હિન્દ ન્યુઝ, બોટાદ જિલ્લા કલેક્ટર ડૉ. જીન્સી રોય, અધિક નિવાસી ક્લેકટર મુકેશ પરમાર સહિત જિલ્લાના વિવિધ પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક માધ્યમોના તંત્રીઓ, પ્રતિનિધિઓએ રાજભવન, ગાંધીનગર ખાતે પ્રાકૃતિક કૃષિ વિષય પર યોજાયેલા વર્ચુઅલ પરિસંવાદને બોટાદ જિલ્લા સેવા સદન ખાતેથી નિહાળ્યો હતો રાજભવન, ગાંધીનગર ખાતે પ્રાકૃતિક કૃષિ વિષય પર પરિસંવાદમાં વિવિધ સમાચાર માધ્યમોના તંત્રીઓ-પ્રતિનિધિઓને વર્ચુઅલી સંબોધિત કરતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાવું એ સમયની જરૂરિયાત છે. વધતાં જતાં ગ્લોબલ વોર્મિંગની નકારાત્મક અસરો, ઘટી રહેલાં કૃષિ ઉત્પાદન તેમજ સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક ઉપાય છે. રાજ્યપાલશ્રીએ…
Read MoreMonth: July 2023
આણંદમાં G-20 અંતર્ગત યોજાયેલ ટકાઉ પશુધન પરિવર્તન અંગે બે દિવસીય આંતરરાષ્ટ્ર્રીય પરિસંવાદનો પ્રારંભ
હિન્દ ન્યુઝ, આણંદ પશુપાલકોના જીવનમાં આર્થિક બદલાવ માટે દેશભરમાં ટેકનોલોજીના અસરકારક વિનિયોગ દ્વારા પશુધનના ટકાઉ અને સતત વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે – કેન્દ્રિય રાજ્યમંત્રી પરષોત્તમભાઈ રૂપાલા પશુ આરોગ્યની ચિંતા કરી કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં મોબાઈલ વેટરનરી યુનિટ શરૂ કરવાનો મહત્વાકાંક્ષી નિર્ણય કર્યો છે દેશમાં પશુઓના રસીકરણ માટે રૂ.૧૩ હજાર કરોડનું બજેટમાં પ્રાવધાન કરવામાં આવ્યું છે વિશ્વ બેંકના સહયોગથી પશુ આરોગ્યના વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે પશુઓમાં રોગચાળા નિયંત્રણ માટે AP મોડેલ એપ તૈયાર કરવામાં આવી છે પશુઓમાં ૩૦ જેટલા…
Read Moreમાનગઢ હિલ્સને હરિયાળો બનાવવા માટે મહિસાગર વન વિભાગની પહેલ
હિન્દ ન્યુઝ, મહિસાગર અદ્યતન ડ્રોન ટેકનોલોજીની મદદથી મહીસાગર જીલ્લાના ઐતિહાસિક સ્થળ માનગઢ હિલ્સ ખાતે સીડ્સ(બીજ) તેમજ સીડ બોલનું બ્રોડકાસ્ટિંગ કરાયું હતું. મહીસાગર જીલ્લામાં વન વિભાગ દ્વારા પહેલીવાર અધ્યતન ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી માનગઢ હિલને લીલુછમ બનાવવાના પ્રયાસ રૂપે ૧૫ હેક્ટર વિસ્તારમાં ખાખરા, ખેર, કણજી અને વાંસ જેવા બીજોનું સીડ બોલ બનાવીને ડ્રોનના માધ્યમથી વાવેતર કરવામાં આવ્યું છે. મંત્રી શ્રી ડો. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું, જંગલ વિસ્તારના દુર્ગમ વિસ્તારો કે જ્યાં રોપા લઇ જવા સરળ ન હોઈ તેમજ પથરાળ વિસ્તારોમાં નવી ઝુંબેશરૂપે સીડ બોલ બનાવીને જિલ્લામાં અલગ-અલગ વિસ્તારોમાં ડ્રોન વડે બ્રોડકાસ્ટિંગ…
Read Moreમહિસાગર, દાહોદ અને વડોદરા જીલ્લાની શાળાઓમાં “સમ્યક પ્રેરણા કાર્યક્રમનો” શુભારંભ કરાયો.
હિન્દ ન્યુઝ, મહિસાગર મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાની એકલવ્ય નિવાસી શાળા, દિવડા કોલોની ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ કેબિનેટ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં મહિસાગર, દાહોદ અને વડોદરા જીલ્લાની શાળાઓમાં “સમ્યક પ્રેરણા કાર્યક્રમનો” શુભારંભ કરાયો. આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક-માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે,સમ્યક પ્રેરણા કાર્યક્રમ અંતર્ગત ગણિત અને વિજ્ઞાનમાં બાળકોને શ્રેષ્ઠ માર્ગદર્શન આપી સર્વાંગી વિકાસ કરી શકાશે, બાળકોમાં રહેલ છુપાયેલ શક્તિ બહાર આવે તે જરૂરી છે તેમજ બાળકો પોતાની જાતે પ્રાથના ગીત, સ્વાગત ગીત પોતે બોલીને રજૂ કરે…
Read Moreબોટાદ જિલ્લામાં ૨૧ જુલાઇના રોજ એમ.આર.એફ. ટાયર્સ લીમિટેડ દ્વારા કંપની ટ્રેઈની જગ્યા માટે ભરતીમેળો યોજાશે
બોટાદ જિલ્લાના રોજગારઇચ્છુકો માટે રોજગારીની સુવર્ણ તક હિન્દ ન્યુઝ, બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી- બોટાદ દ્વારા જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુસર એમ.આર.એફ. ટાયર્સ લીમિટેડ દ્વારા કંપની ટ્રેઈની જગ્યા માટે ૧૮ થી ૨૪ વર્ષની વયમર્યાદા તેમજ ૧૦ પાસ / ૧૨ પાસ / આઈ.ટી.આઈ (કોપા, મિકેનિક ડીઝલ, કારપેન્ટર, ટ્રેક્ટર મિકેનિક, પ્લમ્બર, વેલ્ડર, સ્વીંગ ટેકનોલોજી અને અન્ય ૧ વર્ષના ટ્રેડ પાસ) પુરુષ ઉમેદવાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજીત ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે તા.૨૧/૦૭/૨૦૨૩ ના રોજ સવારે…
Read Moreઉમરેઠ પંથકની સગીરા પર ત્રણ વિઘર્મી યુવકોનુ સામૂહિક દુષ્કર્મ
હિન્દ ન્યુઝ, આણંદ ઉમરેઠથી આણંદ રીક્ષામાં બેસાડી અવાર-નવાર લાવ્યા બાદ પરિચય કેળવ્યો, મિત્રતા કરીને વારા ફરતી ત્રિપુટીએ શારીરિક શોષણ કર્યાની સગીરાની કેફિયત : 1 ની ધરપકડ છેલ્લાં કેટલાંય સમયથી આણંદ જિલ્લાનો ઉમરેઠ તાલુકો સંવેદનશીલ બની રહ્યો છે. અગાઉ ભરબજારમાં બરફનો ગોળો ખાવા ગયેલી યુવતી સાથે લઘુમતિ કોમના યુવકે ઠઠ્ઠા મશ્કરી કરી છેડતી કર્યાનો બનાવ નોંધાયાના થોડા સમય બાદ તબીબ યુવતીને રાજકોટના જેતપુરના યુવકે અવાર-નવાર ફોન કરીને બ્લેકમેઈલિંગ કર્યું હતું અને ધાક-ધમકી આપી હતી. દરમિયાન, રવિવારે પુન: ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં વધુ એક લવ જેહાદૃની ફરિયાદ નોંધાઈ…
Read Moreઅષાઢ માસની માસિક શિવરાત્રી પર શ્રી સોમનાથ તીર્થ શિવ આરાધનામાં લીન બન્યું
હિન્દ ન્યુઝ, સોમનાથ અષાઢ વદ તેરસ એટલેકે માસિક શિવરાત્રીના અવસર પર શ્રી સોમનાથ મંદિરની આર્વચીન પ્રણાલિકા અનુસાર માસિક શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હજારો ભક્તોથી ઉભરાતું મંદિર પરિસર શિવ આરાધનાનું પરમધામ બન્યું હતું. શ્રી સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ, રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, સામજિક ન્યાય સહકારિતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા સહિતના મહાનુભાવોએ માસિક શિવરાત્રીની પ્રણાલિકા અનુસાર વિશેષ જ્યોત પૂજન કર્યું હતું. આ તકે મોટી માત્રામાં ભક્તો જ્યોતપુજામાં જોડાયા હતા. આ તકે સ્થાનિક ભક્તો તેમજ રાજ્ય અને દેશ ભરમાંથી આવનારા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવની જ્યોત પૂજામાં જોડાયા…
Read Moreઓડ ખાતે નિર્મિત કષ્ટભંજન હનુમાનજીની વિરાટ પ્રતિમાનું અનાવરણ કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
હિન્દ ન્યુઝ, આણંદ પુજાભાઇ રાવ પરિવારના મુખ્ય દાતા પદે તેમજ શ્રી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતમહંતના માર્ગદર્શન હેઠળ ઓડ સ્કૂલ માર્ગ પર કષ્ટભંજન હનુમાનજીની ૩૯ ફૂટની પ્રતિમાનું નિર્માણ ક૨વામાં આવ્યું હતું. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આણંદ જિલ્લાના ઓડ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે નિર્મિત હનુમાનજીની વિરાટ પ્રતિમાનું અનાવરણ કરી ગુજરાતના વિકાસમાં ભગવાન સ્વામિનારાયણ અને હનુમાન દાદાના આશીર્વાદ મળતા રહે તેવી શુભ ભાવના વ્યક્ત કરી હતી. તેમણે મુખ્યમંત્રી ના જન્મદિને ઓડ ખાતે આજે હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ થયું છે, તેમ જણાવી ઓડ ખાતે નિર્માણ પામેલી હનુમાનજીની આ વિરાટ પ્રતિમા…
Read Moreકન્જક્ટિવાઈટિસ’ને સામાન્ય ભાષામાં આપણે “આંખ આવવી” કહીએ છીએ: સંપર્ક દ્વારા ફેલાતો વાઈરલ કન્જક્ટિવાઈટીસ
હિન્દ ન્યુઝ, બોટાદ ‘કન્જક્ટિવાઈટિસ’ને સામાન્ય ભાષામાં આપણે “આંખ આવવી” કહીએ છીએ. આંખની આગળના ભાગમાં રહેલા મેમ્બ્રેનમાં સોજો આવી જાય ત્યારે આંખો સોજી જાય છે. કન્જક્ટિવાઈટીસનું સૌથી સામાન્ય કારણ વાયરલ ચેપ છે. આ સિવાય બેક્ટેરીયલ ચેપ અને આંખની દવાઓ પ્રત્યેની પ્રતિક્રિયાઓનો સમાવેશ થાય છે. લક્ષણો: • આંખની લાલાશ • આંખમાંથી સ્રાવ • આંખ બળતી હોવાનો ભાસ • ખંજવાળ આવવી • પ્રકાશથી સંવેદનશીલતા કન્જક્ટિવાઈટીસ કેવી રીતે ફેલાય છે? • વાઈરલ કન્જક્ટિવાઈટીસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિના સંપર્ક દ્વારા ફેલાય છે. તે શરદી, શ્વાસ તથા ગળાના ચેપ પહેલા,દરમિયાન કે પછી પણ…
Read Moreમહીસાગર જિલ્લા સંકલન સમિતિ ભાગ-૧ અને ૨ ની બેઠક જિલ્લા સેવા સદન કલેક્ટર ની કચેરીના સભાખંડમાં યોજાઇ
હિન્દ ન્યુઝ, મહીસાગર જિલ્લા કલેક્ટર ભાવિન પંડયાએ જિલ્લામાં વહીવટ સરળ, સુગમ અને ઝડપી બને, સરકારની જનહિતકારી યોજનાઓનો યોગ્ય અને ઝડપી અમલ થાય તે માટે બેઠકમાં સંકલન સમિતિના પ્રશ્નોનું વિવિધ વિભાગોએ પરસ્પર સંકલન સાધી, વ્યવહારુ અભિગમ અપનાવીને નાગરિકોના પ્રશ્નોને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે કેટલાક રચનાત્મક સૂચનો આપી માર્ગદર્શિત કર્યા હતા. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહી પોતાના વિભાગ દ્વારા અપાયેલા લક્ષ્યાંક અને સિદ્ધિ અંગે પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું જેને કલેક્ટરએ નિહાળ્યું હતું. આ પ્રેઝનટેશનમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગેની આંકડાકીય વિગતો રજુ કરવામાં આવી હતી…
Read More