હિન્દ ન્યુઝ , જામનગર જામનગર જિલ્લામાં રોડ અકસ્માતો કે કોઈ દુર્ઘટના ન સર્જાય તે હેતુથી એક સપ્તાહ દરમિયાન ખાસ ઝુંબેશના ભાગરૂપે જિલ્લાના વિવિધ પુલો તથા બાંધકામની ચકાસણી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે ધ્રોલ તાલુકાના સોયલ પાસે આવેલા ૨ મેજર બ્રિજનું રૂબરૂમાં જઈ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. અને પુલોનું સ્ટ્રક્ચર તથા સલામતી જળવાઈ રહે તથા કોઈ અણબનાવ ન બને તે મુજબ યોગ્ય કામગીરી અને તપાસ કરવા લગત અધિકારીઓને સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ…
Read MoreMonth: July 2025
પાદરા પીઆઇનો ફોન આવ્યો અને પીએસઆઇ ગઢવી સૌ પ્રથમ પહોંચ્યા બ્રિજ દુર્ઘટના સ્થળે
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરાના પાદરા તાલુકાના મુજપુર ગામ નજીક મહિસાગર નદી ઉપરના પૂલ તૂટી પડવાની ઘટનામાં સ્થાનિક પોલીસની તત્કાલ કાર્યવાહીના કારણે પાંચ લોકોના જીવ બચી ગયા છે. આવી ગંભીર આપત્તિના સમયે પાદરા પોલીસની સમય સૂચક્તા અને સ્વની પરવાહ કર્યા વિના કરેલી કામગીરીની નોંધ લેવી ઘટે ! થયેલું એવું કે, પાદરા પોલીસ મથકના મોટા ભાગના પોલીસકર્મીઓને તા. ૮ના રોજ નાઇટ ડ્યુટી હતી. સામાન્ય રીતે નાઇટ ડ્યુટી હોય ત્યારે બીજા દિવસે સેકન્ડ શિફ્ટમાં કામ થતું હોય છે. પણ તા. ૯ના રોજ પાદરા તાલુકા પોલીસ મથકમાં પાછલા…
Read Moreવડોદરા બ્રિજ દુર્ઘટના અપડેટ
હિન્દ ન્યુઝ, વડોદરા ૦ વડોદરા બ્રિજ દુર્ઘટનાના ચોથા દિવસે પણ હતભાગીઓને શોધવા માટે વિવિધ એજન્સીઓ દ્વારા ઓપરેશન વહેલી સવારથીજ શરૂ કરી દેવામાં આવ્યું હતું. ૦ આ દુર્ઘટનામાં અત્યારસુધી 20 વ્યક્તિઓના મૃત્યુ થયા છે જ્યારે હજી એક વ્યક્તિની શોધખોળ શરૂ છે. ૦ નરસિંહપૂરા ગામના 22 વર્ષીય વિક્રમ નામના યુવાનની શોધ ખોળ જારી છે. આ વ્યક્તિ ખાનગી કંપનીમાં નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. ૦ આ ઘટના બની છે તે મુજપુર પાસેથી મહી નદીના પ્રવાહની સ્થિતિ એવી છે કે તે બન્ને દિશામાં વહે છે. ભરતીના સમયે પાણીનો પ્રવાહ વહેરા ખાડી તરફ જાય…
Read Moreવડોદરા માં યોજાયેલ કાર્ય
હિન્દ ન્યુઝ,વડોદરા મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટના પીડિતોને વિના વિલંબે આજે કુલ રૂ. 62 લાખની આર્થિક સહાય ચૂકવાઈ મૃતકોના પરિવારોને 4 લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય ચૂકવાઈ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં રોજગાર મેળાનું આયોજન વડોદરામાં લગભગ 63 નવા ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ, જેમાંથી મહત્તમ 51 ઉમેદવારો રેલવેના આ રોજગાર મેળામાં બિહાર અને યુપીના બે દિવ્યાંગ ઉમેદવારને મળી રોજગારની તક પ્રધાનમંત્રી રોજગાર મેળા અંતર્ગત 51,000 થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ
Read Moreઅબડાસાના વિંઝાણ વિસ્તારના ક્ષતિગ્રસ્ત કોઝવેને રીપેર કરીને વાહન વ્યવહાર પૂર્વવત કરાયો
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓને રીપેર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ખાસ કરીને જ્યાં જ્યાં પાણીના પ્રવાહના લીધે રસ્તાઓ કે કોઝવે ક્ષતિગ્રસ્ત થયા છે તેને પ્રાથમિકતા આપીને કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છમાં શહેરી રસ્તાઓ સાથે ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તાઓ પણ યુદ્ધના ધોરણે રીપેર થાય તેને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. વરસાદ બાદ અબડાસા તાલુકાના વિંઝાણ વાડી વિસ્તારનો કોઝવે પાણીના ઓવરટોપિગના લીધે ક્ષતિગ્રસ્ત થયો હતો. આ કોઝવે ઉપરથી પાણી પસાર થતું હોય તેને બંધ કરવાની ફરજ પડી હતી.…
Read Moreમહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેબને ભાવાંજલિ અર્પી
હિન્દ ન્યુઝ, વડોદરા ભારત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-૨ ખાતે યોજાયેલી ઝોનલ કોન્ફરન્સમાં સહભાગી થવા આવ્યા હતા. મંત્રીશ્રી કોન્ફરન્સ બાદ સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આદરભાવ સાથે મુલાકાતે પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આવી પહોંચતા SoU ના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, જિલ્લા કલેકટર એસ.કે.મોદી, પ્રાયોજના વહીવટદાર ડૉ. અંચુ વિલ્સન અને SoU ના અધિક કલેક્ટર ગોપાલ બામણીયાએ સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મંત્રીએ પ્રદર્શની કક્ષમાં…
Read Moreકલેક્ટર યોગેશ નિરગુડેએ દાહોદ તાલુકાના બોર્ડર વિલેજના જૂનાપાણી ગામ ખાતે સરકારની મંજૂર થયેલ નવીન દૂધઘર તેમજ ગોડાઉન બાંધકામ કામગીરીની રૂબરૂ મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, દાહોદ કલેકટર યોગેશ નિરગુડે તેમજ નાયબ પશુપાલન નિયામક, દ્વારા દાહોદ તાલુકાના બોર્ડર વિલેજના જૂનાપાણી ગામ ખાતે સરકાર માંથી મંજૂર થયેલ નવીન દૂધઘર તેમજ ગોડાઉન બાંધકામ કામગીરીની રૂબરૂ મુલાકાત લીધી હતી. વધુમાં પ્રાયોજના વહીવટદારની કચેરી મારફતે મંજૂર થયેલ સીમાંત ખેડૂતો માટે બકરા એકમ સહાય (૪+૧)ના લાભાર્થીઓ જોડે રૂબરૂ મુલાકાત કરી યોજના દ્વારા થયેલ લાભો વિશે માહિતી મેળવી હતી. તદુપરાંત પ્રાયોજના વિસ્તારમાં આવેલ ગ્રામ્ય સ્તરીય ડેરી કો-ઓપરેટીવ ક્ષમતા નિર્માણના ભાગરૂપે ચાફકટર સહાય આપવાની યોજના અંતર્ગત ચાફકટર તેમજ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ ખાતે ગ્રાસ કટર મશીન…
Read Moreદાહોદ તાલુકાના કોટડા ખુર્દ ખાતે દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડે નિક્ષય મિત્ર બનીને ટીબીના દર્દીઓને પોષણ કીટનું કર્યું વિતરણ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ તાલુકાના ટાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ્માન આરોગ્ય મંદિર કોટડા ખુર્દ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જીલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે નિક્ષય મિત્ર બનીને કુલ 15 ટીબીના દર્દીઓને પોષણ કીટ આપીને પોતાનું યોગદાન આપ્યું હતું કલેકટર દ્વારા કહેવામાં આવ્યું કે, જયારે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય ત્યારે આવી બધી બીમારી થાય છે તમને પોષણ કીટ આપવામાં આવી તેનો યોગ્ય ઉપયોગ કરવો શરીરમાં પોષણ મળે એવી વસ્તુઓ ખોરાકમાં લેવા જોઈએ અને ડૉ અને આરોગ્ય કર્મચારીઓ જે કહે છે તેમની સૂચનાનું પાલન કરવું ડૉટ્સ નિયમિત લેવાથી ટીબી…
Read Moreઝાલોદ તાલુકામાં ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ઝાલોદ ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ યોજના હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ. વિભાગની વિવિધ યોજનાઓ વિશે, તેમજ આંગણવાડીમાંથી આપવામાં આવતા THR ની વિવિધ વાનગીઓ નું નિદર્શન કરી લાભાર્થીઓને તેના ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ ઝાલોદ તાલુકાના મહુડી પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. “ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત ઝાલોદ તાલુકાના મહુડી પ્રાથમિક શાળા ખાતે સરકારશ્રીના વિવિધ વિભાગો થકી મૂળ લાભાર્થીઓને લાભ મળી રહે તે હેતુસર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના કલસ્ટરમા સમાવિષ્ટ…
Read Moreદાહોદ જિલ્લાની એક આગવી સાંસ્કૃતિક ઓળખ તરીકે ઉભરી આવેલ આદિવાસી સંગ્રહાલય દાહોદને સમર્પિત
હિન્દ ન્યુઝ, દાહોદ આદિવાસી સંગ્રહાલયના બાંધકામની શરૂઆત વર્ષ ૨૦૨૨ માં ૨૧, ફેબ્રુઆરીથી કરવામાં આવી હતી, જેનું વર્ષ ૨૦૨૫ ના મેં મહિનાની ૨૬ તારીખના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સંગ્રહાલય બનાવવા પાછળ ૧૬. ૬૫ કરોડનો ખર્ચ થયેલ છે. આ સંગ્રહાલયમાં આદિવાસી લોક જીવનની ઝાંખી જોવા મળે તેવા ભીંત ચિત્રો પણ દીવાલો પર કંડારવામાં આવ્યા છે, જેની કારીગીરી મધ્ય પ્રદેશના રાજુ વિશ્વકર્મા નામના વ્યક્તિએ કરી છે. જે બિરદાવી શકાય એવી છે. આ સંગ્રહાલયમાં આદિવાસીઓની સાંસ્કૃતિને દર્શાવતી સામાજિક, ઐતિહાસિક અને પારંપારિક દૃષ્ટિએ મૂલ્યવાન વસ્તુઓ…
Read More