હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ બાગાયત વિભાગના સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર મેંગો, તાલાલા દ્વારા આંબા પાકની ખેતી કરતા ખેડૂત માટે ચાલુ વર્ષે વાતાવરણ આંબા પાક માટે ખૂબ જ સાનુકૂળ હોય જેથી રોગ અને જીવાતનો ઉપદ્રવ ખૂબ જ નહિવત હોય તેમ છતાં પણ આંબાવાડીમાં જોમધિયો/હોપર અને થ્રિપ્સ જોવા મળે તો દવાનો ઉપયોગ કરી શકાય છે. જેમાં નીમ ઓઇલ 3000 પી.પી.એમ. ૨ મિ.લી. પ્રતિ લિટર અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસ. એલ. ૦.૫. એલ. પ્રતિ લિટર અથવા થાયોમેથોક્ઝમ ૦.૫ ગ્રામ પ્રતિ લિટર મુજબ છંટકાવ કરવો તેમજ ભૂકી છારારોંગના નિયંત્રણમા ટેહેક્ઝાકોના ઝોલ ૫%,૧ એમ.એલ. પ્રતિ…
Read MoreMonth: February 2025
જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વેરાવળ એસ.ટી.ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન અપાયું
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વેરાવળ એસ.ટી.ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિકના નિયમો અને ટ્રાફિક સિગ્નલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાહન અકસ્માતો અને ટ્રાફિકની સમાસ્યાઓને નિવારવા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સત્વરે કામગીરી કરવામાં આવે છે. જે અંતર્ગત રોડ ઉપર વાહન ચલાવતી વખતે ધ્યાનમાં રાખવાની કાળજી અંગે એસ.ટી.ડેપોના ડ્રાઈવરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નેશનલ રોડ સેફ્ટી મંથ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વેરાવળ એસ.ટી.ડેપોના ડ્રાઇવરોને ટ્રાફિક નિયમો અને ટ્રાફિક સિગ્નલ અંગે માહિતી આપી હતી.
Read Moreચોક્સી કોલેજમાં ટ્રાફિક અવેરનેસ અંગે કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, વેરાવળ વેરાવળની ચોક્સી કોલેજમાં સહાયક વાહન વ્યવહાર પ્રાદેશિક કચેરી ગીરસોમનાથ અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમમાં ટ્રાફિક અવેરનેસ બાબતે સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં કોલેજના આશરે ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સેમિનારમાં તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને હેલમેટ, સીટબેલ્ટની અગત્યતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ લાયસન્સ વગર વાહન ન ચલાવવા વિશે સમજણ આપવામાં આવી હતી. કોલેજ દ્વારા “હેલમેટ વગર પ્રવેશ નહીં “ આ બાબતે સહમતિ દર્શાવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત કોલેજની બહાર ઊભા રહી વિદ્યાર્થીઓએ વાહનચાલકોને અકસ્માત ન થાય એ માટે શું કરવું…
Read Moreકુકરાશ ગામે ગ્રામસભા યોજાઈ
હિન્દ ન્યુઝ, વેરાવળ વેરાવળ તાલુકાના કુકરાશ ગામે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફતે સામાજીક ઓડિટ અંતર્ગત ગ્રામસભા યોજાઈ હતી. આ ગ્રામસભામાં જિલ્લા મનરેગા વિભાગના નાયબ જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર હરેશભાઈ પિઠીયા દ્વારા મનરેગા યોજના અંતર્ગતના લાભો અંગેની વિસ્તૃત માહિતી ગ્રામજનોને આપવામાં આવી હતી. જિલ્લા સામાજીક ઓડિટર ગોવિંદભાઈ સોલંકી દ્વારા સરકારની વિવિધ યોજનાઓના લાભ અંગે પણ વિસ્તૃત માહિતી આપી પ્રસાર- પ્રચાર કરવામાં આવ્યો હતો. જ્યારે તાલુકા આજીવિકા મેનેજર દીપેનભાઈ દ્વારા તેમજ ક્લસ્ટર કો – ઓર્ડીનેટર વર્ષાબેન દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનની યોજના અંતર્ગતની માહિતીઓ આપવામાં આવી, બ્લોક કોઓર્ડિનેટર અલ્કાબેન દ્વારા…
Read Moreરાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિક મેળવવા તા.૨૪ ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકાશે
રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા વર્ષ-૨૦૨૪ હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા વર્ષ-૨૦૨૪ અન્વયે અંધ, અપંગ, બહેરા-મૂંગા, મંદબુધ્ધિ તેમજ રક્તપિત્ત જેવા દિવ્યાંગ કર્મચારીઓ અને સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ તેમજ દિવ્યાંગ વ્યક્તિઓને કામે રાખતા નોકરીદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે પારિતોષિક યોજના સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. દિવ્યાંગતા ૪૦ ટકા (ખોડખાપણ ધરાવતા) કે તેથી વધુ તેવુ છેલ્લા ત્રણ માસનું સિવિલ સર્જનનું ડોક્ટરી પ્રમાણપત્ર, ખોડ દેખાય તેવો એક પોસ્ટકાર્ડ સાઈઝ ફોટો, પોલીસ વેરીફીકેશન તેમજ અન્ય જરૂરી પ્રમાણપત્રો સાથે તા.૨૪/૦૨/૨૦૨૫ સુધીમાં અરજીની ૨ (બે) કોપી સાથે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એનેક્સી…
Read More૭મી ફેબ્રુઆરી પછી આવા કોઈ અરજદારોનો કે ફાયનાન્સરોનો હક્કદાવો રહેશે નહીં અને તેમ કરવામાં કસુર થશે તો વાહન રાજ્યસાત કરી વાહનોની હરાજી વેચાણ કરી બાકી લહેણી રકમ વસુલવામાં આવશે
હિન્દ ન્યુઝ, ભાવનગર બાકીદારોને મુંબઈ મોટર વ્હીકલ ટેક્ષ એક્ટ – ૧૯૫૮ની જોગવાઈઓ હેઠળ નોટીસ આપવામાં આવે છે કે, તમારું વાહન ઉક્ત કાયદાની કલમ-૧૨ બી હેઠળ ડીટેઈન કરેલ છે અને વાહન કર, દંડ પેનલ્ટી વગેરેની બાકી લ્હેણી રકમ કોલમ-૪ મુજબની ભરપાઈ કરવા એકથી વધુ વખત નોટીસ આપવા છતાં લ્હેણી રકમ ભરવા આપ દ્વારા દરકાર કરેલ નથી. કુદરતી ન્યાયના સિધ્ધાંતો અનુસાર તા.૦૭-૦૨-૨૦૨૫ સુધીમાં લ્હેણી રકમ ભરીને વાહન છોડાવી જવા આખરી તક આપવામાં આવે છે. આ તારીખ પછી આવા કોઈ અરજદારોનો કે ફાયનાન્સરોનો હક્કદાવો રહેશે નહીં અને તેમ કરવામાં કસુર…
Read Moreબોરસદ તાલુકાના વિરસદ ખાતેના સદગુરૂ વંદના મહોત્સવમાં સહભાગી બનીને ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
હિન્દ ન્યુઝ, આણંદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આજની આણંદ જિલ્લાની મુલાકાત દરમિયાન વિરસદ ખાતેના સદગુરૂ વંદના મહોત્સવ સહભાગી બનીને ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે,સંતોના આશીર્વાદથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નને વિકસિત ગુજરાત થકી ઝડપથી પૂરું કરી શકાય તેવી અભિલાષા વ્યક્ત કરી પ્રભુ અર્ચના પણ કરી હતી. આ વેળાએ વિરસદ ધામના સદગુરુ વંદના મહોત્સવના આયોજક શ્રી કોઠારી સ્વામી કેશવ ચરણદાસજી તથા સરદાર ધામના સદગુરુ નિત્ય સ્વરૂપ દાસ સ્વામી દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હાર પહેરાવી મોમેન્ટો આપીને સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બોરસદમાં નવનિર્મિત વિશ્રામ ગૃહ અને નગરપાલિકા મુખ્ય દ્વારનું લોકાર્પણ કરાયું
હિન્દ ન્યુઝ, આણંદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બોરસદ ખાતે જનકલ્યાણના વિવિધ પ્રકલ્પોના લોકર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયા હતા. બોરસદમાં રૂ.૧.૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ નવનિર્મિત વિશ્રામ ગૃહ તથા દાતા હસમુખભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, અશોકભાઈ પટેલ,કિરીટભાઈ પટેલ અને રાજેશભાઈ પટેલના આર્થિક સહયોગથી નિર્માણ પામેલ બોરસદ નગરપાલિકાના મુખ્ય પ્રવેશ દ્વારનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું. આ વેળાએ બોરસદ તાલુકાની પામોલ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સ્કાઉટ ગાઈડ બેન્ડની પ્રસ્તુતિ કરીને મુખ્યમંત્રીનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઇ પટેલ, ધારાસભ્ય સર્વ વિપુલભાઈ…
Read Moreવડાપ્રધાનના આત્મનિર્ભર ગામથી આત્મનિર્ભર ભારતના વિચારને સુણાવ ખરા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યું છે : મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ
હિન્દ ન્યુઝ, આણંદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સમરસ ગ્રામ પંચાયત, કન્યા કેળવણી, જન એકતા અને મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ બનીને સુણાવ ગામ વડાપ્રધાનના આત્મનિર્ભર ગામથી આત્મનિર્ભર ભારતના વિચારને ચરિતાર્થ કરી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સુણાવ ગામ એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૨૦૪૭ સુધી વિકસિત ભારત નિર્માણના સંકલ્પને ચરિતાર્થ કરવા સૌને સહિયારા પ્રયાસોથી કામ કરવાનો મુખ્ય મંત્રીએ અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લાની મુલાકાત દરમિયાન પેટલાદ તાલુકાના સુણાવ ગામની મુલાકાત લીધી હતી. સુણાવ રત્ન મેળવનાર તમામ પરિવારોને અભિનંદન પાઠવતા…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સાહેબની કર્મભૂમિ બોરસદથી આણંદ જિલ્લાને રૂ.૨૩૦.૨૯ કરોડ વિકાસ પ્રકલ્પોની ધરી ભેટ
હિન્દ ન્યુઝ, આણંદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભારત રત્ન સરદાર સાહેબની કર્મભૂમિ આણંદ જિલ્લાના બોરસદથી રૂ.૨૩૦.૨૯ કરોડના ૯૧ જેટલા વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા જણાવ્યું કે, સરદાર સાહેબે દેશને એક અને અખંડ કર્યો હતો અને વિશ્વનેતા નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની રાજનીતિથી એક ભારત – શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કર્યું છે. મુખ્યમંત્રી પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિકાસ કેવો હોય, કેટલા સ્કેલ ઉપર હોય અને વિકાસ માટે કેવું વિઝન હોય ? તેનું જીવંત ઉદાહરણ ગુજરાતના વિકાસ મોડેલ દ્વારા સમગ્ર વિશ્વ સમક્ષ પૂરૂ પાડ્યું છે. મુખ્યમંત્રીએ બોરસદ, ઉમરેઠ, તારાપુર, ખંભાત…
Read More