હિન્દ ન્યુઝ, આણંદ શિક્ષણમાં જન સમુદાયની ભાગીદારી વધારવા શાળા વ્યવસ્થાપન સમિતિ(SMC)ના કાર્યો બાબતે નાગરીકો પાસેથી સૂચનો મંગાવવાનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘રાઈટ ટુ એજ્યુકેશન’-RTE ની જોગવાઇ મુજબ SMCની રચના કરવામાં આવે છે. શાળા વ્યવસ્થાપન સમિતિનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણમાં જન સમુદાયની ભાગીદારી વધારવાનો છે. દરેક સરકારી શાળામાં આ સમિતિની રચના કરવી ફરજિયાત છે. તેનો હેતુ શાળાના સંચાલનને વધુ પારદર્શક અને જવાબદેહ બનાવવાનો છે, જેથી બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે. આ સમિતિઓની દર બે વર્ષે પુનઃરચના કરવામાં આવતી હોય છે. શાળા વ્યવસ્થાપન…
Read MoreMonth: August 2025
વડોદરામાં તા.૨૭ ઓગસ્ટ થી વાયુસેનામાં અગ્નિવીરની ભરતી પ્રક્રિયા યોજાશે
હિન્દ ન્યુઝ, આણંદ ભારતીય વાયુસેના દ્વારા ગુજરાત રાજ્ય તથા બે કેન્દ્રશાસિત પ્રદેશના અપરણીત પુરુષ અને મહિલા ઉમેદવારો માટે અગ્નિવીર વાયુની ઓપન ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી રેલી વડોદરાના દરજીપુરા એરફોર્સ સ્ટેશન ખાતે યોજાશે. ભરતી રેલી તા.૨૭ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ સવારે પાંચ વાગ્યાથી શરૂ થશે. જેમાં ૨૭ થી ૨૮ ઓગસ્ટ દરમિયાન અપરણીત પુરુષ ઉમેદવારોની તેમજ ૩૦ અને ૩૧ ઓગસ્ટ દરમિયાન અપરણીત મહિલા ઉમેદવારોની ભરતી પ્રક્રિયા યોજાશે. આ ભરતી માટે ઉમેદવાર અપરણીત હોવો જરૂરી છે તથા તેમનો જન્મ ૧ જાન્યુઆરી ૨૦૦૫ થી…
Read Moreભાવનગરમાં યુનિવર્સિટી કેમ્પસ ખાતે ગુરૂવારે ભરતી મેળાનું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર તા.૨૧મી ઓગસ્ટ,૨૦૨૫ને ગુરુવારના રોજ સવારના ૧૦:૩૦ કલાકે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ, લાઈબ્રેરી સામે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૨ એકમમાં ગુણવત્તા એક્ઝિક્યુટિવ, ક્વોલીટી કટ્રોલ, માર્કેટિંગ, આઈ.ટી વિભાગ, સિનિયર એન્જીનીંયર, સેલ્સ એક્ઝિક્યુટિવ જગ્યા ભરવાની છે. જેમાં બી.એસ.સી કેમેસ્ટ્રી/ માઈક્રો બાયોલોજીકલ, એમ.સે.સી કેમેસ્ટ્રી/માઈક્રો બાયોલોજી, એમ.એસ.સી કોમ્યુટર/આઈ.ટી, એમ.બી.એ, એમ.સી.એ, બી.ઈ ઈલેક્ટ્રીકલ, અને પોસ્ટ ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાચ્છુઓને ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની નકલો સાથે સ્વખર્ચે ઉપસ્થિત…
Read Moreભાવનગરની શ્રીમતી વી. પી. કાપડિયા મહિલા આર્ટસ કોલેજ ખાતે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત વ્યાખ્યાન યોજાયું
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરની શ્રીમતી વી. પી. કાપડિયા મહિલા આર્ટસ કોલેજ ખાતે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. શ્રીમતી વી. પી. કાપડિયા મહિલા આર્ટસ કોલેજના એન. એસ. એસ. વિભાગ દ્વારા નશા મુક્તિ અંગે શું કરી શકાય અને વિદ્યાર્થી અવસ્થામાં લોક જાગૃતિ લાવવા કેવા પગલાં લેવા તેના માટે માસૂમ એનજીઓમાંથી શ્રી દર્શન પાઠક વક્તા તરીકે ઉપસ્થિત રહીને પોતાનું વક્તવ્ય આપ્યું હતું. દર્શનભાઈએ જણાવ્યું હતું કે આજે દેશ અને દુનિયામાં નશો કરનારા લોકો વધી રહ્યા છે તેમજ નશા દ્વારા વિવિધ જીવલેણ રોગોનો સામનો કરી રહ્યા છે આથી…
Read Moreઆગામી દિવસોમાં તહેવારોને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામું બહાર પડાયું
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી ઓગસ્ટ અને સપ્ટેમ્બર-ર૦ર૫ ના માસ દરમ્યાન તા.૨૨-૨૩/૦૮/૨૦૨૫ ના ભાદરવી અમાસ મેળા, તા. ૨૪/૦૮/૨૦૨૫ ના રામદેવપીર નવરાત્રિ પ્રારંભ, તા.૨૭/૦૮/૨૦૨૫ થી તા.૦૫/૦૯/૨૦૨૫ શ્રી ગણપતિ ઉત્સવ, તા. ૨૦/૦૮/ર૦ર૫ થી તા.૨૮/૦૮/૨૦૨૫ ના જૈન પર્યુષણ, તા. ૨૮/૦૮/૨૦૨૫ ના જૈન સંવત્સરી, તા. ૨૯/૦૮/૨૦૨૫ ના બલરામ જયંતિ, તા. ૦૭/૦૯/૨૦૨૫ થી મહાલય શ્રાધ્ધ પ્રારંભ, તા. ૦૯/૦૯/૨૦૨૫ ના અંબાજી મેળો તથા તા.૧૮/૦૯/૨૦૨૫ ના રોજ રેંટિયા બારશ વગેરે તહેવારો ઉજવનારા છે. આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમિયાન સુલેહ-શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીનાં પગલાં લેવા અનિવાર્ય…
Read Moreશ્રાવણ કૃષ્ણ દશમી પર સોમનાથ મહાદેવને બોરસલ્લી શૃંગાર કરાયો
હિન્દ ન્યુઝ, સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને શ્રાવણ કૃષ્ણ દશમી અને શ્રાવણના અંતિમ સોમવારના પવિત્ર દિવસે વિશિષ્ટ બોરસલી શૃંગાર કરવામાં આવ્યો હતો. હિન્દુ ધર્મમાં બોરસલ્લી વૃક્ષનું વિશેષ મહત્વ વર્ણવવામાં આવ્યું છે. બોરસલ્લી શિવજીના સદ ચિત આનંદ અને શાંતિ અને નિર્મોહનું પ્રતીક છે. બોરસલ્લી વનસ્પતિનો ઉપયોગ ધાર્મિક અને આધ્યાત્મિક અનુષ્ઠાનોમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. શિવલિંગ પર બોરસલ્લીના શ્રૃંગારના દર્શનથી ભક્તો સકારાત્મકતા અને શાંતિ પ્રાપ્ત કરે છે. આજરોજ ભક્તિમય વાતાવરણમાં ભક્તો દ્વારા 72 ધ્વજાપૂજન, 61 સોમેશ્વર મહાપૂજન,599 રૂદ્રાભિષેક પાઠ કરવામા આવેલ. સાંજે 07…
Read Moreકાલાવડ તાલુકા ભરવાડ સમાજના પ્રમુખનાં એડવોકેટ પુત્ર ટપુભાઈ ટોયટાનો આજે જન્મદિવસ
હિન્દ ન્યુઝ, કાલાવડ નિકાવા ગામના રહીશ કાલાવડ તાલુકા ભરવાડ સમાજના પ્રમુખ ભોજાભાઈ વી. ટોયટાના એડવોકેટ પુત્ર ટપુભાઈ ટોયટા નો આજે જન્મદિવસ છે. નિકાવા ગામે સંયુક્ત પરિવારમાં ટપુભાઈ નો ઉછેર થયો છે અને આજે પણ તેમના દાદા વિસાભાઈ ઘુસાભાઈ ટોયટાના છત્રછાંયામા રહે છે. દાદી સ્વ.બાલુમાં નો લાડકવાયો ટપુ આજે દાદા વિસાબાપા, ભોજાભાઈ વિસાભાઈ (પપ્પા), અલ્પાબેન ભોજાભાઈ (માતા), દિનેશભાઈ વિસાભાઈ (કાકા), સોનલબેન દિનેશભાઈ (કાકી), રૂષિકાબેન ટપુભાઈ (પત્ની), સતિષભાઈ દિનેશભાઈ (નાનો ભાઈ), તેજલબેન સતિષભાઈ (નાના વહુ), વંશ્રીબેન ભોજાભાઈ (નાની બહેન), જયભાઈ દિનેશભાઈ (નાનો ભાઈ) સાથે પરિવારના કુલ અગીયાર સભ્યો સાથે આજના…
Read Moreલીમખેડા તાલુકા ખાતે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ નું આયોજન
હિન્દ ન્યુઝ, દાહોદ શ્રાવણ મહિના ના પવિત્ર દિવસે પાણીયા મુકામે પ્રભાતસિંહ ના નિવાસ સ્થાને પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં લીમખેડા તાલુકા ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજન અમૃતભાઈ પ્રજાપતિ લીમખેડા તાલુકાના સંયોજક હિંમતભાઈ બારીયા, અશોકભાઈ, ગોવિંદભાઈ પટેલ, રૂપસિંહભાઇ, ઝવેરભાઈ વગેરે ટોળી દ્વારા પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન કરાવવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પરિજનભાઈઓ બહેનો યુવાનો અને સ્નેહીજનોએ ખૂબ ભક્તિ ભાવપૂર્ણ અને ઉત્સાહથી ભાગ લીધો તેમજ ગાયત્રી મંત્ર ની તેમજ મહામૃત્યુંજય મંત્ર ની આહુતિ આપવામાં આવી. ટોલી નાયક અમૃતભાઈ દ્વારા પરમ પૂજ્ય ગુરુદેવનો સંદેશ પણ આપવામાં આવ્યો અને…
Read Moreશ્રાવણ કૃષ્ણ નવમી પર સોમનાથ મહાદેવને “તલ નો શ્રૃંગાર” કરાયો
હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રાવણ કૃષ્ણ નવમી પર સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગ પર સફેદ તલ વડે શૃંગાર કરવામાં આવ્યો છે. હિન્દુ ધર્મમાં તલને સૌથી પવિત્ર અન્ન માનવામાં આવે છે. એટલે જ યજ્ઞ તેમજ ધાર્મિક વિધિમાં તલનો ઉપયોગ કરવામાં આવે છે. સફેદ તલ શુદ્ધતા અને સકારાત્મક ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. સોમનાથ મહાદેવના તલ શૃંગાર દ્વારા ભક્તો શિવજીને તેમના જીવનમાંથી નકારાત્મકતા દૂર કરવા અને શુદ્ધતા પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરે છે. માન્યતા છે કે આ શૃંગારના દર્શન કરવાથી ભક્તોના પાપોનું શમન થાય છે અને તેઓ જીવનમાં સુખ-શાંતિ પ્રાપ્ત કરે છે.
Read Moreપદયાત્રી સંઘો અંબાજી મંદિરની વેબસાઇટ મારફત ઓનલાઇન નોંધણી કરાવી શકશે
હિન્દ ન્યુઝ, બનાસકાંઠા ભાદરવી પૂનમ મહામેળો–૨૦૨૫ પદયાત્રી સંઘોની સરળ અને પારદર્શક નોધણી માટે અદ્યતન પોર્ટલ: સંઘોની મંજૂરી તથા વાહન પાસ સહિત વિશેષ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવાશે ચાલુ વર્ષે પદયાત્રી સંઘોની નોધણી પ્રક્રિયા અંબાજી મંદિરની ઓફિશિયલ વેબસાઈટ https://ambajitemple.in/bhadarvi-poonam પરથી કરી શકાશે.
Read More