હિન્દ ન્યુઝ, જૂનાગઢ રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજિત, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત ખડક ચઢાણ બેઝિક કોર્સ તા.૨૮/૦૧/૨૦૨૬ થી તા.૦૬/૦૨/૨૦૨૬ દરમિયાન જૂનાગઢ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ના કુલ ૧૦૦ તેમજ અન્ય ૧૦ મળી કુલ ૧૧૦ તાલીમાર્થી બહેનોએ પર્વતારોહણની તાલીમ લીધી હતી. શિબિરના સમાપન કાર્યક્રમમાં ડો. આર. એમ. સોલંકી નિયામક, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ડો. એચ. આર. વદર આચાર્ય, અસ્પિ કૃષિ મહાવિદ્યાલય ખાપટ, પોરબંદર, ડો. એલ. સી. વેકરીયા…
Read MoreMonth: February 2026
જાણો લિમ્ફેટીક ફાઈલેરીયાસીસ (હાથીપગા) રોગ વિશે (હાથીપગા)
હિન્દ ન્યુઝ, ડાંગ એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઇલેરિયાસીસ અંતર્ગત ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૭ સુધીમાં ફાઇલેરિયા નિર્મુલન અંગેનો લક્ષ્યાંક નક્કી કરવામા આવેલ છે. જે કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યમાં ભરૂચ, નર્મદા અને ડાંગ જિલ્લામા લિમ્ફેટીક ફાઈલેરીયાસીસ (હાથીપગા) રોગના દર્દીઓ નોંધાતા જિલ્લાના તાલુકા વિસ્તારના તમામ લોકોને આગામી તા.૧૦ થી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન દરેક લોકોને આરોગ્ય વિભાગ દ્વારા DEC અને આલ્બેન્ડાઝોલ ટેબલેટનો સામુહિક દવા વિતરણનો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં નેત્રંગ, નાંદોદ, ડેડીયાપાડા અને વઘઇ તાલુકાના તમામ લોકોને જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા નક્કી કરાયેલ આરોગ્ય કેન્દ્રો દ્વારા દવા વિતરણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર…
Read Moreપક્ષી પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન કચ્છનું છારી-ઢંઢ જળપ્લાવિત ક્ષેત્ર
હિન્દ ન્યુઝ, કચ્છ 🦩 છારી-ઢંઢની આસપાસ કુલ 283 પ્રજાતિનાં પક્ષીઓ નોંધાયા છે, જેમાં વૈશ્વિક સ્તરે મહત્ત્વ ધરાવતા ‘ગ્રે હાયપોકોલિયસ’ સહિત 11 વૈશ્વિક સ્તરે જોખમગ્રસ્ત અને 9 ‘નિયર થ્રેટન્ડ’ પ્રજાતિનાં પક્ષીઓનો સમાવેશ થાય છે, જે તેના ઊંચા સંરક્ષણ મૂલ્યને દર્શાવે છે. 🦩 રણ અને ઘાસનાં મેદાનોની વચ્ચે આવેલો જળપ્લાવિત વિસ્તારમાં એકસાથે બે લાખથી વધુ પક્ષીઓ જોવા મળી જાય છે અને 187થી વધુ પ્રજાતિના પક્ષીઓ અહીં નોંધાયા છે; ખાસ કરીને એક જ સ્થળે 40,000થી વધુ કુંજ પક્ષીઓ જોવા મળે છે. 🦩 કચ્છ જિલ્લામાં આવેલ છારી-ઢંઢને ગુજરાતની પાંચમી રામસર સાઇટ તરીકે પસંદ કરવામાં…
Read Moreપરીક્ષાને તણાવ તરીકે નહીં પરંતુ અવસર તરીકે સ્વીકારવાની દિશામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને માર્ગદર્શન આપ્યું
હિન્દ ન્યુઝ, ગાંધીનગર પરીક્ષા પે ચર્ચા: પરીક્ષાને તણાવ તરીકે નહીં પરંતુ અવસર તરીકે સ્વીકારવાની દિશામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને માર્ગદર્શન આપતી પહેલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમના નવમા સંસ્કરણનું જીવંત પ્રસારણ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા સહિતના મહાનુભાવો સાથે ગાંધીનગરના સુઘડ ખાતેની આનંદ નિકેતન શાળામાં સહભાગી થઈ નિહાળ્યું. પરીક્ષાના સ્ટ્રેસથી બાળકોને મુક્ત રાખવા શરૂ કરાવેલો પરીક્ષા પે ચર્ચાનો આ નવતર અભિગમ હવે બાળકો માટે મોટીવેશનલ પ્રોગ્રામ બની ગયો છે: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રીએ ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષા આપનારા બાળકોને સફળતાની શુભેચ્છાઓ…
Read Moreડાંગ જિલ્લાનો “જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ” તા. ૨૫ ફેબ્રુઆરીના રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, ડાંગ મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમના અનુસંધાને, ડાંગ જિલ્લાના પ્રજાજનોની ફરિયાદ કે પ્રશ્નોના નિવારણ માટે આગામી તા.૨૫/૨/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યા થી શરૂ કરીને, લોકો તરફથી મળેલ ફરિયાદ પ્રશ્નોનું નિવારણ થાય ત્યાં સુધી જિલ્લા કક્ષાએ કલેકટર ડાંગના અધ્યક્ષપણા હેઠળ, કલેકટર કચેરી, આહવાના સભાખંડમા “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજવામા આવનાર છે. આથી જિલ્લાની જાહેર જનતાને પોતાની ફરિયાદ કે પ્રશ્નો જે ખાતા/કચેરીને લગતા હોઇ તે ખાતા/કચેરીને બારોબાર તા.૧૦/૨/૨૦૨૬ સુધીમા મોકલી, તેની એક નકલ કલેકટર, ડાંગને મોકલી આપવા જણાવાયુ છે. કલેકટર કચેરી ડાંગને લગતા પ્રશ્નો સિવાયના કોઇ પણ પ્રશ્ન, સીધા કલેકટર કચેરી…
Read Moreજૂનાગઢ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમના સુચારૂ આયોજન
હિન્દ ન્યુઝ, જૂનાગઢ મહાશિવરાત્રી મેળા દરમિયાન જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થનાર છે. જેના અનુસંધાને આજ રોજ સાંસ્કૃતિક કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસની સામે, ભવનાથ તળેટી, જૂનાગઢ ખાતે આગામી તા.૧૧ થી ૧૪ ફેબ્રુઆરી સુધી દરરોજ સાંસ્કૃતિક ક્રાયક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. ચાર દિવસીય આ મહોત્સવમાં દેશ-વિદેશમાં…
Read Moreજિલ્લા પંચાયત પ્રમુખ અને મહિલા સરપંચો સાથે વ્હાલી દીકરી યોજના જાગૃતિ સંવાદ યોજાયો
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, છોટાઉદેપુર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા તથા તેમના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે અમલમાં રહેલી “વ્હાલી દીકરી યોજના” અંગે મહિલા સરપંચો સાથે સહાયતા ઝુંબેશ અને યોજનાકીય જાગૃતિ સંવાદનું આયોજન જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. સેમીનારમાં છોટાઉદેપુર, કવાંટ અને જેતપુર પાવી તાલુકાની કુલ ૮૭ મહિલા સરપંચઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રમુખ માલકાબેન દ્વારા દીકરીઓના શિક્ષણનું મહત્વ સમજાવી જણાવ્યું કે “દીકરી શિક્ષિત થશે તો પરિવાર અને સમાજ બંને પ્રગતિ કરશે.” તેમણે…
Read Moreસંજેલી તાલુકાના એ.પી.એમ.સી ચેરમેનના હસ્તે સંજેલી તાલુકાની ૩ નવિન આંગણવાડી કેન્દ્રનુ લોકાર્પણ કરાયું
હિન્દ ન્યુઝ, દાહોદ પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત તૈયાર થયેલી સંજેલીના તાલુકાની લુંજાના મુવાડા,ચંદાનામુવાડા અને કાવડાના મુવાડા એમ ૩ નવીન આંગણવાડીના કેન્દ્રનું સંજેલી તાલુકાના એ.પી.એમ.સી ના ચેરમેન જશુભાઇ અને સરપંચ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરપંચ સહિત મહિલા અને બાળ વિકાસ યોજના અધિકારી અને આઇ.સી.ડી.એસ. સ્ટાફ ઉપસ્થિતિ રહ્યા હતા. આ પ્રસંગે ચેરમેન એ કહ્યું હતું કે, આંગણવાડી મકાનનું નિર્માણ પ્રધાનમંત્રી આદિઆદર્શ ગ્રામ યોજના અંતર્ગત મંજૂર કરવામાં આવ્યું છે, જેનાથી બાળકોને ઉત્તમ શૈક્ષણિક તેમજ પોષણ સેવાઓ મળી રેહશે. નવા મકાનથી ગામના નાનકડા ભુલકાઓને વધુ સારી અને સુવિધાસભર…
Read Moreવેરાવળ કે.સી.સી. મેદાન ખાતે ‘સ્વદેશી મેળો’ યોજાશે
‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ હિન્દ ન્યુઝ, વેરાવળ રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાઓમાં સ્થાનિક કારીગરો, સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો, લોકલ ઉત્પાદકો તેમજ નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે માટે સ્વદેશી મેળાઓનું સમયાંતરે આયોજન થતું હોય છે. જે અંતર્ગત ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાનને લક્ષમાં લઈ કે.સી.સી મેદાન, મણીબહેન સ્કૂલની પાછળ વેરાવળ ખાતે તા.૦૮/૦૨/૨૦૨૬ થી તા.૧૫/૦૨/૨૦૨૬ સુધી સવારે ૧૦.૦૦ થી રાત્રે ૧૦.૦૦ દરમિયાન સ્વદેશી મેળો યોજાશે. સ્વદેશી ઉત્પાદનોને પ્રેરણા આપી અને ‘લોકલ ફોર વોકલ’ની વિભાવનાને પ્રાધાન્ય આપી મેળા દરમિયાન હસ્તકલા, ભરતગૂંથણ વિવિધ હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ, બાંધણી, માટીકામની…
Read Moreસોમનાથમાં મહાશિવરાત્રીના પર્વને અનુસંધાને વન-વે રૂટ અને પ્રવેશબંધી
હિન્દ ન્યુઝ, સોમનાથ બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના આંગણે મહાશિવરાત્રીનું પર્વ ઉજવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ આવતા હોય છે. જેથી ટ્રાફિકની સમસ્યા નિવારવા તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને જિલ્લા મેજિસ્ટ્રેટ એન.વી.ઉપાધ્યાય દ્વારા તા. ૦૯ ફેબ્રુઆરી થી લઈ અને તા. ૨૦ ફેબ્રુઆરી સુધી સોમનાથમાં વન-વે રૂટ અને પ્રવેશબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ગીર સોમનાથ જિલ્લો સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ ધરાવતો જિલ્લો છે. મહાશિવરાત્રીના પર્વને અનુલક્ષી દેશ-વિદેશમાંથી અસંખ્ય લોકો યાત્રાધામની મુલાકાતે આવતાં હોય છે ત્યારે, જાહેરનામા અનુસાર સફારી બાયપાસ તરફથી ગુડલક સર્કલ થઈ વેણેશ્વર આવતા…
Read More