જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ શાકભાજી વેચતા વેપારીઓને કાપડની થેલી આપી મતદાન અંગે જાગૃત કર્યા

ચૂનાવ કા પર્વ-દેશ કા ગર્વ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      લોકશાહીના પર્વમાં દરેક મતદાર સહભાગી બની લોકશાહીનો પાયો મજબૂત બનાવે તે માટે લોકોને અવશ્ય મતદાન કરવા અપીલ સાથેના સંદેશા આપવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા મતદાન જાગૃતિના સંદેશા માટે નવતર પ્રયોગ કરી વેરાવળ શાકમાર્કેટ ખાતેના વેપારીઓને કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કલેક્ટર એ આ અંગે જણાવ્યું હતું કે, પ્લાસ્ટિકમુક્ત ભારત માટે પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કાપડની થેલી વાપરવાથી પર્યાવરણનું સંરક્ષણ થશે. તેમણે શાકભાજીના વેપારીઓને પોતાના શાકભાજીના વેચાણ માટે કાપડની…

Read More

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ઈવીએમ મશીનનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન યોજાયું

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  સમગ્ર ગુજરાત રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ આગામી તા. ૭ મેના રોજ યોજાનાર છે. આ અંગે જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આજે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે ચૂંટણીપંચની ગાઈડલાઈન મુજબ જિલ્લામાં સમવિષ્ટ કુલ ૪ વિધાનસભા વિસ્તાર માટે ઈ.એમ.એસ સોફ્ટવેર દ્વારા રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ રેન્ડમાઈઝેશન વખતે વિવિધ રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહ્યાં હતાં. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ઈવીએમ રેન્ડમાઈઝેશન કરી સમગ્ર પ્રક્રિયાને આખરી કરવામાં આવી હતી…

Read More

જામનગર શહેરમાં આગામી તા.10 એપ્રિલના ભગવાન ઝુલેલાલની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે વૈકલ્પિક રૂટ જાહેર કરાયો

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર શહેરમાં આગામી તારીખ 10/04/2024 ના રોજ સિંધી સમાજના ઈષ્ટદેવશ્રી ઝુલેલાલની જન્મ-જયંતિ નિમિત્તે વહેલી સવારથી સમગ્ર સિંધી સમાજના દર્શનાર્થીઓ દર્શન કરવા મંદિરે આવતા હોય છે. તેમજ મંદિરમાં પ્રસાદ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાતું હોય છે. તહેવાર/ઉત્સવ દરમ્યાન દર્શનાર્થે આવતા બાળકો, વૃદ્ધ વડીલો તેમજ મહિલાઓ સહિતના લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો ન કરવો પડે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર તમામ પ્રકારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવો અનિવાર્ય બની રહે છે. તેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર, જામનગર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે…

Read More

લોકસભા ચૂંટણીમાં ચૂંટણી ફરજ અન્વયે જિલ્લા હોમગાર્ડઝ દળના સભ્યો માટે અગત્યની જાહેરાત કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર      આગામી લોકસભાની ચુંટણીને પગલે જામનગર જિલ્લામાં શાંતિપુર્ણ માહોલમાં ચુંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે સમગ્ર જિલ્લા વહીવટી તંત્રએ ચુંટણી તંત્રની સાથે સંકલન સાધ્યું છે. જેના અનુસંધાને કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલ જિલ્લા હોમગાર્ડઝ તંત્ર જિલ્લા પોલીસ તંત્રની સાથે રહીને ફરજ બજાવે છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લામાં લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ ગયા બાદ પોલીસ તંત્ર એક્શન પ્લાન તૈયાર કરી રહી છે અને મતદાન મથકો માટે સુરક્ષા વ્યવસ્થામાં જરૂરી સુરક્ષા જવાનોની યાદીઓ તૈયાર કરવામાં આવી રહી છે. તેમજ ચુંટણી દરમિયાન મતદાન મથકો પર પોલીસ જવાનોની સાથે…

Read More

સ્વયંમ – ૪ એપાર્ટમેન્ટમા સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ

હિન્દ ન્યુઝ, રાજકોટ      રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૦૪/૦૪/૨૦૨૪ ના રોજ સ્વયંમ – ૪ એપાર્ટમેન્ટ, જીવરાજ પાર્ક મેઈન રોડ, રાજકોટ ખાતે ફાયર સેફટીની મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ, જેમાં અંદાજે ૩૫ થી ૪૦ રહેવાસીઓ જોડાયેલ. આ મોકડ્રીલ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો…

Read More

ખાવડીમાં નોનવેજ ના હાટડા સામે ‘હિન્દુ સેના’ એ ખખડાવ્યા સરકારી દ્વાર

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર જિલ્લાના મોટી ખાવડી ખાતે આવેલ રાજલક્ષ્મી કોમ્પ્લેક્સ ની સામે સરકારી પટ્ટા પરની જમીન ઉપર ગેરકાયદેસર દુકાનો ખડકી દીધેલ છે જ્યાં નોનવેજ તેમજ ખુલ્લા માં દુકાનમાં તિંગાડેલ માસ મટન જાહેરમાં તેમજ દુકાનોની અંદર કટીંગ કરી તેમનો બગાડ પણ જાહેરમાં ત્યાં જ ફેંકી તેમનું વેચાણ કરે છે. જેને લઈ સામે આવેલ રાજલક્ષ્મી કોમ્પ્લેક્સના દુકાનદારો અને આવતા જતા રાહદારીઓ તેમજ સ્થાનિક લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને આ ગેરકાયદેસર ખુલ્લામાં વેચાણથી અને તેના બગાડને ખુલ્લામાં ફેકવાથી દુર્ગંધ તથા પશુઓ, ગૌવંશ પણ આરોગતા હોવાથી તેમને પણ…

Read More

લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪

હિન્દ ન્યુઝ, ભાવનગર     આગામી લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત ભાવનગર જિલ્લાનાં શિહોર ખાતે મામલતદાર અને તાલુકાનાં અધિકારી-કર્મચારીઓએ મતદાન મથકોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

Read More

ભાવનગર જિલ્લામાં ધો.૧ થી ૧૨ માં શિક્ષણથી વંચિત રહેલા બાળકોનો તા.૧ એપ્રિલ થી ૧૭ મે ૨૦૨૪ સુધી સર્વે હાથ ધરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર       સમગ્ર શિક્ષા અંતર્ગત ધોરણ – ૧ થી ૧૨ સુધી શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોની સર્વેની કામગીરી તા.૧ એપ્રિલ થી ૧૭ મે ૨૦૨૪ સુધી હાથ ધરવામાં આવશે. શાળા બહારનાં બાળકો (દિવ્યાંગ સહિત) કે જે કદી શાળાએ ગયેલ નથી કે વચ્ચે થી અભ્યાસ છોડી દીધેલ હોય તેવા ૬ થી ૧૯ વર્ષનાં બાળકોનો સર્વે થશે. રેલ્વે સ્ટેશન, ઝુપડપટ્ટી વિસ્તાર, સ્લમ એરિયા, પછાત વિસ્તાર, જંગલ વિસ્તાર, બેટ વિસ્તારો, છુટા છવાયા પહાડી વિસ્તાર, ધાર્મિક સ્થળો, સિનેમા ઘરોની આસપાસના વિસ્તારો, કે અન્ય વિસ્તારમાં રહેતા બાળકોની માહિતી નજીકની સરકારી પ્રા. શાળા, સી.આ.સી.,…

Read More

૧૦૧-ગારીયાધાર વિધાનસભા મત વિસ્તારમાં શેરી મીટીંગો કરી મહિલા મતદારોને મહત્તમ મતદાન કરવાં પ્રોત્સાહિત કરાયાં

ભાવનગર : લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ હિન્દ ન્યુઝ, ભાવનગર      આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪મા ભાવનગર જિલ્લામાં વધુને વધુ મતદારો મતદાન તરફ પ્રોત્સાહિત થાય અને પોતાના પવિત્ર મતદાનની ફરજ અદા કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર આર.કે.મહેતાના માર્ગદર્શન હેઠળ સ્વીપ દ્વારા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે, ત્યારે આજરોજ ૧૦૧-ગારીયાધાર વિધાનસભા મત વિસ્તારમાં મતદાન વધારવા માટે લો વોટર ટર્ન આઉટ ધરાવતા બુથ પૈકીના ગામો તેમજ અન્ય ગામોમાં શેરી મીટીંગો કરી મહિલા મતદારોને મતદાન કરવા પ્રોત્સાહિત કર્યાં હતાં. આ ઉપરાંત ગારીયાધર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશાબહેનોને આગામી લોકસભાની…

Read More

જામનગર જિલ્લાના તમામ વાહન માલિકો ટુ-વ્હીલર મોટર સાઈકલ માટેની નવી સીરીઝના ઈ-ઓકશનમાં ભાગ લઈ શકશે

હિન્દ ન્યુઝ, જામનગર    જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના તમામ વાહન માલિકો ટુ-વ્હીલર મોટર સાઈકલ પ્રકારના વાહન માટેની નવી સિરીઝ જીજે-10-ઈબી (GJ-10-EB) માં સિલ્વર અને ગોલ્ડન નંબર માટેના ઈ-ઓકસનમાં ભાગ લઈ શકશે. આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો આગામી તા.14/04/2024 ના બપોરે 04:00 કલાક સુધી રહેશે. ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો આગામી તા.14/04/2024 થી 16/04/2024 સુધી બપોરે 04:00 કલાક સુધીનો રહેશે. તેમજ આ ઈ-ઓકશનનું પરિણામ આગામી તા.16/04/2024 ના રોજ બપોરે 04:00 કલાકે જાહેર કરવામાં આવશે. ઉક્ત પ્રકિયામાં ભાગ લેવા માટે વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in આ વેબસાઈટ પર જઈને નોંધણી/ રજીસ્ટ્રેશન…

Read More