હિન્દ ન્યુઝ, જામનગર સમગ્ર હાલાર પંથકમાં અતિવૃષ્ટિને કારણે જનજીવનને અસર પહોંચી છે.જામનગર શહેરમાં પણ છેલ્લા પાંચ દિવસમાં 1159 એમ.એમ. જેટલો વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારો અસરગ્રસ્ત થયા છે. ત્યારે શહેરીજનોને ઓછામાં ઓછી હાલાકી પડે તેમજ જનજીવન પૂર્વવત થાય તે માટે મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદીના માર્ગદર્શન હેઠળ જામનગરમહાનગરપાલિકા દ્વારા અનેક મોરચે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અંગેની વધુ વિગતો આપતા નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલાએ જણાવ્યું હતું કે શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બે સગર્ભા મહિલા સહિત 290 થી વધુ નાગરિકોનું રેસ્ક્યુ કરી તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 1550…
Read MoreDay: August 30, 2024
પાણી ઓસરતા જિલ્લામાં સાફ સફાઈ, આરોગ્ય, માર્ગ મરામત સહિતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાશે-જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા
હિન્દ ન્યુઝ, જામનગર વરસાદી સ્થિતિનો ચિતાર આપતા જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાએ જણાવ્યું છે કે જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં પડેલ અનરાધાર વરસાદના કારણે જનજીવનને અસર પહોંચી છે.ઠેર ઠેર પાણીનો ભરાવો થતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ પણ રાત-દિવસ એક કરી લોકોને ઓછામાં ઓછી હાલાકી પડે તેની કાળજી લીધી હતી.યુદ્ધના ધોરણે રેસ્ક્યુ તથા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી હતી અને તેથી જ જિલ્લામાં માત્ર 5 દિવસમાં અંદાજીત 40 થી 50 ઇંચ જેટલો વરસાદ વરસવા છતાં જાનમાલની ઓછામાં ઓછી નુકસાની થવા પામી છે.હાલ વરસાદ બંદ…
Read Moreજામનગર માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના બંધ રસ્તાઓ પૈકી ૨૭ રસ્તાઓ પૂર્વવત કરાયા
હિન્દ ન્યુઝ, જામનગર જામનગરમાં થયેલ અતિવૃષ્ટિના પરિણામે અનેક રસ્તાઓ બંધ હતા જે પૈકી માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના ૪૬ રસ્તાઓ બંધ હતા. જેમાંથી આજે ૨૭ રસ્તાઓ શરૂ કરી દેવામાં આવ્યા છે. હજુ પણ ૧૯ રસ્તાઓ બંધ છે. ઓવર ટોપિંગના પરિણામે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના ૧૯ રસ્તાઓ જેમાં નાની માટલી મોટી માટલી રોડ, જામનગર ધ્રોલ સુમરા પિપરટોડા રોડ, જામનગર કાલાવડ રવસીયા હંસ્થળ રામપર રોડ રોડ, જામનગર કાલાવડ મોરીદડ દડવી રોડ, જામનગર કાલાવડ કાલમેઘડા અનીડા રોડ, જામનગર કાલાવડ નાની વાવડી લક્ષમીપુર ગોલણીયા, જામનગર કાલાવડ છતર મોટીવાવડી નવાગામ,જામનગર…
Read Moreપ્રભારીમંત્રી મૂળુભાઈ બેરાએ જામજોધપુર ખાતે પૂરના પ્રવાહમાં તણાઈ ગયેલ મૃતકના પરિજનોને મળી સાંત્વના પાઠવી
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે તમામ ડેમ ઓવરફ્લો થઈ જવાથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. ત્યારે જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામે રહેતા પરબતભાઈ પાથર (ઉં.વર્ષ ૫૫) નામના વ્યકિત બે દિવસ પહેલા મોડી રાત્રે પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. જેનો મૃતદેહ આજે તા.૩૦ ઓગસ્ટના રોજ નદી કિનારા પાસેથી ઝાળીઓ માંથી મળી આવેલ છે. આ ઘટના અંગે જાણ થતાં જ કેબિનેટમંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મૂળુભાઈ બેરા મૃતકના પરિવારજનોને મળ્યા હતા અને સાંત્વના પાઠવી હતી. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, પોતાનું પરિજન ગુમાવવાની ખોટની તુલના કોઈની સાપેક્ષે…
Read Moreજામનગર જિલ્લાના તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષકની યાદી જાહેર કરાઈ
હિન્દ ન્યુઝ, જામનગર શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવે છે. વર્ષ 2024-25 માટે જામનગર જિલ્લામાંથી તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં જિલ્લા પારિતોષિકમાં જોડિયા તાલુકાની નેસડા પ્રાથમિક શાળામાંથી પનારા ભાવેશભાઈ રામજીભાઈની પસંદગી કરવામાં આવી છે. તાલુકા પારિતોષિકમાં જામનગર તાલુકાની શ્રી કૃષ્ણ પ્રાથમિક કુમાર શાળા, ગોકુલપરી, સિક્કામાંથી ધારવીયા દીપકભાઈ લાલજીભાઈની પસંદગી કરવામાં આવી છે. તેમજ લાલપુર તાલુકામાંથી બાઘલા પ્રાથમિક શાળાના ઝાલા રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહની પસંદગી કરવામાં આવી છે. તેમ જિલ્લા શિક્ષણાધિકારી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Read Moreઆણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પંચાયત વિભાગ હસ્તકના ૫૦ જેટલા રોડ હજી પણ બંધ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં ગત દિવસો દરમિયાન થયેલ ભારે વરસાદને કારણે નિચાણવાળા ગામોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે, હજી પણ આવા રસ્તાઓ ઉપરથી પાણી ન હોય આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ૫૦ જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, તેમ કાર્યપાલક ઇજનેર, જિલ્લા પંચાયત દ્વારા જણાવાયું છે. કાર્યપાલક ઇજનેર ના જણાવ્યા મુજબ કંસારી કાળી તલાવડી સાયમાં હરિયાણ રોડ, સોખડા વડુચિમાતા રોડ, કંસારી ઇન્દિરા કોલોની પંડ્યા તલાવડી રોડ, નાપા (ત) ખાજીયાવાડી વિસ્તાર રોડ, કઠોલ રાસ રોડ, વહેરાખાડી લગ્નચોરી રોડ, રાસ સિસવા રોડ, કાંધરોટી લક્ષ્મીપુરા રોડ, ગુડેલ ખાખસર…
Read Moreજિલ્લા આરોગ્ય તંત્ર ભારે વરસાદમાં પણ સર્ગભા બહેનોની વહારે …
હિન્દ ન્યુઝ, આણંદ ભારે વરસાદમાં સમગ્ર રાજ્યમાં અતિવૃષ્ટી જેવી સમસ્યા સર્જાઈ છે અને આણંદ જિલ્લામાં પણ ભારે પ્રમાણમાં વરસાદ વરસ્યો છે ત્યારે આણંદ જિલ્લાના આરોગ્ય વિભાગ રાત દિવસ જોયા વગર ખડપગે નાગરિકના આરોગ્યની સાર સંભાળ લીધી છે. આણંદ જિલ્લામાં પડેલ ભારે વરસાદને કારણે જિલ્લાના નાગરિકોનું આરોગ્ય વિભાગ દ્વારા સાચા અર્થમાં દરકાર કરવામાં આવે છે. તેનું ઉત્તમ ઉદાહરણ તારાપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ના સુપ્રિટેન્ડેન્ટ અને તેમની ટીમ દ્વારા બે સગર્ભાઓની દરકાર કરીને સફળ પ્રસુતિ કરાવી તે છે. વાત વિગતે જણાવીએ તો ,…
Read Moreઆણંદ જિલ્લાનાં વિવિધ રસ્તા ઉપર પેચવર્કની કામગીરી શરૂ કરાઇ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં ગત દિવસોમાં પડેલ ભારે વરસાદને કારણે અને રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી જિલ્લાના રસ્તાઓ માં ખાડા પડી ગયા હતા. આ ખાડાઓમાં પાણી ભરાઈ રહેતા આ પાણીનો નિકાલ કરીને તાત્કાલિક પેચવર્ક કરવા માટે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર ને સુચના આપી હતી. માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી રવિ પટેલે જિલ્લાના તમામ તાલુકાઓમાં જે રસ્તાઓ ઉપર ખાડા પડી ગયા હોય તેનું પુરાણ કરવા પેચવર્ક કરવા તાત્કાલિક ધોરણે દરેક તાલુકામાં એક એક ટીમ ને તૈયાર કરીને કામગીરી શરૂ કરવામાં…
Read Moreખંભાત તાલુકાના દેવપુરા ગામના લોકો માટે દેવદૂત બનતું વહીવટી તંત્ર
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં ગત દિવસો પડેલ ભારે વરસાદને કારણે જિલ્લામાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાતા જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયાં હતાં, જેના લીધે જિલ્લાના કેટલાંય ગામો સંપર્કવિહોણા થઈ ગયા હતાં. આવા સમયે પાણીમાં અંતરિયાળ વિસ્તારમાં ફસાયેલા ગ્રામજનો જીવનજરૂરિયાતની વસ્તુઓથી વંચીત ન રહે અને તેમને જરૂરી ખાદ્ય સામગ્રી મળી રહે તે માટે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકાના લાયઝન અધિકારીઓ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. અતિવૃષ્ટિને કારણે ખંભાત તાલુકાના દેવપુરા ગામમાં અતિશય પાણી ભરાઇ જતાં સમગ્ર…
Read Moreदीव (IIITV-ICD परिसर दीव) में “स्टील्थ अनुप्रयोगों के लिए AI की भूमिका” विषय पर केंद्रित माइक्रोवेव अवशोषण सामग्री (VAMMAM) पर 8वीं प्रो. विजया अग्रवाल मेमोरियल राष्ट्रीय कार्यशाला की मेजबानी
हिन्द न्यूज़, दीव भारतीय सूचना प्रौद्योगिकी संस्थान वडोदरा (IIITV) अपने अंतर्राष्ट्रीय परिसर दीव (IIITV-ICD परिसर दीव) में “स्टील्थ अनुप्रयोगों के लिए AI की भूमिका” विषय पर केंद्रित माइक्रोवेव अवशोषण सामग्री (VAMMAM) पर 8वीं प्रो. विजया अग्रवाल मेमोरियल राष्ट्रीय कार्यशाला की मेजबानी कर रहा है। मानसून की शुरुआत के साथ, उद्घाटन समारोह आयोजित किया गया। इस कार्यक्रम में मुख्य अतिथि डीआरडीओ मुख्यालय में ईआर और आईपीआर के निदेशक डॉ. नरेंद्र कुमार आर्य, विशिष्ट अतिथि आईआईटी बीएचयू के पूर्व निदेशक प्रो. के.पी. सिंह और दीव के डिप्टी कलेक्टर शिवम मिश्रा…
Read More