હીરો પાસે તો કાલ્પનિક શક્તિઓ છે, પરંતુ શું તમે જાણો છો આપણા ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એક એવા ‘રિયલ લાઈફ હીરો’ રહે છે, જેમની પાસે કોઈ સુપરપાવર નથી, છતાં તેઓ એક આખી પ્રજાતિને બચાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. હા, તમે બરાબર વાંચ્યું! અમે વાત કરી રહ્યા છીએ ગાંધીનગરના “સ્પેરો મેન” તરીકે જાણીતા સમીરભાઈ રામીની. જ્યારે આધુનિક કોંક્રિટના જંગલો અને મોબાઈલ ટાવરોના…
Read Moreજામનગર જિલ્લા પંચાયતના વહીવટદાર અને કલેક્ટર કેતન ઠક્કર દ્વારા રજાના દિવસે પણ બેઠકોનો ધમધમાટ: વહીવટી તંત્રને ગતિશીલ બનાવવા પ્રેરક પહેલ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા પંચાયતની વર્તમાન ટર્મ પૂર્ણ થતા વહીવટદાર તરીકેનો પદભાર સંભાળ્યા બાદ, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે આજે જાહેર રજાના દિવસે પણ જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી વહીવટી તંત્રમાં ગતિશીલતા લાવવાનો પ્રેરક પ્રયાસ કર્યો હતો. જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ તથા તમામ શાખાઓના વડાઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વહીવટદાર તરીકે કલેક્ટરએ પદભાર સંભાળતાની સાથે જ જનસેવાના કાર્યોમાં રજાના દિવસે પણ સક્રિય રહીને…
Read More