બોટાદ જિલ્લાના રોજગારઇચ્છુકો માટે રોજગારીની સુવર્ણ તક
હિન્દ ન્યુઝ, બોટાદ
જિલ્લા રોજગાર વિનિમય કચેરી- બોટાદ દ્વારા જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુસર એમ.આર.એફ. ટાયર્સ લીમિટેડ દ્વારા કંપની ટ્રેઈની જગ્યા માટે ૧૮ થી ૨૪ વર્ષની વયમર્યાદા તેમજ ૧૦ પાસ / ૧૨ પાસ / આઈ.ટી.આઈ (કોપા, મિકેનિક ડીઝલ, કારપેન્ટર, ટ્રેક્ટર મિકેનિક, પ્લમ્બર, વેલ્ડર, સ્વીંગ ટેકનોલોજી અને અન્ય ૧ વર્ષના ટ્રેડ પાસ) પુરુષ ઉમેદવાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજીત ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે તા.૨૧/૦૭/૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે.
આ ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે ઇન્ટરવ્યુ મટે ઉપસ્થિત રહેવાનુ છે. અનુંબંધમ વેબપોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે.
નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીનેપોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદના કોલસેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા ઇન્ચાર્જ રોજગાર અધિકારી, બોટાદની અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર : અલ્તાફ મીણાપરા, બોટાદ