જામનગર જિલ્લા પંચાયત ખાતે PCPNDT એકટની સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

જામનગર

    જામનગર જિલ્લા પંચાયત, આરોગ્ય શાખા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નુપુર કુમારી પ્રસાદના અધ્યક્ષ સ્થાને પી.સી. એન્ડ પીએનડીટી એકટ અન્વયે સલાહકાર સમિતિની બેઠક યોજવામાં આવી હતી. 

આ બેઠકમાં હોસ્પીટલોને રીન્યુઅલ તેમજ નવા રજીસ્ટ્રેશન આપવાની મંજુરી આપવામાં આવી હતી. સમિતિએ ઓથોરીટી દ્વારા કરવામાં આવેલ ક્લિનિક ઇન્સ્પેકશનનો રીવ્યુ કર્યો હતો. તેમજ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ પી.સી. અને પી.એન.ડી.ટી. એક્ટનો ભંગ થતો હોવાનું ધ્યાને આવશે તો કડક પગલાં ભરવામાં આવશે તે માટે તથા જુના કોર્ટ કેસ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. 

બેઠકમાં તાલુકા હેલ્થ ઓફિસરો તેમજ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.

પારૂલ, વિરેન્દ્વસિંહ

Related posts

Leave a Comment