શ્રાવણ કૃષ્ણ ષષ્ઠી પર સોમનાથ મહાદેવને સુકામેવા શ્રૃંગાર કરાયો

હિન્દ ન્યુઝ, સોમનાથ

     શ્રાવણ કૃષ્ણ ષષ્ઠી પર દેવાધિદેવ સોમનાથ મહાદેવને સુકામેવા શૃંગાર કરવામાં આવ્યો હતો. આ શૃંગાર ભક્તો માટે તપ અને ધીરજ નું મહત્વ દર્શાવવા માટે કરવામાં આવે છે. જે રીતે મૂલ્યવાન બનવા માટે ફળને સખત તડકા અને આકરા તાપનો સામનો કરવો પડે છે ત્યારે ધીરજ રાખ્યા બાદ એ ફળ માંથી સૂકોમેવો નીકળે છે, આ જ જીવનની પણ વાસ્તવિકતા છે જ્યાં સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિમાંથી પસાર થયા બાદ ધીરજ રાખનાર ભક્તને મહાદેવ તેના માટે સર્વોત્તમ ફળ આપે છે. જીવનમાં દુઃખમાં ધીરજ ન ગુમાવવાના સંદેશ સાથે આ શૃંગાર કરવામાં આવે છે.

Related posts

Leave a Comment