બોટાદ ગણેશ પંડાલોમાં રાજ્ય સરકાર દ્વારા પ્રકાશિત થતું માહિતીપ્રદ સાહિત્યનું વિતરણ કરાયું

હિન્દ ન્યુઝ, બોટાદ     તાજેતરમાં ગણપતિ મહોત્સવની ઉજવણી સંપન્ન થઈ. આ લોકોત્સવ દરમિયાન બોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા ગણેશ પંડાલોમાં વિશેષ જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે અન્વયે રાજ્ય સરકારના માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવતા વિવિધ યોજનાઓ અને કલ્યાણકારી કાર્યક્રમો અંગેનું માહિતીસભર સાહિત્ય નાગરિકોને વિતરણ કરવામાં આવ્યું હતું.    આ પ્રસંગે તમામ વયજૂથના નાગરિકોએ સાહિત્ય મેળવીને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ અને કાર્યક્રમો વિશે વધુ જાણવાની ઉત્સુકતા દર્શાવી હતી. નાગરિકોએ આવા પ્રયાસોની પ્રશંસા કરી અને બોટાદ જિલ્લા માહિતી કચેરીનો આભાર વ્યક્ત કર્યો હતો.

Read More

ભારે વરસાદના લીધે ક્ષતિગ્રસ્ત થયેલા કચ્છના રસ્તાઓને પૂર્વવત કરવાની યુદ્ધના ધોરણે થતી કામગીરી

હિન્દ ન્યુઝ, ભુજ      કચ્છ જિલ્લામાં પડેલા ભારે વરસાદના લીધે રસ્તાઓ વિવિધ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે. રાપર અને ભચાઉ તાલુકા સહિત કચ્છના વિવિધ રસ્તાઓને રિપેર કરીને વાહન વ્યવહાર પૂર્વવત કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.     કચ્છના સુરજબારી રોડ તથા રાપર તાલુકાના ગાગોદર રામપર વાંઢ રોડ ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત બન્યા હતાં. સમય રહેતા પાણી ઓસરી જતાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાને રિપેરીંગ કરવા માટે માર્ગ-મકાન વિભાગની ટીમો કામે લાગી છે. જેમાં ઝડપથી રોડ મોટરેબલ થાય…

Read More

સાર્વત્રિક વરસાદ બાદ અંજારના વિવિધ ગામોમાં સફાઈ અને ક્લોરિનેશનની કામરીગી પૂરજોશમાં 

હિન્દ ન્યુઝ, ભુજ,      કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ બાદ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ રોગચાળાના અટકાવ માટે તાલુકા પંચાયતો અને આરોગ્ય વિભાગ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોનાં નાગરિકોના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા જાળવી રાખવા નગરપાલિકા, પંચાયત તથા આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરના ઉપદ્રવ તથા પાણી અને જંતુજન્ય રોગચાળાને ફેલાતા અટકાવવા માટેની કામગીરી આરંભાઇ છે.      અંજાર તાલુકાના નાગલપર, સુગારીયા બોરસદ, બલોટ, દુધઈ, લોહારીયા તથા વીડી સહિતની ગ્રામ પંચાયતો તથા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ સ્થળો પર દવાનો છંટકાવ, પાણીના ક્લોરીનેશન તથા સાફ સફાઈની કામગીરી…

Read More

“સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન 

હિન્દ ન્યુઝ, કચ્છ      વડાપ્રધાનના “મન કી બાત” માં મેદસ્વિતાથી મુક્ત બની સ્વસ્થ રહેવાના આહવાનને ઝીલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન શરૂ કર્યુ. જે અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તા. ૧૭મી સપ્ટેમ્બરથી એક મહિના સુધી રોજ સવારે નિ:શુલ્ક યોગ અભ્યાસ, આહાર વિહારની સંપૂર્ણ માહિતી સાથે આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોના નિ:શુલ્ક બોડી ચેકઅપ અને નિષ્ણાંતો દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવશે.          આ અભિયાનનો ઉદ્દેશ્ય મેદસ્વિતામાંથી મુક્તિ, આરોગ્યપ્રદ યોગમય જીવનશૈલી અને સંતુલિત આહાર વિશે જાગૃતિ ફેલાવવાનો છે. આ અભિયાનના ભાગરૂપે વજન ઘટાડવા માટે તથા…

Read More

પ્રાકૃતિક ખેતીથી ચણા ઉગાડવાની રીત

હિન્દ ન્યુઝ, દાહોદ પ્રાકૃતિક ખેતી દ્વારા ઉગાડવામાં આવતાં ચણાનાં સ્વાદ અને પોષકતત્વોમાં વધારો થાય છે અને જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે            પ્રાકૃતિક ખેતીમાં ચણાનાં ઉછેરની પ્રક્રિયામાં રાસાયણિક ખાતરો કે જંતુનાશકોનો ઉપયોગ થતો નથી, પરંતુ તે જમીનની કુદરતી ફળદ્રુપતા અને જૈવિક સંસાધનો પર આધાર રાખે છે. ચણાની ખેતી માટે સૌ પ્રથમ તો ખેતરને સારી રીતે ખેડીને નરમ બનાવવામાં આવે છે, જેથી મૂળિયાંને વધવા માટે પૂરતી જગ્યા અને હવા મળી શકે. વાવણી પહેલાં ખેતરમાં ગાયનાં છાણનું ખાતર કે જીવામૃત ઉમેરવામાં આવે છે, જે જમીનમાં સુક્ષ્મસજીવોને સક્રિય…

Read More

ઈતિહાસનું સ્વર્ણિમ પૃષ્ઠ: ૧ સપ્ટેમ્બર: ટી.પી. સ્કીમમાં ગુજરાતની અપાર સફળતા

સુરતની પ્રેરણાદાયક પહેલ હિન્દ ન્યુઝ, સુરત    સુરતમાં બુલેટ ટ્રેન સ્ટેશન વિસ્તારના આયોજન માટે પ્રારંભિક ટી.પી. સ્કીમ નં ૬૧(કોસમાડા-છેડછા-ઓવિયાણ) ના નિર્ણયો માત્ર ૮ મહિનામાં જાહેર થયા.       દેશના મહત્વાકાંક્ષી ‘મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ’ પ્રોજેક્ટ અંતર્ગત સુરતમાં નિર્માણ પામતું બુલેટ ટ્રેન સ્ટેશન માત્ર ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ જ નહીં, પણ સમગ્ર શહેરી વિકાસના દ્રષ્ટિકોણથી પણ પરિવર્તનકારી બની રહ્યું છે. સુરત શહેરમાં ‘ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૬૧’ને માત્ર ૮ મહિનાના ટૂંકા ગાળામાં અવોર્ડ કરવામાં આવી છે, જે રાજ્યના સર્વાંગી વિકાસ વિઝનના દ્રઢ સંકલ્પ, ટેક્નોલોજીનો વિનિયોગ અને જનસહભાગિતાનું ઉત્તમ ઉદાહરણ છે.

Read More

રાજ્યના પ્રથમ ‘વનપાલ સ્મારક’ ખાતે વન તથા વન્યજીવોના સંરક્ષણ-સંવર્ધન દરમિયાન શહીદ થયેલા રાજ્યના 9 જેટલા વન શહીદોને ભાવપૂર્વક શ્રદ્ધાસુમન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘રાષ્ટ્રીય વન શહીદ દિવસ’ નિમિત્તે વનમંત્રી મુળુભાઈ બેરા તથા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સાથે ગાંધીનગરના વનચેતના કેન્દ્ર સ્થિત રાજ્યના પ્રથમ ‘વનપાલ સ્મારક’ ખાતે વન તથા વન્યજીવોના સંરક્ષણ-સંવર્ધન દરમિયાન શહીદ થયેલા રાજ્યના 9 જેટલા વન શહીદોને ભાવપૂર્વક શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. ઉલ્લેખનીય છે કે, વન અને વન્યજીવોના સંરક્ષણ તેમજ સંવર્ધન દરમિયાન ફરજ બજાવતા શહીદ થયેલા વન વિભાગના વનરક્ષક, વનપાલ, પરિક્ષેત્ર વન અધિકારીઓ અને અન્ય ફ્રન્ટ લાઇન વનકર્મીઓની શહાદતના સન્માનમાં કેન્દ્ર સરકાર દ્વારા 2013થી દર વર્ષે 11મી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય વન શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે.…

Read More

અદ્યતન ફોરેન્સિક સાધનો અને ઉપકરણો સાથેની મોબાઈલ ફોરેન્સિક વાનથી રાજ્યમાં ફોરેન્સિક સેવા વધુ સુલભ થશે અને ગુનાઓની વૈજ્ઞાનિક ઢબે ઝડપી અને અસરકારક તપાસ શક્ય બનશે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના જિલ્લાઓમાં ફાળવાયેલી 28 નવી અદ્યતન મોબાઈલ ફોરેન્સિક વાનને ગાંધીનગરથી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ફ્લેગ-ઓફ કરાવ્યું હતું.    ગુનાઓની ઝડપી અને અસરકારક તપાસમાં ફોરેન્સિક સેવાનો વ્યાપ વધ્યો છે ત્યારે અદ્યતન ફોરેન્સિક સાધનો અને ઉપકરણો સાથેની મોબાઈલ ફોરેન્સિક વાનથી રાજ્યમાં ફોરેન્સિક સેવા વધુ સુલભ થશે અને ગુનાઓની વૈજ્ઞાનિક ઢબે ઝડપી અને અસરકારક તપાસ શક્ય બનશે.    હાલમાં, ફોરેન્સિક તપાસ માટે 47 વાન છે તેમાં આ નવી 28 ફોરેન્સિક વાન ઉમેરાતા આ સંખ્યા વધીને 75 થશે, જેનાથી ગુજરાતની શાંતિ, સલામતી…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા રાજ્ય સરકાર દ્વારા સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલા વિસ્તારમાં રાહત સામગ્રી સહિતની સહાય પહોંચાડાઈ રહી છે; 18,000 રાશન કિટ પૂરગ્રસ્ત વિસ્તાર માટે રવાના કરાઈ વરસાદથી અસરગ્રસ્ત સરહદી તાલુકા વાવ, થરાદ, સુઈગામ અને ભાભર ખાતે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરીને તત્કાલ રાહત-બચાવ અને સહાય માટે કામગીરી કરી છે : મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તંત્ર દ્વારા 228 લોકોનું રેસ્ક્યૂ તથા 6867 વ્યક્તિઓનું સફળતાપૂર્વક ઝડપી સ્થળાંતર કરાયું : મંત્રી

Read More