હિન્દ ન્યુઝ, આણંદ પીએમ શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણમાં વર્ષ ૨૦૨૬-૨૭ માં ધોરણ ૦૬ માં પ્રવેશ મેળવવા માટે હાલ ધોરણ ૦૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આવેદન કરી શકે છે, તે માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે તે મુજબ હવે તા.૧૩-૦૮- ૨૦૨૫ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. જે અન્વયે આણંદ જિલ્લામાં ધોરણ પાંચ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના હજુ પણ ફોર્મ ભરવાના બાકી હોય તો તા. ૧૩ મી ઓગસ્ટ સુધીમા ફોર્મ ભરી છેલ્લી તારીખ પૂર્ણ થયા બાદ બે દિવસ સુધી ઓનલાઇન અરજી માં GENDER, CATEGORY…
Read MoreDay: July 31, 2025
ઓડ અને સાવલી નગરપાલિકા વિસ્તારમાં માર્ગ દુરસ્તીકરણનું નિરીક્ષણ કરતા પ્રાદેશિક નગરપાલિકા નિયામક
હિન્દ ન્યુઝ, આણંદ પ્રાદેશિક નગરપાલિકા નિયામક-વડોદરા ઝોન હસ્તકના ૬ જિલ્લાની ૨૫ નગરપાલિકામાં હાલ ચોમાસાના કારણે રોડ-રસ્તાને થયેલ નુકસાન તથા ખાડાના રિપેરીંગની કામગીરી રાત દિવસ સઘન રીતે યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જેનું ઉચ્ચ અધિકારી દ્વારા સઘન રીતે દેખરેખ રાખવામાં આવી રહ્યું છે, ત્યારે માર્ગ મરામતની કામગીરી સત્વરે અને ઉચ્ચ ગુણવત્તા યુક્ત થાય તે દેખરેખ રાખવામાં આવી રહી છે. બુધવારે ઓડ નગરપાલિકા ખાતે પ્રાદેશિક કમિશ્નરશ્રી સુરભિ ગૌતમ, અધિક કલેક્ટરશ્રી મેહુલ પંડ્યા, કાર્યપાલક ઈજનેર અમિત પટેલ, સંબંધિત ચીફ ઓફિસર તેમજ કર્મચારીઓની ટેકનિકલ ટીમ દ્વારા નગરપાલિકાના કામોનું સ્થળ નિરીક્ષણ કરવામાં…
Read Moreવેરાવળમાં તાલુકા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા યોજાશે
હિન્દ ન્યુઝ, વેરાવળ રમત ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા તા.૦૫ તથા તા. ૦૬ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ શ્રી સરસ્વતી વિદ્યાલય, વેરાવળ ખાતે સવારે ૦૯:૦૦ કલાકે તાલુકા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા યોજાશે. આ કલા મહાકુંભ સ્પર્ધામાં પાંચ ઓગસ્ટે (૧) વકતૃત્વ (૨) નિબંધ લેખન (૩) ચિત્રકલા (૪) ભરતનાટ્યમ (૫) એકપાત્રીય અભિનય (૬) લોકનૃત્ય (૭) રાસ (૮) ગરબા (૯) લોકગીત / ભજન (૧૦) તબલા (૧૧) હાર્મોનિયમની સ્પર્ધા યોજાશે. જેનો રીપોર્ટીંગ સમય સવારે ૦૯:૦૦…
Read Moreઆગામી તા.૨૮ ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ મુખ્યમંત્રી દ્વારા નાગરિકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ‘સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ’ કાર્યક્રમ યોજવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લામાં તા.૨૮ ઓગસ્ટ ૨૦૨૫ એટલે કે ચોથા ગુરુવારે સવારે ૧૧ કલાકે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ઈણાજ, જિલ્લા સેવા સદન ખાતે યોજાશે. જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય અને સંબંધિત ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહી અરજદારોના પ્રશ્નો સાંભળશે. જિલ્લાકક્ષાએ નિકાલ કરવાપાત્ર હોય તેવા પડતર પ્રશ્નો કલેક્ટર કચેરી, ગીર સોમનાથ જિલ્લો, વેરાવળ-તાલાલા રોડ, ઈણાજ વેરાવળ ખાતે સીધા પણ રજૂ કરી શકશે. નાગરિકોએ જિલ્લા સ્વાગતમાં ઓનલાઇન અરજી અંગ્રેજી માસની તા.૧ થી તા.૧૦…
Read Moreઆગામી તા.૨૬ ઓગસ્ટના રોજ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ”સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ”ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ”તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” યોજવાનું સૂચન કર્યું છે. જે અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં તાલુકા કક્ષાનો ”તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” તાલુકા કક્ષાના પ્રશ્નો બાબતે મામલતદાર કચેરી ખાતે આગામી તારીખ ૨૬/૦૮/૨૦૨૫ (મંગળવાર) ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે યોજાશે. જે પ્રશ્ન, રજૂઆતનો નિકાલ તાલુકાકક્ષાએ થતો હોય તે અરજી તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમ માટે કરવી. જેમાં…
Read Moreગીર સોમનાથ જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને ઈમારતની સ્થિતિ અંગે સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી પરસોત્તમભાઈ સોલંકી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના તમામ જિલ્લાઓમાં ક્ષતિગ્રસ્ત રોડ રસ્તાઓના સમારકામનું સતત મોનિટરિંગ કરી યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં આવેલા પુલ, રોડ-રસ્તા અને ઇમારતની સ્થિતિ અંગે ઉના પ્રાંત કચેરી ખાતે પ્રભારી મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ સમીક્ષા બેઠકમાં મંત્રીએ જિલ્લામાં કરવામાં આવેલા કાર્ય અંગે વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ પાસેથી વિવિધ રોડ-રસ્તા અને ઇમારતની સ્થિતિ અંગે વિગતવાર ચિતાર મેળવ્યો હતો. મંત્રીએ જણાવ્યું હતું કે, સ્થાનિક તંત્રના વિવિધ વિભાગોના તમામ અધિકારીઓ એકબીજા સાથે પરસ્પર…
Read Moreશ્રાવણ શુક્લ સપ્તમીએ આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને પીળા પુષ્પોથી અલંકૃત કરાયા
હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રાવણ શુક્લ સપ્તમીના પાવન અવસરે આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને પીળા પુષ્પોથી અલંકૃત કરાવામા આવ્યા હતા. જાણે મહાદેવ પોતે જ કુદરતના ઉજાસના મધુર રંગોથી ભક્તોને આનંદ સ્વરૂપ દર્શન આપી રહ્યા છે. પણ આજે વિશેષ શૃંગારમાં પીળા પુષ્પો જ કેમ? કારણ કે પીળો રંગ પ્રકાશનું પ્રતિક છે. પીળો રંગ એ સૂર્યનો, જ્ઞાનનો, વિવેકનો અને આધ્યાત્મિક ઉન્નતિનો પ્રતિક છે. શિવ ભક્તિ અંધકારનો અંત લાવે છે અને પીળો રંગ એ દિવ્ય પ્રકાશનું સંકેત છે જે આપણને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઇ જાય છે. કેહવાય છે કે જે ભક્ત…
Read Moreજામનગરમાં સરકારી બાંધકામોની સલામતી સુનિશ્ચિત કરવા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લામાં આવેલા તમામ સરકારી બાંધકામોની સલામતી અને સુરક્ષા અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સલામતી બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું અને લોકોની સુખાકારી, સલામતી અને સુરક્ષાને પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો હતો. કલેક્ટરએ બેઠકમાં સ્ટ્રક્ચરલ સેફ્ટી અને પબ્લિક સેફ્ટી એમ બે મુખ્ય વિભાગોમાં કામગીરીની સમીક્ષા કરી હતી.જેમાં તેમણે જણાવ્યું કે આપત્તિ નિવારણનું પ્રથમ ધ્યેય માનવ જીવનને બચાવવાનું છે. આ માટે સંબંધિત વિભાગોએ સુરક્ષિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવું જોઈએ જેથી માનવ જિંદગી જોખમાય નહીં. કોઈપણ પ્રોજેક્ટ…
Read Moreજામનગર જિલ્લા પંચાયત ખાતે PCPNDT એકટની સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
જામનગર જામનગર જિલ્લા પંચાયત, આરોગ્ય શાખા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નુપુર કુમારી પ્રસાદના અધ્યક્ષ સ્થાને પી.સી. એન્ડ પીએનડીટી એકટ અન્વયે સલાહકાર સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં હોસ્પીટલોને રીન્યુઅલ તેમજ નવા રજીસ્ટ્રેશન આપવાની મંજુરી આપવામાં આવી હતી. સમિતિએ ઓથોરીટી દ્વારા કરવામાં આવેલ ક્લિનિક ઇન્સ્પેકશનનો રીવ્યુ કર્યો હતો. તેમજ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ પી.સી. અને પી.એન.ડી.ટી. એક્ટનો ભંગ થતો હોવાનું ધ્યાને આવશે તો કડક પગલાં ભરવામાં આવશે તે માટે તથા જુના કોર્ટ કેસ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં તાલુકા હેલ્થ ઓફિસરો તેમજ સમિતિના સભ્યો હાજર રહ્યા…
Read Moreએશિયાની સૌથી મોટી કાયાકિંગ સ્પર્ધામાં ગુજરાતનું ગૌરવભર્યુ પ્રદર્શન
હિન્દ ન્યુઝ, જામનગર જામનગરના યુવક નચિકેતા ગુપ્તા મલબાર રિવર ફેસ્ટિવલ-૨૦૨૫માં ભાગ લેનારા ગુજરાતના એક માત્ર પ્રતિસ્પર્ધી જેઓ સેમિફાઈનલ સુધી પહોચ્યા અલબેલાં સાહસ અને પ્રવાહી સંઘર્ષ વચ્ચે જામનગર જીલ્લાના નચિકેતા ગુપ્તાએ મલબાર રિવર ફેસ્ટિવલ 2025માં ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. એશિયાની સૌથી મોટી વ્હાઇટ વોટર કાયાકિંગ સ્પર્ધા તરીકે ઓળખાતી આ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં નચિકેતા ગુપ્તા જેઓએ ગુજરાતમાંથી ભાગ લેનારા એકમાત્ર પ્રતિસ્પર્ધી તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. તેમણે સેમિફાઇનલ સુધી પહોંચીને સૌપ્રથમ વખત ગુજરાતનું નામ મલબારના તીવ્ર પ્રવાહોમાં ગૂંજાવ્યું છે. નચિકેતા ગુપ્તા જામનગર સિંચાઈ વિભાગમાં આસિસ્ટન્ટ એન્જિનિયર…
Read More