બાળ મજૂરી અટકાવી દેશના ભવિષ્યને સુરક્ષિત બનાવીએ

12 જૂન-વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ હિન્દ ન્યુઝ, જામનગર      બાળક એ સમાજનું એવું બીજ છે જેને સાચું અને યોગ્ય વાતાવરણ મળે તો તે ભવિષ્યનું સુંદર ફળ આપતું વૃક્ષ બને છે. જ્યારે બાળક શાળાના વર્ગખંડના બદલે કારખાનાની ભઠ્ઠી કે કોઈ ચાની ટપરી પર જોવા મળે ત્યારે દેશની પ્રગતિ અટકે છે.ભારત સરકાર આ બાબતની ગંભીરતાને સમજીને બાળ મજૂરીની સમસ્યાને સમાપ્ત કરવા માટે અનેક પગલાં લઈ રહી છે.ભારતીય બંધારણની કલમ – ૨૩માં જોખમી ઉદ્યોગોમાં બાળકોને મજૂરી માટે રાખવા પર પ્રતિબંધ મૂકાયો છે. જે અંતર્ગત ગુજરાતમાં બાળ મજૂરીના દૂષણને નાથવા માટે મદદનિશ…

Read More

તા. ૨૧ જૂન ના રોજ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે

હિન્દ ન્યુઝ, આણંદ     આગામી ૨૧ જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આણંદ જિલ્લામાં ઉજવણી કરવાના આયોજન બાબતે નિવાસી અધિક કલેકટર આર.એસ.દેસાઈના અધ્યક્ષસ્થાને આણંદ સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઇ હતી.     સમગ્ર વિશ્વ અને દેશમાં તા. ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ગુજરાતમાં પણ વધુને વધુ લોકોને યોગ બાબતે જાગૃત કરવા અને યોગ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આણંદમાં જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાના આયોજન માટે બેઠક યોજાઇ હતી.      આ બેઠકમાં…

Read More

ઉમરેઠ ખાતે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ખેડૂત સંમેલન યોજાયું

હિન્દ ન્યુઝ, આણંદ      મુખ્યમંત્રી ભુપેન્દ્રંભાઇ પટેલ દ્વારા તા. ૨૯ મે ૨૦૨૫ના રોજ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી ગુજરાતમાં‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’નો શુભારંભ કરવામાં આવ્યો હતો.      ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ અંતર્ગત ઉમરેઠ ખાતે સાંસદ મિતેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.      આ પ્રસંગે સાંસદ મિતેશભાઇ પટેલે જણાવ્યું કે, આ અભિયાનનો ઉદ્દેશ્ય વૈજ્ઞાનિક જ્ઞાનને ‘લેબ ટુ લેન્ડ’માં રૂપાંતરિત કરીને કૃષિ સંશોધન અને ખેડૂત સમુદાય વચ્ચેના અંતરને દૂર કરવાનો છે. ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. જેમાં દેશભરના લાખો ખેડૂતો જોડાયા છે.…

Read More

પ્રાકૃતિક કૃષિમાં મિશ્ર પાકનુ વાવેતર કરવાથી સરેરાશ ઉત્પાદનમાં વધારો થાય છે : મિશ્ર પાકથી મુખ્ય પાકને નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ સહિત જરૂરી પોષક તત્વો મળી રહે છે

હિન્દ ન્યુઝ, બોટાદ      મુખ્ય પાકની સાથે વાવવામાં આવતા સહજીવી પાકની પસંદગીઃ જ્યારે મુખ્ય પાક એકદળ હોય ત્યારે સહજીવી પાક દ્વિદળ હોવો જોઈએ. જેમ કે, ઘઉંની સાથે ચણા, સરસવ, મસૂર, ધાણા, વટાણા સહિતના સહજીવી પાકો ઉગાડી શકાય છે. તેમજ જો મુખ્ય પાકનું મૂળ ઊંડું જતું હોય તો સહજીવી પાકનું મૂળ ઊંડે જમીનમાં વધારે ઊંડુ ના હોય તે રીતે મિશ્ર પાકની પસંદગી કરવી જોઈએ. જેમકે, કપાસ તેમ જ તુવેરનાં મૂળ ઊંડા જાય છે, જ્યારે મગ અને અડદના મૂળ ઉપર રહેતાં હોય છે.     સહજીવી પાક મુખ્ય પાક કરતાં અડધી…

Read More

ભાવનગર શહેરના તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમની તારીખમાં સુધારો

હિન્દન્યુઝ, ભાવનગર    મુખ્યમંત્રીનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫/૦૬/૨૦૨૫ ને બુધવારના બદલે તા.૨૪/૦૬/૨૦૨૫ ને મંગળવારના રોજ ૧૧:૦૦ કલાકે સીટી મામલતદાર કચેરી, વિધાનગર, બી.પી.ટી.આઈ. સામે ભાવનગર શહેર ખાતે તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ કરવા માટે યોજાનાર છે તેમ સીટી મામલતદાર ભાવનગરની યાદીમાં જણાવાયું છે .

Read More

વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન મૂલાકાતીઓ માટે વર્ષાઋતુ દરમ્યાન બંઘ રહેશે

હિન્દ ન્યુઝ, ભાવનગર વર્ષાઋતુ દરમ્યાન મોટાભાગના વન્યપ્રાણીઓનો સંવનનકાળ હોવાથી તેના વસવાટ (હેબીટેટ) માં કોઇ ખલેલ ન પહોંચે તે હેતુથી અન્ય રાષ્ટ્રીય ઉદ્યાનોની જેમ કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર પણ મૂલાકાતીઓ માટે તા.૧૬/૦૬/૨૦૨૫ થી તા.૧૫/૧૦/૨૦૨૫ સુધી બંઘ રાખવામાં આવશે જેની તમામ વન્યપ્રાણી પ્રેમીઓ તથા મૂલાકાતીઓએ નોંઘ લેવા મદદનીશ વન સંરક્ષકશ્રી, કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

Read More

સિહોર આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશસત્ર ૨૦૨૫ માટે એડમિશન ફોર્મ ૩૦ જૂન સુધી ભરી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  સરકારી આઈ.ટી.આઈ. સિહોર ખાતે ચાલતા વિવિધ ટ્રેડો વેલ્ડર, ફિટર, વાયરમેન, ટુ-વ્હીલર, કોપા, H.S.I , રેફ્રીજરેશન, પ્લમ્બર વગેરે ટ્રેડમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦/૦૬/૨૦૨૫ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. આઈ.ટી.આઈ. સિહોર ખાતે વિનામૂલ્યે એડમિશન ફોર્મ ભરી આપવામાં આવે છે. વધુ માહિતી માટે આઈ.ટી.આઈ.- સિહોરનો રૂબરૂમાં સંપર્ક કરવા આઈ.ટી.આઈ. સિહોરની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.

Read More

તા.૨૬ જૂનથી તા.૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવશે

હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તા.૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શાળા પ્રવેશોત્સવ અંગે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સર્વે જિલ્લાના અધિકારી-કર્મચારીઓને આપ્યું માર્ગદર્શન જિલ્લા કલેકટર ડો.રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના આયોજન અંગે બેઠક યોજાઈ      સમગ્ર રાજ્યની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તા.૨૬ જૂનથી તા.૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવશે. જે અંતર્ગત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તમામ જિલ્લાના અધિકારીઓ/ પદાધિકારીઓ સાથે શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ સંદર્ભે બ્રિફિંગ મીટીંગ યોજાઈ…

Read More

કચ્‍છ જિલ્‍લામાં ૨૪મી જુન-૨૦૨૫ સુધી હથિયારબંધી જાહેર કરાઈ

હિન્દ ન્યુઝ, કચ્‍છ      કચ્છ જિલ્લામાં યોજાનાર ધાર્મિક તહેવારો/મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે સાવચેતીના પગલાં રૂપે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૭ (૧) અન્‍વયે અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી ડી.પી.ચૌહાણ એ તા.૨૪/૦૬/૨૦૨૫ સુધી સમગ્ર કચ્છ જિલ્‍લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે. આ જાહેરનામા અન્‍વયે હથિયાર લઇ જવાની ફરજ હોય, પરવાનગી આપી હોય કે અધિકૃત કરી હોય તે સિવાયની કોઇ વ્‍યક્તિ જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્‍લંઘન કરનારને ઓછામાં ઓછી ૪…

Read More

જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવા સદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા પર મનાઇ

હિન્દ ન્યુઝ, ભુજ    કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્‍લા સેવા સદન, ભુજ તથા મધ્‍યસ્‍થ સેવા સદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્‍દ્રા, નખત્રાણા, અબડાસા, નલિયા, દયાપર, મુન્‍દ્રા, માંડવી, ગાંધીધામ, ભચાઉ તથા રાપર તાલુકા સેવા સદન તેમજ પોલીસ મહાનિરીક્ષકની કચેરી, ભુજ, પોલીસ અધિક્ષકની કચેરી ભુજ અને ગાંધીધામ, નાયબ પોલીસ અધિક્ષકની કચેરીઓ,…

Read More