‘સ્વચ્છતા હી સેવા -૨૦૨૫’ હિન્દ ન્યુઝ, ડાંગ રાજ્ય સહિત ડાંગ જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બરથી શરૂ થયેલ ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ પખવાડીયાની ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લાના ગામે ગામ વિશેષ સ્વચ્છતા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આજ રોજ ડાંગ જિલ્લામાં આવેલ વિવિધ તાલુકા પંચાયત તેમજ ગ્રામ પંચાયતો, આંગણવાડીઓ, શાળાઓ તથા જાહેર સ્થળોએ સાફ-સફાઈ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રીઓ, ગ્રામ આગેવાનો તથા તાલુકા અને ગામ પંચાયતોનો સ્ટાફ, આગણવાડી બહેનો,ગામના નાગરિકો સૌએ મળીને પોતાના ગામને સ્વચ્છ રાખવા માટે શ્રમદાન તેમજ પોતાની ભાગીદારી નોંધાવી સ્વચ્છતા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા. નોંધનીય છે કે,આ અભિયાનનો મુખ્ય…
Read MoreDay: September 22, 2025
પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીનાએ ગરબાડા તાલુકાના નળવાઇ, ગાંગરડી અને નાંદવા ગ્રામની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નળવાઇ, ગાંગરડી અને નાંદવા ગ્રામની પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીનાએ મુલાકાત લીધી હતી. આ દરમ્યાન તેમણે આદિ સેવા કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું. એ સાથે તેઓએ transect walk નું સંચાલન કરી Village Action Plan બનાવા સમજૂતી આપી હતી. પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીનાના હસ્તે આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત ગરબાડા તાલુકાના ૩૪ ગામોમાં આદિ સેવા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગામના આદિ સાથી અને આદિ સહયોગી તેમજ જનભાગીદારી દ્વારા વિલેજ એકશન પ્લાન બનાવવા બાબતે પ્રાયોજના વહીવટદાર દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
Read Moreડાંગ જિલ્લાના માર્ગો પર સુરક્ષિત વાહન વ્યવહાર માટે પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા જંગલ કટિંગ અને ગેરુ ચુનાની સાથે રસ્તાના પેચવર્કની કામગીરી હાથ ધરાઇ
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લામાં વરસાદી સિઝન માં, માર્ગની બાજુમાં ઘાસનું નિદાંમણ, જંગલ કટિંગ અને ગેરુ ચુનાની કામગીરી, સુગમ્ય વાહન વ્યવહાર માટે રસ્તાના પેચવર્કની કામગીરી તેમજ માર્ગો ઉપર લટકતી વૃક્ષોની ડાળીઓને કારણે વાહન વ્યવહારમાં થતી અવરોધક પરિસ્થિતિ દૂર કરવા માટે પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના મુખ્ય મથક આહવાને જોડતા માર્ગો ઉપરાંત આંતરિક માર્ગો પર પણ હાલમાં માર્ગ અને મકાન વિભાગની વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં આહવા તાલુકા માં આહવા મેઇન રોડ થી હનવતચોંડ રોડ પર જંગલ કટિંગ અને…
Read Moreઅલિયાબાડા ગામે ₹૧૦ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના અલીયાબાડા ગામે ₹૧૦ કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં અત્યાધુનિક માર્ગ સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જામનગરને આધુનિક બનાવવા માટે વિકાસના અનેક કાર્યો થઈ રહ્યા છે. સરકારની સવલતોનો લાભ છેવાડાના માનવી સુધી પહોચી રહ્યો છે. ગામડાઓમાં પણ પાકા રોડ રસ્તાઓની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અલિયામાં રોડ તથા મેજરબ્રિજની સુવિધાથી આજુબાજુના ગામના લોકોને પણ ફાયદો થશે. તો રેલવે સ્ટેશન…
Read Moreગોધરા દાહોદ હાઈવે પંચેલા બાયપાસ રોડ પર ઓવરલોડ રેતી ભરેલ ડમ્પર પલટી
હિન્દ ન્યુઝ, દાહોદ પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા દાહોદ હાઈવે રોડ પર ઓવર લોડ રેતી ભરેલ ડમ્પર આજ રોજ રોડની સાઈડમાં પલટી જતા સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી પરંતુ ડ્રાઈવર ને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. છાશવારે આવા ઓવરલોડ રેતી ભરેલ ડમ્પરો બારીયા પીપલોદ રોડ પર પલટી મારતા હોય છે અને અકસ્માતો અવારનવાર થતા હોય છે ત્યારે આવા ભારે ઓવરલોડ રેતી માફીયાઓ સામે કોઈ જ નક્કર કાર્યવાહી થતી નથી અને આ રેતી માફીયાઓ રોડ પર પૂરઝડપે વાહનો હંકારતા હોય છે ત્યારે સામે આવતા નાના મોટા વાહન…
Read More