હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના રૂપાવટી ગામે પાણી પુરવઠા, જળ સંસાધન બાબતોના મંત્રી કુવરજીભાઇ બાવળીયાના હસ્તે ગોમા નદી ઉપર રૂ. એક કરોડ, સત્તર લાખ, તેર હજારના ખર્ચે ખેડૂતોને ખેતરમાં અવર-જવર કરવા નવો ચેકડેમ કમ કોઝવે બનાવવા કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂપાવટી ગામમાંથી પસાર થતી ગોમા નદી ઉપર આશરે ૬૫ મી. લંબાઇમાં કોંક્રીટનો ચેકડેમ કમ કોઝવે બાંધવાથી કુલ કેચમેન્ટ એરીયા ૯૩.૦૦ ચો.કિમી. જેટલો રહેશે તથા ઉપરવાસમાં આશરે ૪૦૦ મીટર જેટલો પાણીનો ભરાવો થવાથી ૬૦ લાખ લીટર પાણીનો સંગ્રહ થશે. સિંચાઈના લાભ સાથે રૂપાવટી ગામના લોકો માટે…
Read MoreDay: March 18, 2025
‘આપણે તો ચોખ્ખું ખાવું છે અને લોકોને ચોખ્ખું ખવડાવવું છે’ ના ઉદેશ
હિન્દ ન્યુઝ, રાજકોટ ‘આપણે તો ચોખ્ખું ખાવું છે અને લોકોને ચોખ્ખું ખવડાવવું છે’ ના ઉદેશ સાથે પ્રાકૃતિક ખેતી શરુ કરનારા ઉપલેટા તાલુકાના વડાળી ગામના નીતિનભાઈ અઘેરા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે રોલ મોડેલ બન્યા છે. વડાળી ખાતે નીતિનભાઈએ ૪૦ વીઘામાં પ્રાકૃતિક ખેતી વૈજ્ઞાનિક ઢબે શરુ કરેલી. જેમાં ડ્રેગન ફ્રૂટ અને તરબૂચ સમાંતરે વાવ્યા છે. આજના સમયની માંગ મુજબ હવે બ્રોકલીની ખેતી પણ તેઓએ શરુ કરી છે. આ સાથે ફાર્મમાં મોટા ભાગના વિસ્તારમાં તેમણે લીંબુનું વાવેતર કરેલું છે. રોજબરોજના ભોજનમાં ઉપયોગી રાસાયણિક ખાતર વગરના શાકભાજી મળી રહે તે માટે કોબી,ગુવાર, ભીંડો,…
Read Moreરારાજકોટ દ્વારા રાજ્ય કક્ષાની સાહસિક પ્રવૃતિ પ્રોત્સાહન શિબિરનું આયોજન
હિન્દ ન્યુઝ, રાજકોટ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી, રાજકોટ દ્વારા રાજ્ય કક્ષાની સાહસિક પ્રવૃતિ પ્રોત્સાહન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેના શુભારંભ પ્રસંગે હેમુ ગઢવી હોલ ખાતે આપાતકાલીન પરિસ્થિતિ વિશે એસ.ડી આર.એફ ની કંપની એસ.આર.પી. ગ્રુપ ૧૩ ઘંટેશ્વર દ્વારા તાલીમ આપવામાં આવી હતી. શિબિરમાં સાયબર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. શ્રી વેગડ દ્વારા સાયબર સિક્યુરિટીની તથા રાજકોટ મહાનગર પાલિકાના ફાયર ઓફિસર શ્રી તેજસ ગઢવી દ્વારા ફાયર સેફ્ટી અંગે માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે રેડ ક્રોસ સોસાયટીના ફર્સ્ટ એઈડ ટ્રેનર શ્રી બીપીનભાઈ લો અને રહીમભાઈ દલ દ્વારા તમામ…
Read Moreરાજકોટ ખાતે આગામી તા. ૨૧ માર્ચ, ૨૦૨૫ સુધી રમતગમત સપ્તાહનું આયોજન
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટમાં સરકારી પોલીટેકનિક ખાતે વિદ્યાર્થીઓને તેમની રમતગમતની પ્રતિભાને વિકસાવવાનો અને રજૂ કરવાનો મોકો આપવાના ઉદ્દેશ્યથી આગામી તા. ૨૧ માર્ચ, ૨૦૨૫ સુધી રમતગમત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ વીક દરમિયાન ક્રિકેટ, બેડમિન્ટન, વોલીબોલ, ચેસ, રુબીકસ ક્યુબ, કેરમ, વકતૃત્વ સ્પર્ધા, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ, ડીબેટ, રંગોળી, મહેંદી, વન મિનીટ, જંકયાર્ડ, ક્લાસ ડેકોરેશન, રસ્સાખેંચ, ટ્રેઝર હન્ટ જેવી વિવિધ ઇન્ડોર અને આઉટડોર રમતોની સ્પર્ધા યોજવામાં આવી છે. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પર વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવશે.
Read Moreજામનગર ખાતે આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલની સેવાઓનો ગત વર્ષે ૮.૧૫ લાખથી વધુ દર્દીઓએ લાભ લીધો
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર શહેરની ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલનું આગામી સમયમાં નવનિર્માણ થવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ માટે ગત બજેટમાં જરૂરી ગ્રાન્ટની ફાળવણી કરાઈ છે.આગામી વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં હોસ્પિટલના આધુનિકરણ માટે વિશેષ જોગવાઈ પણ કરવામાં આવી છે.સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ ખાતે આસપાસના અનેક જિલ્લાઓમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવે છે, ત્યારે આ હોસ્પિટલના નવનિર્માણ કાર્ય દરમિયાન દર્દીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તે માટે સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા અસરકારક વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે જેની તાજેતરમાં વન અને પર્યાવરણ મંત્રી તથા જામનગરના પ્રભારી મંત્રી મુળુભાઇ…
Read Moreનયારા એનર્જીએ ગાંધીનગરમાં બે MOU સાઇન કર્યા
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ તેમજ શિક્ષણ વિભાગ હસ્તકના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે નયારા એનર્જીએ ગાંધીનગરમાં બે MOU સાઇન કર્યા 🔶 જામનગરના ખિજડીયા પક્ષી અભયારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ માટે નયારા એનર્જી નાણાકીય સહયોગ આપશે 🔶 જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી શાળાઓ-આંગણવાડીઓમાં જોય ફૂલ લર્નિંગ સહિત વાંચન સંસ્કૃતિના વિકાસમાં નયારા એનર્જીનો સહયોગ મળશે
Read Moreદિવ નાં ઘોઘલા માં શ્રી સમસ્ત જનરલ ખારવા જ્ઞાતિ દ્વારા પરંપરાગત રીતે શિવ પાર્વતિ નાં લગ્નની યાદમાં પાલખી યાત્રા
હિન્દ ન્યુઝ, દીવ દીવ નાં ઘોઘલા માં શ્રી સમસ્ત જનરલ ખારવા જ્ઞાતિ દ્વારા પરંપરાગત રીતે શિવ પાર્વતિ નાં લગ્નની યાદમાં પાલખી યાત્રા યોજીને મઢી પર્વની ધામધુમપુર્વક ઉજવણી કરવામાં આવે છે. હોળી અને ધુળેટી નાં તહેવારો બાદ દિવ – ઘોઘલા ખારવા સમાજનાં ૯૫ ટકા લોકો કે, જેઓ દરિયાઈ માછીમારી સાથે અને મરચન્ટ નેવી ના વ્યવસાય સાથે સંકળાયેલા હોય, પ્રતિવર્ષ ઘોઘલા ગામમાં હોળી માં ધુળેટી નાં પર્વ પછી ના પ્રથમ સોમવારે ખારવા સમાજ ના નવા જનરલ પટેલ ની વરણી કર્યા બાદ ખારવા સમાજ દ્વારા પરંપરાગત શિવ પાર્વતિ ની પાલખી યાત્રા…
Read More