હિન્દ ન્યુઝ, ઝાલોદ
ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ યોજના હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ. વિભાગની વિવિધ યોજનાઓ વિશે, તેમજ આંગણવાડીમાંથી આપવામાં આવતા THR ની વિવિધ વાનગીઓ નું નિદર્શન કરી લાભાર્થીઓને તેના ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ ઝાલોદ તાલુકાના મહુડી પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
“ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત ઝાલોદ તાલુકાના મહુડી પ્રાથમિક શાળા ખાતે સરકારશ્રીના વિવિધ વિભાગો થકી મૂળ લાભાર્થીઓને લાભ મળી રહે તે હેતુસર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના કલસ્ટરમા સમાવિષ્ટ આઇ.સી.ડી.એસ. વિભાગ, આઈ.સી.ડી.એસ આધાર કીટ, ખેતીવાડી વિભાગ, આધારકાર્ડ, પશુપાલન, આવક પ્રમાણપત્ર, જન્મ મરણ પ્રમાણપત્ર, બી.પી.એલ. દાખલા, આકારણી, રહેઠાણ અંગેના દાખલા, ઓળખાણ અંગેના દાખલા, પુન: લગ્ન ન હોય તે અંગેના દાખલા સહિત ૧૫ જેટલા વિભાગોમાં લાભાર્થીઓને લાભ મળી રહે તે હેતુથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આંગણવાડીના ભૂલકાઓ દ્વારા અભિનય ગીત રજૂ કરવામાં આવ્યું હતું. ધારાસભ્યશ્રી દ્વારા લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ નિમિતે ઝાલોદ પ્રાંત અધિકારી, સીડીપીઓ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સરપંચઓ, તાલુકા પંચાયત સભ્ય, ગામના આગેવાનો તથા મુખ્ય સેવિકા,આંગણવાડી કાર્યકર હાજર રહ્યા હતા.
