વિશ્વ આરોગ્ય દિવસના અવસરે આણંદમાં આરંભાયેલો આરોગ્ય યજ્ઞની એક ઝાંખી..

હિન્દ ન્યુઝ, આણંદ      વિશ્વ આરોગ્ય દિવસના અવસરે આણંદ જિલ્લામાં આરંભાયેલો આરોગ્ય યજ્ઞની એક આગવી ઝાંખી જોઈએ તો… •ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પાત્રતા ધરાવતા કુટુંબોને આરોગ્ય લક્ષી સેવાઓ વિનામૂલ્ય મળી રહે તે માટે આયુષ્માન ભારત યોજના અમલમાં મૂકવામાં આવી છે.  •આણંદ જિલ્લામાં ૮ તાલુકાઓમાં ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૦૮ શહેરી આરોગ્ય કેન્દ્ર ૧૪ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, એક ડીસ્ટ્રીક હોસ્પિટલ, એક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ૨૨૩ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યરત છે, જેમાં માતૃબાળ કલ્યાણ, કુટુંબ કલ્યાણ, આયુષ્માન ભારત, રસીકરણ, ડાયાલિસિસ સેન્ટર, વિવિધ ચેપી રોગો તથા બિનચેપી રોગોની સેવાઓ…

Read More

“૭ એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ” : સ્વસ્થ શરૂઆત – આશાસ્પદ ભવિષ્ય

હિન્દ ન્યુઝ, આણંદ     World Health Day વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા 7 એપ્રિલના દિવસને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને પોતાના સ્વસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો છે. આજે વિશ્વ ચિકિત્સાના ક્ષેત્રમાં ઘણું આગળ વધી ગયું છે, પરંતુ બીજી બાજુ લોકોની ફાસ્ટ બનતી જતી જીવનશૈલીને કારણે બીમારીઓ પણ વધી રહી છે. સ્વાસ્થ્યને લઇને આજે વ્યક્તિએ પોતે વધુ જાગૃત થવાની જરૂર છે.  “વિશ્વ આરોગ્ય દિન” ની ઉજવણીનો ઇતિહાસ જોઇએ તો, ઇ.સ.1948માં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાએ નક્કી કર્યા મુજબ દુનિયાના…

Read More

પ્રાકૃતિક ખેતીની કમાલ:શક્કર ટેટી અને તરબૂચની મીઠી મધ જેવી આવક

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગરના જેસર તાલુકાના મોરચુપણા ગામના ભરતભાઈ સોલંકીએ દોઢ વિઘા જમીનમાંથી પ્રાકૃતિક ખેતીના સહારે તરબૂચ અને શક્કર ટેટીનું વાવેતર કરીને માત્ર ૯૦ દિવસના ટૂંકા ગાળામાં અંદાજે એક થી દોઢ લાખ રૂપિયા મળવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. શક્કર ટેટી અને તરબૂચની પ્રાકૃતિક ખેતીથી ખુબ જ ટૂંકાગાળામાં મીઠી મધ જેવી આવક મેળવી છે. ખેતીની સફળતા વિશે ભરતભાઈ કહે છે કે, શક્કર ટેટી અને તરબૂચ સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિ આધારિત હોવાથી બજારમાં મળતી અન્ય શક્કર ટેટી અને તરબુચ કરતાં આમાં મીઠાશ વધુ છે. સુરત, અમદાવાદ અને રાજકોટ જેવા મોટા શહેરોમાં…

Read More