ઉમરેઠ પંથકની સગીરા પર ત્રણ વિઘર્મી યુવકોનુ સામૂહિક દુષ્કર્મ

હિન્દ ન્યુઝ, આણંદ 

 ઉમરેઠથી આણંદ રીક્ષામાં બેસાડી અવાર-નવાર લાવ્યા બાદ પરિચય કેળવ્યો, મિત્રતા કરીને વારા ફરતી ત્રિપુટીએ શારીરિક શોષણ કર્યાની સગીરાની કેફિયત : 1 ની ધરપકડ

           છેલ્લાં કેટલાંય સમયથી આણંદ જિલ્લાનો ઉમરેઠ તાલુકો સંવેદનશીલ બની રહ્યો છે. અગાઉ ભરબજારમાં બરફનો ગોળો ખાવા ગયેલી યુવતી સાથે લઘુમતિ કોમના યુવકે ઠઠ્ઠા મશ્કરી કરી છેડતી કર્યાનો બનાવ નોંધાયાના થોડા સમય બાદ તબીબ યુવતીને રાજકોટના જેતપુરના યુવકે અવાર-નવાર ફોન કરીને બ્લેકમેઈલિંગ કર્યું હતું અને ધાક-ધમકી આપી હતી.

દરમિયાન, રવિવારે પુન: ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં વધુ એક લવ જેહાદૃની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ઉમરેઠમાં રહેતી સગીરાને ત્રણ વિધર્મી યુવકોએ સામુહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે મોડી સાંજે ઉમરેઠ પોલીસે પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી એક શખ્સ ની ધરપકડ કરી હતી

આ અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમરેઠમાં રહેતા ત્રણ શખ્સ રાહિલ, મૌમીન અને ઔવેશી રીક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. ઉમરેઠમાં રહેતી અને આણંદની એક ખાનગી કોલેજમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિનીની મિત્ર થકી તે રાહિલના સંપર્કમાં આવી હતી. દરમિયાન, વિદ્યાર્થિનીની મિત્ર વિદેશ જતી રહી હતી.

બીજી તરફ વિદ્યાર્થિની એકલી પડતા રાહિલ સહિતના બંને શખ્સ એ તેની સાથે સંપર્ક જાળવી રાખ્યા હતા. તેઓ તેણીને અવાર-નવાર મળતા હતા. અને ઉમરેઠ બસ સ્ટેન્ડથી તેણીને રીક્ષામાં બેસાડી આણંદ ખાતેની તેની કોલેજે લઈ આવતા હતા અને ક્યારેક કોલેજથી છૂટીને ઉમરેઠ પણ લઈ આવતા હતા. દરમિયાન, ત્રણેય શખ્સ ભેગા મળીને તેની ઠઠ્ઠા મશ્કરી કરતા હતા. તેને અવાર-નવાર પ્રપોઝ પણ કર્યું હતું અને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપીને ત્રણેય જણાએ તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ પણ ગુજાર્યું હતું.

સમગ્ર બનાવને પગલે સગીરા ખૂબ ભયભીત રહેતી હતી. જેની જાણ પરિવારજનોને થતાં તેમણે તેની પૂછપરછ કરી હતી. જેમાં સગીરાએ સમગ્ર બનાવની હકીકત કહેતાં જ પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા અને તેમણે આ મામલે ત્રણેય શખ્સો સામે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે સામુહિક દુષ્કર્મ, પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી રાહિલ વ્હોરા નામના શખસની ધરપકડ કરી હતી, જ્યારે બે શખસ વોન્ટેડ છે. ઉમરેઠમાં છેલ્લા એક માસમાં પોલીસ ચોપડે આ ત્રીજો બનાવ નોંધાયો છે.

આણંદ બ્યુરો ચીફ : ભાવેશ સોની

Related posts

Leave a Comment