હિન્દ ન્યુઝ, સુરત સુરતના ડુમસ રોડ રોડ પર આવેલા આંતરરાષ્ટ્રીય હવાઇ મથક ખાતે કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં એરપોર્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઇ હતી. બેઠકમાં સુરત હવાઇ મથકને વધુ અદ્યતન અને સુવિધાસભર બનાવવા અંગે મંથન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન મંત્રી પાટીલે જણાવ્યું હતું કે, અમદાવાદ એરપોર્ટને મોડેલ તરીકે કેન્દ્રમાં રાખી સુરત એરપોર્ટ વિકાસ કરવામાં આવે તો એરપોર્ટની આવકમાં વધારો થાય તેમજ મુસાફર વર્ગને ખૂબ સારી સગવડતા પણ ઉપલબ્ધ કરાવી શકાય એમ કહી તેમણે એરપોર્ટમાં ચાલતા સિવિલ વર્કની પ્રગતિ અંગે સમીક્ષા કરતા કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવી રહેલી મંથરગતિની કામગીરીને વેગવાન…
Read MoreDay: December 9, 2024
સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લા દિશા કમિટીની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, નર્મદા નર્મદા જિલ્લા ડિસ્ટ્રીક્ટ લેવલ કો-ઓર્ડિનેશન અન્ડ મોનિટરિંગ(દિશા) કમિટીની ત્રિમાસિક બેઠક ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે તા.૭મી ડિસેમ્બરને બપોરે ૩-૦૦ કલાકે મળી હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભિમસિંહભાઈ તડવી, ધારાસભ્ય સર્વ ડો.દર્શનાબેન દેશમુખ અને ચૈતરભાઈ વસાવા, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખશ્રી તથા દિશા કમિટીના આમંત્રિત સભ્યોશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને રચનાત્મક સૂચનો કર્યા હતા. દિશા કમિટીના બેઠકના પ્રારંભે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવે પ્રારંભિક ભૂમિકા બાંધી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લામાં થયેલા વિકાસ કાર્યોનો ચિતાર અને સરકારની યોજનાના ગ્રાઉડ લેવલ પર થયેલા…
Read Moreસુરતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જિલ્લા વહીવટીતંત્ર અને આત્માના અધિકારીઓ સાથે પ્રાકૃતિક ખેતી સંદર્ભે સમીક્ષા બેઠક યોજી
હિન્દ ન્યુઝ, સુરત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા સુરત જિલ્લા વહીવટીતંત્ર અને આત્માના અધિકારીઓ સાથે સર્કિટ હાઉસ ખાતે પ્રાકૃતિક ખેતી સંદર્ભે બેઠક યોજી જિલ્લામાં મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે એ માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જિલ્લામાં થયેલી પ્રાકૃતિક કૃષિ કામગીરીની સમીક્ષા કરીને જરૂરી સૂચનો કરતા પ્રાકૃતિક ખેતીમાં થયેલી કામગીરીની સરાહના કરી હતી. જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધી અને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલની ઉપસ્થિતિમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતો અને ખેતીને સમૃદ્ધ કરવા પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્વવાન કર્યું છે. તેમણે પ્રાકૃતિક કૃષિ સાથે દેશના…
Read Moreબારડોલી ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો: કૃષિ ઉત્પાદનને વધારતી નવીન કૃષિ પદ્ધતિઓ અને તકનીકો વિષે ખેડૂતોને માહિતગાર કરાયા
હિન્દ ન્યુઝ, બારડોલી રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત બારડોલીના તેન રોડ ખાતે આયોજિત તાલુકા કક્ષાના બે દિવસીય રવિ કૃષિ મહોત્સવના અંતિમ દિને કૃષિ ઉત્પાદનને વધારતી નવીન કૃષિ પદ્ધતિઓ અને તકનીકો વિષે ખેડૂતો-ગ્રામજનોને માહિતગાર કરાયા હતા. પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરી કૃષિ અને બાગાયતી યોજનાઓના લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સતિષ ગામીતે જણાવ્યું કે, કૃષિ મહોત્સવોના કારણે ખેડૂતો જાગૃત્ત બન્યા છે અને ખેતી કરવાના અભિગમમાં પરિવર્તન આવ્યું છે. સરકારની વિવિધ કૃષિ-બાગાયતી યોજનાઓનો લાભ મેળવીને જિલ્લાના ખેડૂતો સમૃદ્ધ બન્યા છે, તેમણે ખેતીમાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા અને…
Read Moreડાંગ જિલ્લામાં યોજાયેલ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ–૨૦૨૪ માં ત્રણ હજાર થી વધુ ખેડૂતોએ ભાગ લીધો
હિન્દ ન્યુઝ, ડાંગ સમગ્ર રાજયમાં ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન અને સરકારની ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની માહિતી પુરૂ પાડવાના હેતુથી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર તાલુકા મથકે તારીખ ૬ અને ૭ ડિસેમ્બરના રોજ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. ડાંગમા યોજાયેલ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪મા આહવા તાલુકામાં કુલ ૧૦૭૧, વઘઇમા તાલુકામાં કુલ ૧૦૯૮ અને સુબીરમાં તાલુકામાં કુલ ૧૧૨૦ ખેડુતોએ ભાગ લીધો હતો. આ મહોત્સવમાં વઘઇ કૃષિ યુનિવર્સીટીના કૃષિ વૈજ્ઞાનિકો, તેમજ દરેક તાલુકાના પ્રગતિશિલ ખેડુતોએ ટકાઉ ખેતી…
Read Moreનર્મદા જિલ્લામાં પદાધિકારીઓ અને અધિકારીના હસ્તે પોલિયો રસીકરણ બૂથનું શુભારંભ કરી બાળકોને પોલીયોનાં બે ટીપાં પીવડાવવામાં આવ્યા
હિન્દ ન્યુઝ, નર્મદા રાજ્ય સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં તા. ૦૮ થી ૧૦ ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન “પોલિયો રસીકરણ અભિયાન”નો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે નર્મદાની ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી-આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં પ્રથમ દિવસે ૨૨૪ બુથ પર પોલિયોનાં ટીપાં પિવડાવવામાં આવ્યાં હતાં. “પોલિયો રસીકરણ અભિયાન” અંતર્ગત નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગભાઈ તડવીના હસ્તે તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના હસ્તે રાજપીપલા નવા ફળિયા ગણેશ ચોક ખાતે, દેડિયાપાડા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના હસ્તે દેડિયાપાડા આંગણવાડી કેન્દ્ર બોગજ ખાતે જ્યારે મુખ્ય…
Read Moreસરીગામ બાયપાસ અને પુનાટ કાલય માર્ગ નું રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, સુરત સરીગામ બાયપાસ રોડ રૂપિયા ૧૦.૫૬ કરોડ અને પુનાટ કાલય માર્ગ રૂપિયા ૪.૮૧ કરોડના ખર્ચે તૈયાર થશે. બાયપાસના બિસ્માર રસ્તાથી પરેશાન લોકો અને વાહન ચાલકોને રાહત મળશે રાજ્યના નાણાં ,ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે આજરોજ સરીગામ બાયપાસ અને સરીગામ ડુંગર પુનાટ કાલય માર્ગ નું ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે લોકોની મોટી હાજરી જ બતાવે છે કે આ રસ્તાની કેટલી જરૂરિયાત હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઉમરગામ ભીલાડ રોડ પણ ખરાબ થઈ રહ્યો…
Read Moreપ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધિ: સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામના બે ખેડૂત ભાઈઓની પ્રેરણાદાયક કૃષિ સફર
હિન્દ ન્યુઝ, સુરત પ્રકૃતિના સંરક્ષણ અને ખેતીની નવી પદ્ધતિઓનો સમન્વય કરીને ગુજરાત રાજ્ય પ્રાકૃતિક ખેતીમાં આગેવાની લઈ રહ્યું છે. સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામના બે ખેડૂત ભાઈઓ; શૈલેષભાઈ પટેલ અને વિજયભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી અપનાવીને પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ૨૮ વીઘા જમીનમાં મલ્ટીલેયર ખેતી કરીને વર્ષના રૂ.૩૫ લાખની આવક મેળવીને સાબિત કર્યું કે પ્રાકૃતિક ખેતી અર્થપ્રદ તેમજ લાભદાયી છે. શૈલેષભાઈ પટેલ અને વિજયભાઈ પટેલે પાંચ વર્ષ પહેલાં રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. તેમણે આ અંગે…
Read Moreસુરત જિલ્લાના મહેસૂલી અધિકારી તથા કર્મચારીઓનો મહેસૂલી રિફ્રેશર તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, સુરત રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મહેસૂલી અધિકારી- કર્મચારીઓને મહેસુલી કાયદા અને પદ્ધતિઓની અદ્યતન જાણકારી મળી રહે, તેમની કાર્યક્ષમતામાં વધારો થાય તે માટે જિલ્લા કક્ષાએ સમયાંતરે મહેસૂલી રિફ્રેશર તાલીમ યોજવામાં આવે છે. જેના અનુસંધાને જિલ્લા કલેકટરશ્રી ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લાના મહેસુલ અધિકારી-કર્મચારીઓની રિફ્રેશર તાલીમ યોજાઈ હતી. પીપલોદ સ્થિત શારદાયતન વિદ્યાલયના સભાગૃહમાં આયોજિત તાલીમમાં મહેસૂલી કાયદાઓનાં તજજ્ઞોએ દ્વારા વિવિધ કાયદાઓની સમજ આપી હતી. લોકહિતમાં રોજબરોજના મહેસૂલી, લોકલક્ષી કાર્યોમાં એકસૂત્રતા આવે, નાગરિકો-અરજદારોને સરળતાથી મહેસૂલી કાર્યોનો ઉકેલ મળે, તેમની રજૂઆતો-સમસ્યાઓનું નિવારણ થાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તમામ…
Read Moreજામનગરમાં ઉંદર પકડવા માટેની(glue trap) ગ્લુટ્રેપના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો
હિન્દ ન્યુઝ, જામનગર સમગ્ર જામનગરમાં ઉંદર પકડવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ગ્લુટ્રેપ, ગ્લુ બોર્ડ અથવા સ્ટીકી ટ્રેપ/ glue trap પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પ્રકારના ગ્લુ ટ્રેપને કારણે પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ- 1960 ના નિયમ 11 ની પેટા કલમ (5) નો ભંગ થાય છે અને નિર્દોષ ઉંદરને યાતના ભોગવવી પડતી હોવાથી સમગ્ર જામનગર જિલ્લામાં ગ્લુટ્રેપના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય નિર્દેશો કરવામાં આવ્યા છે. ઉંદરોનું નિયંત્રણ થાય તે ઈચ્છનીય છે. પરંતુ તે માટે ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ પ્રાણી ક્રૂરતા નિવારણ…
Read More