હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના વર્ષ 2026-27ના બજેટને આવકારતા જણાવ્યું કે, ગુજરાત માન. વડાપ્રધાનના દરેક સંકલ્પોને સાકાર કરવામાં તેમના જ દિશાદર્શનમાં અવિરત વિકાસથી અગ્રેસર રહેતું રાજ્ય છે, આ બજેટ કોઈપણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જન કલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું છે. વર્ષ 2026-27ના બજેટનું કદ 4 લાખ 8 હજાર કરોડનું છે એટલે કે ગયા વર્ષ કરતાં 10.2 ટકાનો વધારો બજેટ સાઈઝમાં થયો છે. બજેટના કુલ ખર્ચના 65 ટકા વિકાસલક્ષી ખર્ચ માટે ફાળવ્યા છે. સમાજના દરેક વર્ગો ખાસ કરીને GYAN એટલે કે…
Read MoreMonth: February 2026
દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી
હિન્દ ન્યુઝ, મોરબી સરકાર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓની કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવા અને તેમને રોજગારી પૂરી પાડતા નોકરીદાતાઓને બિરદાવવા માટે ‘દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬’ ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ, સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓના રોજગારલક્ષી પુન:વસન અને તેમને સક્ષમ બનાવવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસર્સને રાજ્ય કક્ષાના પારિતોષિક એનાયત કરવામાં આવશે. આ પારિતોષિક મેળવવા ઇચ્છુક દિવ્યાંગ કર્મચારીઓ/અધિકારીઓ, સ્વરોજગાર કરતા દિવ્યાંગો, નોકરીદાતાઓ કે પ્લેસમેન્ટ ઓફિસોએ નિયત…
Read Moreમતદાસ્યાદીનો ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમ સંદર્ભે તા.૧૭/૦૨/૨૦૨૬ ના રોજ આખરી મતદારયાદીની પ્રસિદ્ધિ
હિન્દ ન્યુઝ, દાહોદ ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા.૨૭/૧૦/૨૦૨૫ના પત્ર ક્રમાંક: 23/2025-ERS (Vol. II) ના પત્રમાં જણાવ્યા મુજબ તા.૦૧/૦૧/૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.૧૭/૦૨/૨૦૨૬ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. મતદારયાદીના ખાસ સધન સુધારણા કાર્યક્રમ પહેલાં દાહોદ જિલ્લામાં કુલ-૧૬,૯૩,૦૦૨ મતદારો નોંધાયેલ હતા. જ્યારે તા.૧૯/૧૨/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ થયેલ મુસદ્દા મતદારયાદીમાં ૧૫,૧૨,૭૬૭ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો, જ્યારે ૧,૮૦,૨૩૫ મતદારોના નામ કમી કરવામાં આવેલ હતાં, જેમાં ૫૮,૫૪૦ મૃત મતદારો તથા ૧૮,૨૪૨ ડુપ્લીકેટ મતદારો શોધી કાઢવામાં આવ્યા હતાં. જ્યારે…
Read Moreસુરત શહેર વિસ્તારમાં આવેલા ઓપેરા હાઉસ એપાર્ટમેન્ટમાં નાના બાળકોના અપહરણ અંગે ફેલાયેલી અફવા સંપૂર્ણપણે ખોટી અને બિનઆધારભૂત
હિન્દ ન્યુઝ, સુરત સુરત શહેર વિસ્તારમાં આવેલા ઓપેરા હાઉસ એપાર્ટમેન્ટમાં નાના બાળકોના અપહરણ અંગે ફેલાયેલી અફવા સંપૂર્ણપણે ખોટી અને બિનઆધારભૂત છે. સુરત શહેર પોલીસ દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવેલ છે અને આવી કોઈ ઘટના બનેલી નથી. જનતાએ અફવાઓ પર વિશ્વાસ ન રાખવો અને સોશિયલ મીડિયા પર અજાણ માહિતી શેર ન કરવી. જો કોઇ વ્યક્તિ ખોટી માહિતી ઈરાદાપૂર્વક ફેલાવતો હોય તો તેની સામે ભારતીય ન્યાય સંહીતા ની કલમ (અફવા ફેલાવવી), Information Technology Act, 2000 સંબંધિત જોગવાઈઓ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કાયદો-વ્યવસ્થા તથા સમાજમાં સુલેહ શાંતિ જાળવવા માટે તથા ખોટી…
Read Moreગામે ગામ આરોગ્ય કિરણ : દાહોદ જીલ્લામાં આરોગ્યનું ઉજાસ કિરણ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જીલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જીલ્લા પંચાયત દાહોદ દ્વારા જીલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત ના દિશા સૂચન હેઠળ“ગામે ગામ આરોગ્ય કિરણ” કાર્યક્રમ સફળતાપૂર્વક અમલમાં મુકાયો છે. આ અંતર્ગત જીલ્લાના 102 પ્રાથમિક તેમજ શહેરી આરોગ્ય કેન્દ્ર વિસ્તારોમાં હેલ્થ કેમ્પો યોજવામાં આવ્યા હતા. આ કેમ્પોમાં કુલ 5234 લાભાર્થીઓ (2835 સ્ત્રીઓ અને 2399 પુરુષો)એ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. મુખ્ય આરોગ્ય સેવાઓ અને તપાસ: – સગર્ભા મહિલાની તપાસ : 270 – પી.એમ.જય એ.વાય. કાર્ડ બનાવ્યા…
Read Moreસૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ-1949 સુધારા વિધેયક વિધાનસભામાં પસાર
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા દ્વારા સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ 1949ની કલમ-75 અને 75(એ)માં સુધારા સૂચવતું વિધેયક વિધાનસભા ગૃહ ખાતે રજૂ કરવામાં આવ્યું, જે ગૃહમાં પસાર કરવામાં આવ્યું. આ સુધારા દ્વારા હવે ગેરકાયદેસર તબદીલીના કિસ્સામાં સ્પષ્ટ અને વ્યવસ્થિત પ્રક્રિયા નક્કી કરવામાં આવી રહી છે; જે મુજબ, કલેક્ટર આપમેળે અથવા જમીનમાં હિત ધરાવતી કોઈ વ્યક્તિની અરજીના આધારે કાર્યવાહી શરૂ કરી શકશે. જો તબદીલી ગેરકાયદે જણાય, તો કલેક્ટર ત્રણ મહિનાની મુદતમાં જમીન વેચનારને જમીન પરત કરવા જણાવશે અને…
Read Moreજિલ્લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્લા/તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્લા સેવા સદન, ભુજ તથા મધ્યસ્થ સેવા સદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્દ્રા, નખત્રાણા, અબડાસા, જિલ્લાના નલિયા, દયાપર, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકા સેવા સદન તેમજ પોલીસ મહાનિરીક્ષકની કચેરી, ભુજ, પોલીસ અધિક્ષકની કચેરી ભુજ અને ગાંધીધામ,…
Read Moreઅદ્ભુત અને અલૌકિક ભૂમિ દેવમોગરા ખાતે યાહા મોગી માતાજીનો ભવ્ય મેળો
હિન્દ ન્યુઝ, દેવમોગરા શિવરાત્રિથી શરૂ થયેલા પાંચ દિવસીય ભાતીગળ લોકમેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યાં. શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતી માટે DySP, PI, PSI સહિત પોલીસ જવાનો અને મંદિરના 450 કરતા વધુ સ્વયંસેવકો દિવસ-રાત ખડેપગે. સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિવાસીઓનાં કુળદેવી પાંડુરી માતા, જેઓ યાહા મોગી, દેવમોગરા, દૂધ મોગરા, કોણી માતા તરીકે પણ ઓળખાય છે. ખેતીમાં તૈયાર થયેલા નવા ધાન્યને માતાજીના ચરણોમાં અર્પણ કરીને પ્રસાદ સ્વરૂપે જે ધાન્ય મળે તેનાથી ઘરમાં અનાજનો અખૂટ ભંડાર રહેતો હોવાની માન્યતા.
Read Moreમતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬
હિન્દ ન્યુઝ, ડાંગ ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની વખતોવખતની સૂચના અનુસાર તા.૦૧.૦૧.૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા-૨૦૨૬ની કાર્યવાહી તા.૨૮.૧૦.૨૦૨૫થી શરૂ કરવામાં આવી હતી, જે તા.૧૭.૦૨.૨૦૨૬ સુધી સફળતાપૂર્વક ચાલુ રહી હતી. આ સમગ્ર પ્રક્રિયાનો મુખ્ય હેતુ યોગ્ય અને લાયક મતદારોના નામ મતદારયાદીમાં સમાવેશ થાય તથા મતદારયાદી વધુ સચોટ, પારદર્શક અને અપડેટ રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. તા.૧૭.૦૨.૨૦૨૬ મંગળવારના દિવસે ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુ શાલિની દુહાનના અધ્યક્ષસ્થાને મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ બાબતે માન્ય રાજકીય પક્ષો સાથે આજરોજ તા.૧૭/૦૨/૨૦૨૬ ના રોજ બેઠક યોજી મતદારયાદી તથા સેવા મતદારોની…
Read Moreગીર સોમનાથ ખાતે શિક્ષણ વિભાગમાં આયુષ્યમાન તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ અરુણ રોયના માર્ગદર્શન અને એપિડેમિક મેડિકલ ઑફિસર ડો દિવ્યેશ ગોસ્વામીની સૂચનાથી આરોગ્ય વિભાગ દ્વારા શિક્ષણ વિભાગમાં આયુષ્યમાન તાલીમ યોજાઈ હતી. આ દરમિયાન દિપ્તી વ્યાસ સોશ્યલ વર્કર દ્વારા નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાની તમામ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળા અંતર્ગત તમાકુ મુક્ત શાળા અંગે સ્વ મૂલ્યાંકન ફોર્મ ભરાવવામાં આવ્યાં હતાં. આ ગાઈડ લાઇન મુજબ તમાકુ મુક્ત શાળા જાહેર કરવામાં આવી હતી. જે શાળા તમાકુમુક્ત જાહેર થઈ છે. તે તમામ શાળાને ‘તમાકુ મુક્ત પરિસર’…
Read More