૧૬- આણંદ સંસદીય મત વિભાગ માટે કુલ ૦૭ ઉમેદવારોના  ઉમેદવારી પત્રો માન્ય કરાયા

હિન્દ ન્યુઝ, આણંદ      લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ૧૬-આણંદ સંસદીય મત વિભાગ માટે આજે ઉમેદવારી પત્રો ચકાસણી કરવામાં આવ્યા હતા. આણંદ સંસદીય મત વિભાગમાં કુલ ૧૦ ઉમેદવારો દ્વારા કુલ ૧૮ ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા. તે પૈકી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તા. ૨૦-૦૪-૨૦૨૪ના રોજ ફોર્મ ચકાસણીના અંતે કુલ ૦૭ ઉમેદવારોના ઉમેદવારી પત્રો માન્ય કરાયા છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ નામંજૂર કરાયેલા ઉમેદવારી પત્રોની વિગતો જોઈએ તો, અપક્ષ ઉમેદવાર અવિનાશભાઈ ભીખુભાઈ આહીર દ્વારા નિયત નમુનાનું સોગંદનામું નિયત સમય પહેલા રજૂ કરવામાં આવ્યું ન હોય તેમનું ઉમેદવારી…

Read More

આણંદ લોકસભા ચૂંટણીમાં ૩૫૪૬ બોટલ અવિલોપ્ય શાહીનો વપરાશ થશે

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ હિન્દ ન્યુઝ, આણંદ      લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત આગામી મેં મહિનાની ૭ મી તારીખના રોજ આણંદ જિલ્લામાં મતદાન યોજાવાનું છે, આ માટે આણંદ જિલ્લાના સાત વિધાનસભા મતદાર વિભાગોમાં કુલ મળી ૧૭૭૩ મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. મતદાનના દિવસે પ્રત્યેક મતદાર મતદાન કરવા જાય છે, ત્યારે પોલિંગ ઓફિસર દ્વારા જમણા હાથની પહેલી આંગળી ઉપર અવિલોપ્ય શાહીથી નિશાની કરવામાં આવે છે. જેના પરથી તે મતદારે મતદાન કર્યું છે તે જોઈ શકાય છે, અને આ શાહી ઘણા દિવસ સુધી મતદારની આંગળી ઉપર રહે છે, આમ જોઈએ…

Read More

આણંદ સંસદીય મતવિસ્તારમાં મહિલા મતદારોને જાગૃત કરવાના પ્રયાસ હાથ ધરાયા

હિન્દ ન્યુઝ, આણંદ      લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા આગામી મે મહિનાની ૭ મી તારીખે યોજાનારી આણંદ લોકસભા સામાન્ય ચૂંટણીમાં અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં મહત્તમ મતદારો મતદાન કરે જેમાં જિલ્લાની મહિલાઓ મહત્તમ મતદાન કરે તે માટે સઘન પ્રયાસો હાથ ધરાયા છે. જિલ્લાની મહિલાઓ લોકશાહીના મહાપર્વમાં સહભાગી થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર ઘરે-ઘરે જઈને મહિલાઓને સપરિવાર આમંત્રણ પત્રિકા પોહચાડવાનું સરહાનીય કાર્ય કરી રહ્યું છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આણંદના જિલ્લામાં જે તે મતવિસ્તારમાં વોટર ટર્ન આઉટ પ્લાન અનુસાર જિલ્લાના પુરૂષ-સ્ત્રી મતદારોમાં મતદાનના…

Read More

મતદારોને મતદાન જરૂર કરીશ, માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી

બોરસદ ખાતે મતદાન જાગૃતિની રેલી યોજાઈ હિન્દ ન્યુઝ, આણંદ     લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં લોકસભા ચૂંટણીમાં અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદારો વધુ માં વધુ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સરહાનિય પ્રયાસો થઈ રહ્યા છે. મતદાન જાગૃતિના પ્રયાસ સ્વરૂપમાં ૧૦૯-બોરસદ વિધાનસભા મત વિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી અમિત વી. પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારી દ્વારા આયોજિત બોરસદ વિધાનસભા મતવિસ્તારમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મામલતદાર…

Read More

ચૂંટણી પૂર્વે આંકલાવ વિધાનસભા મતવિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪   હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લામાં આગામી તા. ૭ મી મે, મંગળવારના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે ૧૬-આણંદ સંસદીય મતવિસ્તાર માટે સાત વિધાનસભા વિભાગોમાં મતદાન થનાર છે. જેના ભાગરૂપે જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.         આંકલાવ વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી પૂર્વે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને મતવિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન અને જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીની સૂચના મુજબ મદદનીશ ચૂંટણી અધિકારી એસ.ડી.પટેલ…

Read More

વધુમાં વધુ મતદારો મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કટીબદ્ધ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ આણંદ જિલ્લો હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ સંસદિય મતવિસ્તારમાં અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. આણંદ જિલ્લાના સાત વિધાનસભા મતવિસ્તારમાં સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યાછે. જેમાં ખંભાત વિધાનસભા મતવિસ્તારના મોતીપુરા અને નગરા ગામે, બોરસદ વિધાનસભા મતવિસ્તારના વાલવોડ ગામે, આણંદ વિધાનસભા મતવિસ્તારના બોરીયાવી અને લાંભવેલ ખાતે તેમજ પેટલાદ વિધાનસભા મતવિસ્તારના ડભાસી અને વિશ્રામપુરા ખાતે મતદાન જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો કરવામાં…

Read More

૧૦૮-ખંભાત વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણીમાં કુલ ૦૪ ઉમેદવારોના ઉમેદવારી પત્રો માન્ય કરાયા

હિન્દ ન્યુઝ, આણંદ  ૧૦૮-ખંભાત વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી હતી. ૧૦૮-ખંભાત વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણીમાં કુલ ૦૬ ઉમેદવારો દ્વારા કુલ ૧૦ ઉમેરવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા. તે પૈકી ૧૦૮- ખંભાત વિધાનસભાના ચૂંટણી અધિકારી દ્વારા આજ તા. ૨૦-૦૪-૨૦૨૪ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણીના અંતે કુલ ૦૪ ઉમેદવારોના ઉમેદવારી પત્રો માન્ય કરાયા છે. ૧૦૮-ખંભાત વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીશ્રી દ્વારા ફોર્મ ચકાસણીના અંતે મુખ્ય ઉમેદવારના ઉમેદવારી પત્રો મંજૂર થતા બે ડમી ઉમેદવારો શ્રી રાજેન્દ્રસિંહ બળવંતસિંહ પરમાર (ભારતીય જનતા પાર્ટી) અને દાનુભાઈ પુંજાભાઈ ગોહેલ (ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ)…

Read More

12- જામનગર સંસદીય મતવિસ્તાર માટે નિમાયેલા ઓબ્ઝર્વરઓને નાગરિકો ફોન કર્યા બાદ રૂબરૂ મળી શકશે

હિન્દ ન્યુઝ, જામનગર   લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીપંચના દિશાનિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે 12-જામનગર સંસદીય મત વિસ્તાર માટે જનરલ ઑબ્ઝર્વર તરીકે હસમત અલી યાતો (IAS), પોલીસ ઑબ્ઝર્વર તરીકે ઉત્તપલ કુમાર નાસ્કર (IPS) અને ખર્ચ ઑબ્ઝર્વર તરીકે અવિજિત મિશ્રા (IRS) ની નિમણુક કરવામાં આવી છે. 12- જામનગર સંસદીય મતવિસ્તારમાં ચૂંટણીને લગતી કોઈ પણ ફરિયાદ કે રજૂઆત માટે નાગરિકો તેમને રૂબરૂ મળી શકશે. અથવા જનરલ ઑબ્ઝર્વરના…

Read More

જામનગર શહેરમા મતદાન જાગૃતિ કાર્યક્રમ હેઠળ મતદાન સેલ્ફી પોઇન્ટ કેમ્પેઈન યોજાયુ

ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ- મત આપશે જામનગર હિન્દ ન્યુઝ, જામનગર   જામનગર શહેરમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ હેઠળ સેલ્ફી પોઇન્ટ કેમ્પેઇન યોજાયું હતું . જેમાં નાગરિકોએ સેલ્ફી પોઈન્ટ પાસે ઊભા રહી અવશ્ય મતદાન કરવાની પ્રતિજ્ઞા લઇ સેલ્ફી પડાવી હતી. મતદાન પ્રત્યે મતદારોની જાગૃતિ વધે અને મતદાર હોવાનું એક ગૌરવ થાય એ માટે ૭૮- જામનગર શહેરમાં સેલ્ફી પોઇન્ટ મૂકવામાં આવ્યો છે. જ્યાં લોકો સેલ્ફી પોઇન્ટ લઈને લોકશાહીના આ અવસરમાં પોતાનો ઉત્સાહ બતાવી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત મૂકવામાં આવેલા આ સેલ્ફી પોઇન્ટમાં લોકો સહભાગી બની રહ્યા છે.…

Read More

ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ ઓબ્ઝર્વરઓ દ્વારા ૧૨-જામનગર લોકસભા મતવિસ્તારની ચૂંટણીલક્ષી કામગીરી અંગે સર્વગ્રાહી સમીક્ષા કરાઈ

હિન્દ ન્યુઝ,જામનગર    લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે હેતુથી ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અંગેની સમગ્ર કાર્યવાહી પર દેખરેખ રાખવા ૧૨ – જામનગર સંસદીય મતવિસ્તાર માટે ત્રણ ઑબ્ઝર્વરઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં જનરલ ઑબ્ઝર્વર તરીકે હસમત અલી યાતો (IAS), પોલીસ ઑબ્ઝર્વર તરીકે ઉત્તપલ કુમાર નાસ્કર (IPS) અને ખર્ચ ઑબ્ઝર્વર તરીકે અવિજિત મિશ્રા (IRS) ની નિમણુક કરવામાં આવી છે. આ ઓબ્ઝર્વરઓ દ્વારા જામનગર જિલ્લા સેવા સદન ખાતેના સભાખંડમા ચૂંટણી લક્ષી કામગીરી અંગેની સર્વગ્રાહી સમીક્ષા બેઠકનું આયોજન કરી જિલ્લામાં થયેલ ચૂંટણી સંબંધિત સમગ્ર કામગીરીની નોડલ અધિકારીશ્રીઓ…

Read More