ઈતિહાસનું સ્વર્ણિમ પૃષ્ઠ: ૧ સપ્ટેમ્બર: ટી.પી. સ્કીમમાં ગુજરાતની અપાર સફળતા

સુરતની પ્રેરણાદાયક પહેલ

હિન્દ ન્યુઝ, સુરત

   સુરતમાં બુલેટ ટ્રેન સ્ટેશન વિસ્તારના આયોજન માટે પ્રારંભિક ટી.પી. સ્કીમ નં ૬૧(કોસમાડા-છેડછા-ઓવિયાણ) ના નિર્ણયો માત્ર ૮ મહિનામાં જાહેર થયા.

      દેશના મહત્વાકાંક્ષી ‘મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ’ પ્રોજેક્ટ અંતર્ગત સુરતમાં નિર્માણ પામતું બુલેટ ટ્રેન સ્ટેશન માત્ર ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ જ નહીં, પણ સમગ્ર શહેરી વિકાસના દ્રષ્ટિકોણથી પણ પરિવર્તનકારી બની રહ્યું છે. સુરત શહેરમાં ‘ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૬૧’ને માત્ર ૮ મહિનાના ટૂંકા ગાળામાં અવોર્ડ કરવામાં આવી છે, જે રાજ્યના સર્વાંગી વિકાસ વિઝનના દ્રઢ સંકલ્પ, ટેક્નોલોજીનો વિનિયોગ અને જનસહભાગિતાનું ઉત્તમ ઉદાહરણ છે.

Related posts

Leave a Comment