ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ કોયલી વડોદરા દ્વારા દાહોદના છાપરી ખાતે યોજાઈ મોકડ્રિલ

હિન્દ ન્યુઝ, દાહોદ       દાહોદ છાપરી ઇન્ડીયન ઓઈલ કોર્પોરેશન લીમિટેડની ઓઇલની લાઇન પસાર થાઇ છે. જે લાઇન પર ભવિષ્યમાં કોઇ ઘટના ના બને અને કોઇ ઓઇલ લીકેજ, બ્લાસ્ટ જેવી કોઇ ઘટના બને તો ઓછા સમયમાં કઇ રીતે કાર્ય કરવું જેના અભ્યાસરૂપ કવાયત છે જે વાસ્તવિક આપત્તિની પરિસ્થિતિનું અનુરૂપ બનાવીને મોકડ્રિલનું યોજવામાં આવ્યું હતું. આ મોકડ્રીલના માધ્યમથી ઇન્ડીયન ઓઈલ કોર્પોરેશન લીમીટેડની સુરક્ષા વ્યવસ્થા માટે તૈયાર કરેલા આયોજનોનું તાત્કાલિક કામગીરી કરવા માટે પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.  આ દરમ્યાન સર્વ પ્રથમ કોઇ અજાણી વ્યકિતઓ ઇન્ડીયન ઓઈલની લાઇન પર ખોદકામ કરે છે ત્યારે…

Read More

લાજપોર મધ્યસ્થ જેલ ખાતે ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાઓ આપનારા કુલ ૨૧ બંદીવાનોને શુભેચ્છા પાઠવતા નાયબ અધિક્ષક એ.એચ.રાજપુત

હિન્દ ન્યુઝ, લાજપોર       આજ થી શરૂ થતી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે સુરતની લાજપોર મધ્યસ્થ જેલના ૨૧ બંદીવાનો પણ પરીક્ષા આપી રહ્યા છે. જ્યુડીશીયલ કસ્ટડી હેઠળના આરોપીઓ તથા સજા ભોગવતા કેદીઓ શિક્ષણના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે તે હેતુથી, જેલ અને સુધારાત્મક વહીવટ (અમદાવાદ)ના પોલીસ મહાનિદેશક ડૉ.કે.એલ.એન.રાવના માર્ગદર્શન તેમજ સુરત-લાજપોર મધ્યસ્થ જેલના અધિક્ષક શ્રીપાલ શેષમાના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ના શૈક્ષણિક વર્ષ દરમિયાન લાજપોર મધ્યસ્થ જેલમાં ‘પરીક્ષા સેન્ટર’ ખાતે જેલના ધો.૧૦માં અભ્યાસ કરતા પાકા કામના ૦૪ કેદીઓ તથા કાચા કામના ૦૬ આરોપીઓ મળી…

Read More

પ્રકૃતિના જતનનો સાચો માર્ગ, રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વિનાની ‘પ્રાકૃતિક ખેતી’

હિન્દ ન્યુઝ, દાહોદ      પ્રાકૃતિક કૃષિ શું છે? આ પ્રશ્નનો ઉત્તર મેળવતા પહેલા આપણે કુદરતની અજાયબી પર નજર કરીએ. જંગલના ઘટાદાર વૃક્ષોને કોઈ યુરિયા કે ડી.એ.પી. આપવા જતું નથી, કોઈ જંતુનાશક દવાઓનો છંટકાવ કરતું નથી કે નથી કોઈ પાઇપલાઇન દ્વારા પાણી પાતું. તેમ છતાં, વર્ષો વર્ષ આ વૃક્ષો મબલખ અને મીઠા ફળો આપે છે. લેબોરેટરી ટેસ્ટમાં પણ આ વનસ્પતિઓમાં ક્યારેય પોષક તત્વોની ઊણપ દેખાતી નથી. જંગલની આ સહજ અને સ્વાભાવિક વ્યવસ્થાને ખેતરમાં અમલી બનાવવી એટલે જ ‘પ્રાકૃતિક ખેતી’. સહજીવી ખેતી મુખ્ય પાક સાથે બોનસની આવક પ્રાકૃતિક ખેતીમાં મુખ્ય પાકની…

Read More

ગુજરાતમાં તા. 26/02/2026થી ધોરણ-10 અને 12 બોર્ડની પરીક્ષાનો વિધિવત પ્રારંભ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      રાજ્યભરના કુલ 16.63 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. આ અવસરે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના તમામ પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી અને જણાવ્યું કે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર જરૂરી સુવિધાઓ અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે કે જેથી વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે.

Read More

વર્ષ 2026-27ના બજેટની સામાન્ય ચર્ચા પર ઊર્જા અને પંચાયત મંત્રી ઋષિકેશભાઈ પટેલનો વિધાનસભા ગૃહમાં જવાબ

હિન્દ ન્યુઝ, વલસાડ 🔹 છેલ્લાં પાંચ વર્ષથી ગુજરાત સ્ટાર્ટ અપ ક્ષેત્રે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે; રાજ્યમાં રી-સર્ચ અને ઉદ્યોગ સાહસિકતા તેમજ નવીનતાને પ્રોત્સાહન આપવા IIT મોડલ આધારિત અમદાવાદમાં રીસર્ચ પાર્ક બનશે. 🔹 છ સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ક્લોઝ સિસ્ટમ આઇ.સી.યુ.ની સેવાઓ ઉપલબ્ધ કરાવવા તબીબી સાધનોની ખરીદી કરવા ₹60 કરોડની જોગવાઇ. 🔹 વલસાડ જિલ્લાના મધુબન ડેમ આધારિત ધરમપુર–કપરાડા ઉદ્‍વહન સિંચાઈ યોજના દ્વારા 35 ગામોના 16235 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થશે 🔹 કોમનવેલ્થની યજમાનીથી ગુજરાતને ભારતની રમતગમતની રાજધાની તરીકે વિકસિત કરવાની પ્રક્રિયાને નવી ગતિ મળશે. 🔹 દરિયામાં વહી જતાં નર્મદાના પાણીને…

Read More

પાંડેસરાના ટેક્સટાઈલ યુનિટના ફેબ્રિક્સ વેસ્ટ ગોડાઉનમાં આગની ઘટના

હિન્દ ન્યુઝ, પાંડેસરા     સુરત શહેરની ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં આગ જેવી દુર્ઘટના સમયે તકેદારીના ભાગરૂપે જાગૃતિ કેળવાય તથા અકસ્માતોમાં ઘટાડો થાય એવા આશયથી પાંડેસરા જી.આઇ.ડી.સી.ના સેન્ટ્રલ પાર્ક સ્થિત સિધ્ધિ વિનાયક નોટ્સ & પ્રિન્ટસ કંપનીમાં ફેબ્રિક્સ વેસ્ટ ગોડાઉનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગવાની ઓફસાઇટ ઇમર્જન્સી મોકડ્રિલ યોજાઇ હતી. ૩૦ મિનિટની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયર ફાયટરોને સફળતા મળી હતી. લોકલ કાઇસીસ ગૃપ સુરત સીટી, ઇન્ડસ્ટ્રીયલ પોકેટ અને નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ અને સુરત સીટી પ્રાંત (દક્ષિણ)ના માર્ગદર્શન હેઠળ ટેક્સટાઇલ કંપનીમાં ઓફસાઈટ ઈમરજન્સીની મોકડ્રીલ યોજાઈ હતી.…

Read More

બારડોલી ખાતે ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ યોજના અંતર્ગત ‘બાલિકા પંચાયતના’ તાલીમ મોડ્યુલ માટે પ્રશિક્ષકોની ત્રિ-દિવસીય તાલીમનો શુભારંભ

હિન્દ ન્યુઝ, બારડોલી     બારડોલીના સિનીયર સીટીઝન ક્લબ હોલ ખાતે ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ યોજના અંતર્ગત ‘બાલિકા પંચાયતના’ તાલીમ મોડ્યુલ માટે પ્રશિક્ષકોની ત્રિ-દિવસીય તાલીમનો શુભારંભ કરાયો છે.             સુરતની મહિલા અને બાળ અધિકારી કચેરી, ICDS શાખા અને આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ તાલીમ અંતર્ગત ૬૮ જેટલી મુખ્ય સેવિકાઓને સ્પર્ધા અને રમત-ગમતના માધ્યમથી વિવિધ વિષયો અંગે તાલીમ આપવામાં આવશે. જેમાં બાલિકા પંચાયતમાં સમાવિષ્ટ યુવા કિશોરીઓને કિશોરાવસ્થામાં આવતા પડકારો અને બદલાવ, જીવનકૌશલ્ય, બાળલગ્ન, ગર્ભપરીક્ષણ તેમજ જાતિગત ભેદભાવો સહિતની સમસ્યાઓ અંગે યોગ્ય શિક્ષણ પૂરું પાડવાની તાલીમ અપાશે. …

Read More

જામનગરમાં યોજાયેલ રાષ્ટ્રીય સ્તરની કાઉન્ટર ટેરરિસ્ટ એકસરસાઈઝ અંગે કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગરમાં તા.૨૩ના રોજ રિલાયન્સ રિફાયનરી તથા તા.૨૪ના રોજ કલેકટર કચેરી તથા ક્રિસ્ટલ મોલ ખાતે રાષ્ટ્રીય સ્તરની કાઉન્ટર ટેરરિસ્ટ એકસરસાઈઝ યોજવામાં આવી હતી. આ મોકડ્રિલમાં રાષ્ટ્રીય સુરક્ષા દળો, ચેતક કમાન્ડો, સીઆઈએસએફ, ક્વિક રિસ્પોન્સ ટીમ જામનગર, જિલ્લા વહીવટી તંત્ર, વિશેષ કાઉન્ટર ટેરરિઝમ ટીમો, જિલ્લા પોલીસ તેમજ અન્ય સંબંધિત વિભાગોએ સંકલિત રીતે ભાગ લીધો હતો. આ અંગે ચર્ચા અને સમીક્ષા કરવા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તથા એન.એસ.જી.ના કમાન્ડોની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે લગત વિભાગોની સમીક્ષા બેઠક યોજાઈ હતી.  બેઠક દરમિયાન મોકડ્રિલ દરમિયાન હાથ ધરાયેલી કાર્યવાહી, વિભાગો વચ્ચેનું સંકલન, સમયસર…

Read More

છોટાઉદેપુરમાં હોળીના મહાપર્વનો પ્રારંભ: ભંગોરિયાના મેળામાં આદિવાસી સંસ્કૃતિનો અનોખો સંગમ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં દિવાળી કરતાં પણ હોળીના પર્વનું વિશેષ મહત્વ હોય છે. હોળીના સાત દિવસ અગાઉથી જ અહીં આદિવાસી સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. આ તહેવારના ભાગરૂપે યોજાતા ‘ભંગોરિયાના મેળા’ એ આદિવાસી પરંપરાનું અભિન્ન અંગ છે. જ્યાં સાપ્તાહિક હાટ ભરાતા હોય, ત્યાં હોળી તહેવાર પૂર્વે વિશેષ મેળાનું આયોજન થાય છે, જેને ગ્રામજનો ‘ભંગોરિયાના મેળા’ તરીકે ઓળખે છે. રંગપુર સઢલી ગામે યોજાયેલ ભંગોરીયા મેળામાં પરંપરાગત વાધ્યો સાથે એકસમાન પહેરવેશ અને શિસ્તબદ્ધ નૃત્ય થકી આજના આધુનિક યુગમાં સ્થાનિક સમુદાયે પોતાની પરંપરાને જીવંત રાખી…

Read More

જૂનાગઢ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે આયુષ મેળા અંતર્ગત આ અનોખી કુકિંગ કોમ્પિટિશનનું આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ       આયુર્વેદ કહે છે, ઋતુઓ મુજબ આહાર લેવો જોઈએ, ત્યારે એ જ વિચારને ધ્યાને રાખી આયુર્વેદનો તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ વસંતઋતુમાં ક્યા પ્રકારનો આહાર લેવો જોઈએ ? તેને કેન્દ્રમાં રાખી ‘હેલ્ધી ડીશ’ બનાવી હતી. જે સ્વાદમાં શ્રેષ્ઠની સાથો સાથ આરોગ્યની દ્રષ્ટિએ પણ બેસ્ટ હતી.     જૂનાગઢ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે આયુષ મેળા અંતર્ગત આ અનોખી કુકિંગ કોમ્પિટિશનનું આયોજન થયું હતું, જેમાં આયુર્વેદનો તબીબી અભ્યાસ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓની ૧૫ ટીમોએ આયુર્વેદ મુજબની વાનગીઓ બનાવી અનોખી રીતે પ્રસ્તુત કરી હતી. આ કુકિંગ સ્પર્ધામાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ મોરીંગા મલ્ટીગ્રેન ખાલીપીટ ચાંગેરી…

Read More