હિન્દ ન્યુઝ, સુરત ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા, આઇ.ટી.આઇ. ફોર ડિસેબલ્ડ (જી.આઇ.એ.-૮૨૫, રોજગાર અને તાલીમ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર માન્ય), શ્રી સાઈ સમર્થ રેસિડન્સી ની બાજુમાં, શારદયતાન સ્કૂલ ની પાછળ, લેકવ્યું ગાર્ડન સામે, ઉમરા, સુરત -૩૯૫૦૦૭. http://www.disableindia.org મોબાઈલ : ૦૯૯૯૮૯૬૩૧૪૨ ખાતે દિવ્યાંગો માટે વિનામુલ્યે ડી.ટી.પી. (કોમ્પ્યુટર) નો ટ્રેડ ચાલે છે. જેમાં દિવ્યાંગો / વિકલાંગોને વિનામુલ્યે તાલીમ અને તાલીમને લગતી તમામ સામગ્રી તેમજ રહેવા જમવા સાથેની સુવિધા સાથેની અધ્યતન હોસ્ટેલની પણ સુવિધા આપવામાં છે. હાલમાં https://itiadmission.gujarat.gov.in પર વિનામુલ્યે ઓનલાઇન એડ્મિશન ફોર્મ ભરવા માટે વિકલાંગોએ તાત્કાલિક ઉપરના સ્થળે સવારે ૧૦ થી બપોરે ૩ કલાક દરમિયાન તમામ જરૂરી…
Read MoreMonth: July 2023
એઇમટ્રોન ફાઉન્ડેશન USA સંસ્થા દ્વારા પોપ્યુલર સ્કૂલ ત્રંબા ખાતે એઈમટ્રોન લાયબ્રેરી શરૂ કરવામાં આવશે
હિન્દ ન્યુઝ, રાજકોટ અમેરિકા સ્થિત મુકેશભાઈ વાસાણીની દીર્ઘદ્રષ્ટિ અને વતન પ્રત્યેનું ઋણ અદા કરવા એઈમટ્રોન ફાઉન્ડેશનના માધ્યમથી સામાજિક-વિકાસ અર્થે આરોગ્ય, શિક્ષણ, સેલ્ફ ડિફેન્સ, સ્કિલ ટ્રેનીંગ, આર્ટક્રાફ્ટ જેવી પ્રવૃત્તિઓ દ્વારા મહિલાઓ, યુવાનો, બાળકોના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. એઇમટ્રોન ફાઉન્ડેશન મારફત આગામી તારીખ – ૨૯/૦૭/૨૦૨૩ના રોજ પોપ્યુલર સ્કૂલ ખાતે “એઇમટ્રોન લાઇબ્રેરી” શરૂ કરવામાં આવી રહી છે. અમેરિકાની સંસ્થા ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના કસ્તુરબા ધામ (ત્રંબા) જેવડા નાના ગામમાં લાઇબ્રેરી શરૂ કરી રહ્યા છે જે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે એઇમટ્રોન લાઇબ્રેરીનો ઉપયોગ…
Read Moreદબાણ હટાવ શાખા દ્વારા તા. ૧૧-૦૭-૨૦૨૩થી તા. ૧૪-૦૭-૨૦૨૩ દરમ્યાન ૧૬ રેંકડી/કેબીન અને ૪૩૫ બોર્ડ બેનરો જપ્ત તેમજ રૂ. ૧,૮૩,૬૭૫/- નો વહીવટી ચાર્જ / મંડપ-કમાન, છાજલીનો ચાર્જ વસુલ કરેલ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ:૧૧/૦૭/૨૦૨૩ થી ૧૪/૦૭/૨૦૨૩ સુધીની રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. રસ્તા પર નડતર રૂપ ૧૬ રેકડી/કેબીન તે લાખાજીરાજ રોડ, મવડી મેઈન રોડ, ધરમ સિનેમા રોડ, છોટુનગર આંગણવાડી રોડ, પુષ્કરધામ મેઈન રોડ, સાધુવાસવાણી રોડ, ચંદ્રેશનગર હોકર્સ ઝોન માંથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી અન્ય ૭૮ પરચુરણ ચીજ વસ્તુઓ પારુલ ગાર્ડૅન હોકર્સ ઝોન, જ્યુબેલી, જંકશન રોડ, પોસ્ટ…
Read Moreગીર સોમનાથ ખાતે ડો.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ સહાય મેળવવા અંગે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના સફાઈ કામદારો અને તેઓના આશ્રિતો માટે કે જેઓ ખુલ્લો પ્લોટ અથવા કાચું મકાન ધરાવતા હોય તેવા અરજદારોને પાકા આવાસ બનાવવા માટે ડો.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અમલમાં છે. આ યોજનાનો લાભ સફાઈ કામદારો અને તેઓના આશ્રિતોને મળવાપાત્ર છે. આ યોજના હેઠળ વ્યક્તિગત રૂ.1.20.000ની સહાય ત્રણ હપ્તામાં આપવાની જોગવાઈ છે. આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય એવા અરજદારોએ esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન અરજીફોર્મ ભરવાના રહેશે. ઓનલાઈન અરજી કરતા સમયે પોર્ટલ પર ઉપલબ્ધ માર્ગદર્શક સૂચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો અરજદારઓએ માત્ર ઓનલાઈન…
Read Moreગીર સોમનાથમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાના પીએચસી અને એચડબલ્યૂસી તેમજ ગામમાં વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અરૂણ રોયના માર્ગદર્શન હેઠળ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયા હતાં. તાલુકા હેલ્થ ઓફિસર તથા જિલ્લા અને તાલુકા એસબીસીસી ટીમના માર્ગદર્શન હેઠળ વિશ્વ વસ્તી દિવસ ઉજવણી અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયા હતાં. જેમાં સ્કૂલ રેલી, શિબિર, લઘુ શિબિર તેમજ કોમ્યુનિટી સાસુ-વહુ મિટિંગ વગેરે કાર્યક્રમ વડે વિવિધ માહિતી આપવામાં આવી હતી
Read Moreગીર સોમનાથ જિલ્લાનાં વર્ષ ૨૦૨૩માં ધો-૧૦ અને ૧૨માં ઉતિર્ણ થયેલાં સફાઈ કામદારનાં બાળકોને ઈનામની રકમ અને પ્રશસ્તિ પત્ર આપવા અંગે
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ સમગ્ર રાજયનાં સફાઈ કામદારો અને તેમના આશ્રિત બાળકોને વર્ષ ૨૦૨૩માં ધો-૧૦ અને ધો -૧૨માં ઉતિર્ણ થયેલાં બાળકોને ઈનામ અને પ્રશસ્તિ પત્રથી પ્રોત્સાહિત કરવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત ઈનામની રકમ અને પ્રશસ્તિ પત્ર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા આપવામાં આવશે. આ યોજનાનું અરજી ફોર્મ નિગમની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પરથી તા. ૦૫/૦૮/૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ યોજના અંતર્ગત ધોરણ-૧૦માં ઉર્તિણ થયેલ પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂા. ૪૧,૦૦૦ તેમજ બીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ. ૨૧,૦૦૦ અને ત્રીજા ક્રમે આવનાર…
Read More“उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः।“ (કોઈપણ કામ મહેનતથી સિદ્ધ થાય છે, માત્ર વિચારવાથી નહીં)
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ “ઉદ્યમેન હિ સિધ્યન્તિ કાર્યાણી ન મનૌરથૈ:” જેનો અર્થ થાય છે કે, કોઈપણ કામ મહેનતથી જ થાય છે. માત્ર બેસીને વિચારવાથી કાર્ય થતું નથી. ગીર સોમનાથના છેવાડાના વિસ્તાર સાપનેસમાં પશુપાલનનો વ્યવસાય કરી ગુજરાન ચલાવતા બાબુભાઈ લોમાની દીકરી ક્રિષ્નાએ ઉપરોક્ત ઉક્તિ સાર્થક કરી બતાવી છે અને સરકારી શાળામાં જ ભણી પોતાના ખંત અને શિક્ષકોની મહેનતથી નવોદયની પરીક્ષા પાસ કરી જવાહર નવોદય વિદ્યાલયમાં સ્થાન મેળવ્યું છે. જેથી શિક્ષકોના અથાક પ્રયત્નો થકી એ પણ સાબિત થયું છે કે, સરકારશ્રીનો પ્રયાસ છેવાડાના વિસ્તારોમાં વસતા માનવીને પણ…
Read Moreઅરવિંદ એપાર્ટમેન્ટના સ્થાનિક રહેવાસીઓને તથા તપન સ્કુલ બાળકોને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૦૮/૦૭/૨૦૨૩ નાં રોજ અરવિંદ એપાર્ટમેન્ટ, મોકાજી સર્કલ પાસે, નાનામવા, રાજકોટ ખાતે ફાયર સેફટીની મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ, આ મોકડ્રીલમાં અંદાજે ૨૦ થી ૨૫ રહેવાસીઓ જોડાયેલ. તેમજ તપન સ્કુલના ૬૦ બાળકોને મવડી ફાયર સ્ટેશન ખાતે ફાયરના સાધનો બતાવેલ તેના વિશે માહિતી આપેલ તેમાં સ્ટેશન ઓફિસર યોગેશ જાની, લીડીંગ ફાયર મેન જયેશ દાણી ધારિયા તથા સ્ટાફ અને રહેણાંક બિલ્ડીંગની મોકડ્રીલમાં ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફિસર શ્રી એ.એસ.બારીયા, ફાયરમેન નવજીતસિંહ જાડેજા, રવજીભાઇ સોલંકી…
Read Moreશ્રી સોમનાથમાં શ્રી કપર્દી વિનાયક ગણેશજીના સાનિધ્યે શ્રી ગણપતિ અથર્વશીર્ષ પાઠ મહાઅનુષ્ઠાનનું ત્રીજું ચરણ
હિન્દ ન્યુઝ, સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનું મહાત્મ્ય પુરા વિશ્વમાં વિખ્યાત છે, પરંતુ સોમનાથ મંદિર પરિસરમાં જ બિરાજમાન અતી પૌરાણીક શ્રી કપર્દી વિનાયક ગણેશજી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરવા માટે વિશેષ રૂપે પૂજાય છે. શ્રી ગણેશજીના પૌરાણિક કપર્દી વિનાયક સ્વરૂપને કષ્ટો હારવા માટે અને અષ્ટસિદ્ધિ અને નવનિધિના દાતા તરીકે ભક્તો પૂજે છે. ત્યારે અત્યાર સુધીનું શ્રી ગણેશજીની અર્ચનાનું નું સૌથી મોટું અનુષ્ઠાન સોમનાથ તીર્થમાં તા.07/જૂન/2023 થી પ્રારંભ થયેલું છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ધાર્મિક ચેતનાનો પ્રસાર કરતા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જનકલ્યાણની કામના સાથે ટ્રસ્ટના સચિવ…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નવતર જનસંપર્ક અભિગમ
હિન્દ ન્યુઝ, રાજપીપલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મૃદુ, મિતભાષી અને મક્કમ મુખ્યમંત્રી તરીકે જનમાનસમાં આગવી લોકચાહના મેળવી રહ્યા છે. સહજ, સરળ અને સાલસ વ્યક્તિત્વ સાથે મુખ્યમંત્રી lએ તેમની સામે આવતી રજૂઆતો, નાગરિક-ફરિયાદો, લોક-સમસ્યાઓનું ત્વરાએ નિવારણ લાવવા માટે પણ હવે ‘આપણા ભૂપેન્દ્રભાઈ’ની ઓળખ ઊભી કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની આવી જ સહજ, સરળતાનો વધુ એક પરિચય આપતાં છેક ગ્રામીણ સ્તરના પાયાના કર્મયોગીઓ અને આદિજાતિ ગ્રામજનો સાથે બેસીને સંવાદ સાધી-લોકસંપર્કનો નવતર અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીએ આ અભિગમ અન્વયે નર્મદા જિલ્લાના અંતરિયાળ વનબંધુ વિસ્તાર સાગબારાના જાવલી ગામની મુલાકાત લીધી…
Read More


