હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ શહેરમાં ટ્રાફીક સમસ્યા અને લોકોની અવર જવર માટે ટુ-વ્હીલ તથા ફોર વ્હીલ વાહનોનો ઉત્તરોત્તર વધારો થવાના કારણે બોટાદ શહેરની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લેતા બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે તેમને મળેલી સત્તાની રૂએ નીચે મુજબના રસ્તા ઉપર વાહનોને પસાર થવાનો હુકમ ફરમાવ્યો છે. બોટાદ શહેરમાં રેલ્વે સ્ટેશન રોડ , અન્ડરબ્રિજ, સાળંગપુર રોડ તથા ટાવર રોડ પરથી પાળીયાદ તરફ જતાં વાહનોને ફક્ત સાળંગપુર ત્રણ રસ્તાથી ગોંડલ પાન પેલેસથી મસ્તરામ મંદિર – સતવારા બોર્ડીંગ થઇ કાબા રૂપાની વાડીથી વકીલ પેટ્રોલપંપ…
Read MoreMonth: August 2025
પ્રાકૃતિક ખેતી દ્વારા ઉગાડવામાં આવતાં ચણાનાં સ્વાદ અને પોષકતત્વોમાં વધારો થાય છે અને જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે
પ્રાકૃતિક ખેતીથી ચણા ઉગાડવાની રીત હિન્દ ન્યુઝ, બોટાદ પ્રાકૃતિક ખેતીમાં ચણાનાં ઉછેરની પ્રક્રિયામાં રાસાયણિક ખાતરો કે જંતુનાશકોનો ઉપયોગ થતો નથી, પરંતુ તે જમીનની કુદરતી ફળદ્રુપતા અને જૈવિક સંસાધનો પર આધાર રાખે છે. ચણાની ખેતી માટે સૌ પ્રથમ તો ખેતરને સારી રીતે ખેડીને નરમ બનાવવામાં આવે છે, જેથી મૂળિયાંને વધવા માટે પૂરતી જગ્યા અને હવા મળી શકે. વાવણી પહેલાં ખેતરમાં ગાયનાં છાણનું ખાતર કે જીવામૃત ઉમેરવામાં આવે છે, જે જમીનમાં સુક્ષ્મસજીવોને સક્રિય કરે છે અને છોડને કુદરતી પોષણ પૂરું પાડે છે. …
Read Moreપ્રાકૃતિક કૃષિના કેટલાંક વિશેષ પાસાઓ અંગે વિગતવાર જાણકારી મેળવીએ
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી ગુજરાતની સાથે ભાવનગરનો પ્રત્યેક ખેડૂત રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યાં છે ત્યારે પ્રાકૃતિક કૃષિના કેટલાંક વિશેષ પાસાઓ અંગે વિગતવાર જાણકારી મેળવીએ. આ પધ્ધતિ કુદરત, વિજ્ઞાન, અધ્યાત્મ તેમજ અહિંસા પર આધારિત શાશ્વત કૃષિ પધ્ધતિ છે. આ પધ્ધતિમાં તમારે રાસાયણિક ખાતર, છાણિયું ખાતર, જૈવિક ખાતર, અળસિયાનું ખાતર, તેમજ ઝેરી કીટનાશક, રાસાયણિક નીંદણનાશક દવાઓ, રાસાયણિક ફૂગનાશક દવાઓ નાખવાની નથી. ફક્ત એક દેશી ગાયની મદદથી તમે આ કૃષિ કરી શકો છો. જમીન પિયત કે બિનપિયત હોય. આ પધ્ધતિમાં ફક્ત…
Read Moreભાવનગર જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે અપ સ્કિલ ટ્રેનીંગ પ્રોગ્રામ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રાજયમાં રમતગમતના વિકાસ માટે શાળા કક્ષાએથી રમતનો વ્યાપ વધે તે માટે પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોને શિક્ષણ સાથે રમતગમતની તાલીમ આપવા ભાવનગર જિલ્લાની ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં “ઇન-સ્કૂલ” યોજના વર્ષ ૨૦૧૪-૧૫ થી કાર્યવાન્તિ કરવામાં આવેલ છે. જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ભાવનગર ખાતે તારીખ ૧૧ અને ૧૨ ઓગષ્ટ ૨૦૨૫ ના રોજ ઈન સ્કૂલ ટ્રેનર ડી.એલ.એસ.એસ. કોચીસ અને ટ્રેનર તથા ખેલો ઇન્ડિયા કોચીસની અપ સ્કીલ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રેનર અને કોચીસને વિવિધ રમતોનું અપડેશન સાથે…
Read Moreશ્રાવણ કૃષ્ણ ષષ્ઠી પર સોમનાથ મહાદેવને સુકામેવા શ્રૃંગાર કરાયો
હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રાવણ કૃષ્ણ ષષ્ઠી પર દેવાધિદેવ સોમનાથ મહાદેવને સુકામેવા શૃંગાર કરવામાં આવ્યો હતો. આ શૃંગાર ભક્તો માટે તપ અને ધીરજ નું મહત્વ દર્શાવવા માટે કરવામાં આવે છે. જે રીતે મૂલ્યવાન બનવા માટે ફળને સખત તડકા અને આકરા તાપનો સામનો કરવો પડે છે ત્યારે ધીરજ રાખ્યા બાદ એ ફળ માંથી સૂકોમેવો નીકળે છે, આ જ જીવનની પણ વાસ્તવિકતા છે જ્યાં સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિમાંથી પસાર થયા બાદ ધીરજ રાખનાર ભક્તને મહાદેવ તેના માટે સર્વોત્તમ ફળ આપે છે. જીવનમાં દુઃખમાં ધીરજ ન ગુમાવવાના સંદેશ સાથે આ શૃંગાર કરવામાં આવે છે.
Read Moreકૃષિમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ જામનગર ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 79મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.જેમાં રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી ઝીલી હતી. મંત્રીએ પોતાના ઉદબોધનમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને દેશ માટેના સમર્પણને યાદ કર્યા હતા અને દેશના વિકાસમાં સૌ નાગરિકોને સહભાગી થવા આહ્વાન કરતા જણાવ્યું હતું કે આ ભૂમિ જ્યાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, અને શ્યામજી કૃષ્ણ વર્મા જેવા મહાન લોકસેવકો અને ક્રાંતિકારીઓ જન્મ્યા, એ જ ગુજરાત આજે વિકાસની નવી…
Read Moreભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા અને નગરમાં 79 સ્વતંત્રતાં પર્વની એકતા અને દેશભક્તિ માહોલમાં શાનદાર ઉજવણી
હિન્દ ન્યુઝ, ભરૂચ જંબુસર તાલુકાના “નોંધણા “ગામે પ્રાથમિક મિશ્રા શાળા નાં બાળકો દ્વારા રાષ્ટ્ર ગીત સાથે તિરંગા યાત્રા ગામના દરેક ગલી મોહલ્લા ફરી ગાંમ પંચાયત ખાતે આવી હતી તલાટી વિજેન્દ્રભાઈ તલાટી કૃપાબેન સરપંચ દરિયા બેન ડેપ્યુટી સરપંચ ધર્મેન્દ્રભાઈ પટેલ ગામના વડીલો પ્રાથમિક શાળાના શિક્ષક ગણ શાળાના બાળકો હાજર રહ્યા હતા સરપંચ દરિયાબેન નાં કરકમલો દ્વારા ભારતમાતાને ધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી. બી બી પટેલ હાઇસ્કુલ નોંધણા ખાતે સ્કૂલના પ્રમુખ માજી સરપંચ કાર્ન્તી ભાઈ સનાભાઇ પટેલ ગામ ના વડીલો જયેશભાઈ વાલીઓ શિક્ષક ગણ સ્કૂલના વિદ્યાર્થી ઓ ની ઉપસ્થિતિમાં 79…
Read Moreગુજરાતને નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક – વડોદરાની સ્મૃતિ સિંહનું ઉમદા પ્રદર્શન…
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરાની યુવા તરણખોર સ્મૃતિ સિંહે બેંગલુરુમાં યોજાયેલી 41મી સબ-જુનિયર નેશનલ અક્વાટિક ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરી રાજ્યનું નામ રોશન કર્યું છે. 4×50 મીટર મેડલે રિલે સ્પર્ધામાં સ્મૃતિના બ્રેસ્ટસ્ટ્રોક તબક્કાનું પ્રદર્શન ખાસ નોંધપાત્ર રહ્યું, જેના કારણે ગુજરાતની ટીમે મહત્વની પ્રગતિ મેળવી અને કાંસ્ય પદક જીત્યું. આ ચેમ્પિયનશિપ 4 થી 5 ઑગસ્ટ 2025 દરમિયાન બસવનગુડી એક્વાટિક કોમ્પ્લેક્સ, બેંગલુરુ ખાતે યોજાઈ હતી, જેમાં દેશના 22 રાજ્યોએ ભાગ લીધો હતો. માત્ર 12 વર્ષની સ્મૃતિ સિંહ વડોદરાના સમા ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કોચ વિવેકસિંહ બોરલિયા અને કૃષ્ણ પંડ્યાના માર્ગદર્શન હેઠળ તાલીમ…
Read Moreબાગાયતી ખેતી કરતા ખેડૂતો જોગ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જીલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે સને ૨૦૨૫-૨૬ માં બાગાયત ખાતાની સરગવા ખેતી, આંબા અને જામફળ – ફળ પાક ઉત્પાદકતા, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતી, ડ્રેગન ફ્રુટ વાવેતર માટે સહાય જેવા વિવિધ ઘટકોને પ્રોત્સાહિત કરવાની યોજના માટે નવીન આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ (https://ikhedut.gujarat.gov.in) તારીખ ૧૮-૦૮-૨૦૨૫ થી તારીખ ૦૧-૦૯-૨૦૨૫ સુધી (દિન -૧૫) મુકવામાં આવેલ છે. નવીન આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ પર યુઝર મેન્યુઅલ મુજબ અરજી કરતા પહેલા ખેડૂતોએ મોબાઈલ નમ્બર દ્વારા રજીસ્ટ્રેશન કર્યા બાદ ઓનલાઈન અરજી કરી અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ…
Read Moreજિલ્લા કલેક્ટર એ ફરસાણ, મીઠાઈ તથા લાઈવ ગાંઠીયાનું વ્યાજબી ભાવે વેચાણ કરવા સૂચના આપી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે રાજકોટ શહેરના મધ્યમ / જરૂરિયાતમંદ વર્ગના લોકો તા. ૧૩ ઓગસ્ટથી તા. ૧૮ ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીના તહેવારોને કુટુંબીજનો સાથે આનંદ-ઉલ્લાસથી માણી શકે, તે હેતુસર ફરસાણ, મીઠાઈ તથા લાઈવ ગાંઠીયાનું વ્યાજબી ભાવે વેચાણ કરવા સૂચના આપી છે. જેને અનુલક્ષીને કલેક્ટર કચેરીમાં પુરવઠા શાખા ખાતે ગત તા. ૧૧ ઓગસ્ટના રોજ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અજયભાઈ ઝાપડાની અધ્યક્ષતામાં ફરસાણના વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચર્ચા-વિચારણા બાદ સર્વસમંતિથી ફરસાણ અને મીઠાઈ તેલના પ્રકાર પ્રમાણે પ્રવર્તમાન બજાર ભાવ કરતા અંદાજીત ૧૦% જેટલા નીચા ભાવે…
Read More