હિન્દ ન્યુઝ, ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા જિલ્લા તકેદારી સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં વિતરણ વ્યવસ્થા અંગે ચર્ચા કરાઈ. જિલ્લામાં નવેમ્બર-૨૦૨૫ માં કુલ-૧,૬૩,૭૦૦ રેશનકાર્ડ ધારકો પૈકી ૧,૫૩,૯૧૬ રેશનકાર્ડ ધારકોને આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ ૯૯.૯૪% NFSA રેશનકાર્ડધારકોના આધારસીડીંગની કામગીરી કરાઈ જેની ચર્ચા થઈ હતી. NFSA-2013 હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોની યાદીમાં સમાવેશ કરવા માટેની કુલ-૪૦૯ અરજીઓ પૈકી ૩૧૮ અરજીઓનો નિકાલ નવેમ્બર-૨૦૨૫ માં કરાયો તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોની યાદીમાંથી કુલ-૬ રેશનકાર્ડ કમી કરાયા છે. સંગ્રહખોરી, નફાખોરી…
Read MoreMonth: December 2025
જૂનાગઢ ખાતે કર્મચારીઓની તાલીમ પર ભાર અપાયો
હિન્દ ન્યુઝ, જૂનાગઢ સુશાસનની નેમને સાર્થક કરતી જુનાગઢ જિલ્લાની કેશોદ મામલતદાર કચેરી, મહેસૂલી કામગીરીને ઝડપી બનાવવા કર્મચારીઓની તાલીમ પર ભાર અપાયો. આયુષ્માન કાર્ડ વગેરે બાબતમાં જરૂરી રહેતા આવકનો દાખલો અરજદારે અરજી કર્યાના જ દિવસે આપવામાં આવે છે. એકસમયે ખેડૂતોની રેવન્યુ રેકર્ડમાં હક્કપત્રક નોંધ નામંજૂર થવાનો દર 10.91 ટકા હતો, તેને ઘટાડીને 0.90 ટકા સુધી લાવવામાં સફળતા મળી. અધિકારી-કર્મચારીઓના પ્રયાસથી 83,337 રેશનકાર્ડ ધારકોનું MY RATION એપથી E-KYC થયું. જાન્યુઆરીથી કુલ 18184 દાખલા-પ્રમાણપત્રો અરજદારોને અપાયા.
Read Moreકાલાવડ તાલુકા કક્ષાએ શિક્ષકોની તાલીમ યોજાઇ
હિન્દ ન્યુઝ, કાલાવડ જી. સી. ઇ. આર. ટી. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર આયોજિત કાલાવડ તાલુકાની શિક્ષકોની તાલીમ તારીખ ૧૬ થી ૧૮ ડિસેમ્બર યોજાઇ. આ તાલીમમાં શારીરિક શિક્ષણ, આનંદદાયી શનિવાર, યોગ તથા આપણી રમતો વિષય પર અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે શિક્ષકો અને તજજ્ઞો દ્વારા કામગીરી કરવામાં આવેલ. આ તાલીમમાં પ્રથમ દિવસે બાયસેગના માધ્યમથી રાજ્ય કક્ષાએથી માર્ગદર્શન આપવામાં આવેલ. સમગ્ર તાલીમ સમય દરમિયાન તમામ શિક્ષકો તથા તજજ્ઞોએ ઉત્સાહ પૂર્વક વિવિધ નાવિન્ય પૂર્ણ પ્રવૃત્તિઓ કરવામાં આવેલ. આ તાલીમમાં વર્ગ સંચાલક તરીકે બીપીનભાઈ રાબડિયા, અલ્પેશભાઈ…
Read Moreસ્વદેશી અભિયાન, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ તથા આત્મનિર્ભર ભારત ત્રણેય ઉદ્દેશોને એક સાથે લઈ આગળ વધી રહેલા દહેગામના ખેડૂત હિતેશભાઈ પટેલ તથા તેમનો પરિવાર
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સામેત્રી ગામે આવેલ રામભૂમિ ફાર્મ આજે પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રમાં વિશિષ્ટ ઓળખ બનાવી રહ્યું છે. ફાર્મના સંચાલક હિતેષભાઈ પટેલ અને તેમનો સમગ્ર પરિવાર વર્ષોથી પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલો રહી આરોગ્ય, પર્યાવરણ અને સ્વાવલંબનનો સંદેશ આપી રહ્યા છે. અને આજ સંદેશ લઈ તેઓ ગાંધીનગર જિલ્લા ખાતે યોજાયેલા સ્ત્રી શક્તિ મેળામાં પરિવાર સહિત સહભાગી બન્યા છે. હિતેષભાઈ પટેલ દ્વારા પ્રાકૃતિક પદ્ધતિથી ઘઉંની વિવિધ દેશી જાતોનું ઉત્પાદન કરવામાં આવે છે. સાથે સાથે ગાય આધારિત ખેતીને કેન્દ્રમાં રાખીને ગાયના ગોબર, ગૌમૂત્ર અને માટીમાંથી અનેક ઉપયોગી…
Read Moreસ્માર્ટ સીટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ દાહોદ ખાતે જિલ્લા કક્ષાના રમતોત્સવનો રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે શુભારંભ
હિન્દ ન્યુઝ, દાહોદ પ્રાયોજના વહીવટદાર દાહોદની કચેરી હેઠળની શાળાઓમાં અભ્યાસ કરતાં આદિજાતિના બાળકોની જિલ્લા કક્ષાના રમતોત્સવનો રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે સ્માર્ટ સીટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ દાહોદ ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો. પ્રાયોજના વહીવટદાર દાહોદની કચેરી હેઠળની શાળાઓમાં અભ્યાસ કરતાં ૧૭૦૦થી વધુ આદિજાતિના બાળકોએ જિલ્લા કક્ષાના રમતોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. દોડની વિવિધ રમતો, બરછી ફેંક, ચક્ર ફેક, ગોળા ફેંક લાંબી કૂદ, ચેસ, યોગા વગેરે રમતોમાં બાળકોએ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. આવનાર સમયમાં બાળકો સખત પરિશ્રમ થકી રમત ગમત ક્ષેત્રે ખૂબ…
Read Moreશાંતિનિકેતન હાઈસ્કુલ ખાખરીયા ખાતે યોજાયેલ સ્કુલ હેલ્થ પ્રોગ્રામની જિલ્લા વિકાસ અધિકારીએ લીધી મુલાકાત
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જીલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જીલ્લા પંચાયત દાહોદ દ્વારા જીલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત ના દિશા સૂચન હેઠળ “ગામે ગામ આરોગ્ય કિરણ કાર્યક્રમ સફળતાપૂર્વક અમલમાં મુકાયો છે. જે અંતર્ગત જિલ્લાની 102 શાળાઓમાં 13818 બાળકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું જેમા સિકલ સેલ, બાળરોગ, એનિમિયા, ટીબી મેલેરીયા ડેન્ગ્યુ, લેપ્રસી, ડાયાબિટીસ પાણીજન્ય રોગો સ્વચ્છતા, યોગ્ય પોષણકડી અને આરોગ્ય સંબંધિત વિવિધ વિષયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બાળકોને વધુ અસરકારક માર્ગદર્શન મળી રહે તે…
Read Moreનવસારી જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને મતદાર યાદીની ખાસ સધન સુધારણા કાર્યક્રમ અંતર્ગત હેઠળ પત્રકાર પરિષદ યોજાઈ
હિન્દ ન્યુઝ, નવસારી કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સધન સુધારણા કાર્યક્રમ (SIR-2026) હેઠળ પ્રથમ તબક્કાના અંતે આજરોજ નવસારી જિલ્લાની ડ્રાફટ મતદારયાદી નવસારી જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે દ્વારા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તથા પત્રકાર મિત્રો સમક્ષ પ્રસિધ્ધ કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ચુંટણી અધિકારીના હસ્તે રાજકીય પક્ષોને ડ્રાફટ યાદી એનાયતકરવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં વિગતો આપતા જિલ્લા ચુંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં કુલ ૧૦,૯૫,૯૦૦ મતદારો પૈકી ૯,૫૯,૩૩૭ મતદારોનું ડિઝીટાઈઝેશન પુર્ણ કરીને ડ્રાફટ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે…
Read Moreજૂનાગઢ જિલ્લામાં ગણતરીના તબક્કાની કામગીરી ખૂબ જ અસરકારક રીતે પૂર્ણ કરવામાં આવી
હિન્દ ન્યુઝ, જૂનાગઢ ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજ્યભરમાં તારીખ ૨૭ ઑક્ટોબર, ૨૦૨૫થી શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ગણતરીના તબક્કાની કામગીરી ખૂબ જ અસરકારક રીતે પૂર્ણ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયા એ ડ્રાફ્ટ રોલ એટલે કે મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધિ બાબતે જણાવ્યું કે, ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) ૨૦૨૫ અંતર્ગત જૂનાગઢ જિલ્લાની ડ્રાફટ મતદારયાદી તા.૧૯.૧૨.૨૦૨૫ ના રોજ તમામ મતદાન મથકે પ્રસિધ્ધ કરવામાં આવી છે. ભારતીય…
Read Moreગાંધીનગર જિલ્લામાં મતદાર યાદી વિશેષ સંશોધન કાર્યક્રમ (SIR–2026) પ્રક્રિયાની સફળતાપૂર્વક અમલવારી
ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મેહુલ કે.દવેની અધ્યક્ષતામાં જાહેર થયેલી ડ્રાફ્ટ મતદાર યાદીની પ્રમાણિત નકલ તથા ASD મતદારોની યાદીની નકલ માન્ય તમામ રાજકીય પક્ષના પ્રતિનિધિઓને આપવામાં આવી SIR-2026ના સંદર્ભે આજે ગાંધીનગર જિલ્લાની કુલ-૦૫ વિધાનસભા મતવિસ્તારની મુસદ્દા મતદારયાદીની તથા ASD મતદારોની યાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી ભારતના ચૂંટણી આયોગના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અમલમાં મુકાયેલ મતદાર યાદી વિશેષ સંશોધન કાર્યક્રમ (Special Intensive Revision – SIR) અંતર્ગત નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ છે. જિલ્લા કલેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ કે.દવેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે તા.૧૯/૧૨/૨૦૨૫ ના રોજ તમામ માન્ય રાજકીય પક્ષો…
Read Moreજૂનાગઢ જિલ્લો અનેકવિધ વિશેષતાઓથી સમૃદ્ધ છે
હિન્દ ન્યુઝ, જૂનાગઢ ઐતિહાસિક વિરાસત ધરોહરને સાચવીને બેઠેલા જૂનાગઢ જિલ્લાએ વિકાસના નવા કિર્તિમાન કંડાર્યાં છે. મુખ્યત્વે ખેતી આધારિત અર્થવ્યવસ્થા ધરાવતો જૂનાગઢ જિલ્લા એ છેલ્લા થોડા વર્ષો દરમિયાન પ્રવાસન અને માળખાકીય સુવિધાના વિકાસની નવી હરણફાળ ભરી છે. જૂનાગઢ જિલ્લો અનેકવિધ વિશેષતાઓથી સમૃદ્ધ છે. જૂનાાગઢ જિલ્લામાં એશિયાટિક સિંહો માટેની એક માત્ર નિવાસ્થાન ધરાવતું ગીર અભયારણ્ય, ગિરનાર પર્વત, ગીરનું જંગલ, વિશાળ દરિયાકાંઠો, પૌરાણિક દેવસ્થાનો પ્રવાસીઓને – શ્રદ્ધાળુઓને આકર્ષે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢ જિલ્લાની મુલાકાતે આવે છે. જૂનાગઢ જિલ્લામા પ્રવાસન હબ તરીકે વિકસવા માટેની વિપુલ તકો રહેલી છે. આ…
Read More