તા.૯ એપ્રિલનાં રોજ પાલીતાણા નગરપાલિકામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

આગામી તા.૦૯/૦૪/૨૦૨૨ ને શનિવારનાં રોજ સમગ રાજ્યમાં જીલ્લાની પ્રત્યેક નગરપાલિકા વિસ્તારમાં એક સ્થળે “સેવા સેતુ” કાર્યકમ ઉજવણી કરવાની સુચના થયેલ છે. જે અન્વયે પાલિતાણા નગરપાલિકાનો વોર્ડ નં.૧ નો સેવાસેત કાર્યકમ પાલિતાણા નગરપાલિકા કચેરી મહર્ષિ પરશુરામ માર્ગ ટાઉન હોલ પાલિતાણા ખાતે તા.૦૯/૦૪/૨૦૨૨નાં રોજ સવારનાં ૯:૦૦ કલાકથી સાંજનાં ૫:૦૦ કલાક દરમ્યાન પ્રાંત અધિકારી, પાલિતાણાનાં અધ્યક્ષ સ્થાને પાલિતાણા નગરપાલિકા કક્ષાનો વોર્ડ નં.૧ નાં લોકોને આવક, જાતી, નોન કિમીલેયર, ડોમીસાઇલ સર્ટી., સીનીયર સીટીઝન, દિવ્યાંગતા પ્રમાણપત્ર, રેશનકાર્ડને લગતા પ્રશ્નો, માં અમૃતમ કાર્ડ યોજના, આધાર કાર્ડ કઢાવવા, માં વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીની નોધણી, જમીન અંગે નવી નોંધ, દાખલ અરજી, સુધારા અરજી, વિધવા, વયવંદના, અપંગ વૃધ્ધ–નિરાધાર સહાય હેઠળ લાભ લેવાની અરજી તથા પાલિતાણા નગરપાલિકાની સેવાઓ જેમ કે પ્રોપર્ટી ટેકસ, ગુમાસ્તધારા જન્મ મરણ દાખલા, ટાઉન પ્લાનીંગ, પ્લાનની નકલ, વ્યવસાય વેરા વગેરે તથા રાજય સરકારશ્રીનાં કૃષિ, પોષણ યોજના, પશુપાલન, સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગની યોજના હેઠળનાં વ્યકિત લક્ષી લાભો, વધુમાં હાલમાં સરકાર દ્વારા વ્યવહારો ડીઝીટલ પેમેન્ટ દ્વારા વધુમાં વધુ થાય અને શ્રમજીવિઓનાં બૈંકમાં ખાતા ખોલવા તેમજ ડીઝીટલ નાણાકીય વ્યવહારો કેવી રીતે સરળતાથી અને સુરક્ષિત રીતે થઇ શકે વગેરે લગતી તમામ અરજીઓ વગેરેની લગતી તમામ બાબતે તા.૦૯/૦૪/૨૦૨૨ નાં રોજ નગરપાલિકા કચેરી, પાલિતાણાએ કાર્યકમમાં સવારના ૯.૦૦ કલાક થી બપોરનાં ૨.૦૦ કલાક સુધી અરજીઓ રજુ કરવાની રહેશે અને આવી અરજીઓને લગત વિભાગોમાં સંબંધિત અધિકારીશ્રીઓ દ્વારા સ્થળ પર નિકાલ કરવામાં આવશે તો નિયત સમયે પાલિતાણા શહેરનાં વોર્ડ નં.૧ નાં લોકોએ ઉપસ્થિત રહેવા ચીફ ઓફિસર, પાલિતાણા નગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવેલ છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment