શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત આદરણીય ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરીના માર્ગદર્શન નીચે વૃક્ષોનું વૃક્ષારોપણ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

     દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત આદરણીય ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરી ના માર્ગદર્શન નીચે ગીર સોમનાથ જિલ્લાનાં ૩૫૨ ગામ માં 11 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને પગભર અને જિલ્લાને રળિયામણો કરવા માટેના મહા અભિયાનની ભારતભરમાં અને દેશ-વિદેશમાં જાણકારી મળી રહે તે માટેની આજરોજ તારીખ ૫/૨/૨૦૨૨ ને શનિવાર ને વસંતપંચમી ના પાવનકારી દિવસે શ્રી સોમનાથ ટ્રસ્ટ ના સોશિયલ મીડિયા ઉપર આ અંગે ની માહિતી પોસ્ટ શેર કરવામાં આવી. સોશિયલ મીડિયા ના ફેસબુક, ટ્વીટર,ઈન્સ્ટાગ્રામ,હુ, ટેલીગ્રામ ઉપર રોજ સાંજે 6.30 કલાકે વૃક્ષારોપણ ને લગતી માહિતી સાથે રોજ અલગ અલગ પોસ્ટ મુકવામાં આવશે.

શ્રી સોમનાથ ટ્રસ્ટ ના ૧૧ લાખ વૃક્ષારોપણ ના મહાસંકલ્પ ને સાકાર કરવા માટે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર તેમજ માધવ સ્મારક સમિતિ -જુનાગઢ‌ ના સહયોગથી જિલ્લાના 352 ગામમાં દરેક ખેડૂત ખાતેદાર પાસે ફળાઉ વૃક્ષો નું ફોર્મ ભરવામાં આવ્યા છે,આ દરેક ખેડૂતને દસ ફળાઉ વૃક્ષોનું વિનામૂલ્યે આવનારા સમયમાં વિતરણ કરવામાં આવશે ગિર સોમનાથ જિલ્લાના તાલુકા-મંડળ અને ગ્રામ્ય સુધીના માધવ સ્મારક સમિતિ-જૂનાગઢ ના કાર્યકર્તાઓના સમયદાનથી અને સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ દ્વારા તાલુકા સંયોજક તરીકે ફરજ બજાવી ફોર્મ વિતરણની કામગીરી પૂર્ણ કરેલ છે, જ્યારે શહેરી વિસ્તારમાં કિરીટભાઈ ભીમાણી સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ દ્વારા ફોર્મ વિતરણની કામગીરી ચાલુ છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ૧૧ લાખ વૃક્ષો ની ખરીદી માટે અલગ-અલગ નર્સરીઓ અને વિભાગો સાથે સંકલન કરી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે,જિલ્લા વહીવટીતંત્ર ગુજરાત સરકાર અને વનવિભાગ દ્વારા પણ પૂરતો સહકાર આપવામાં આવી રહ્યો છે, શ્રી સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ પણ આ મહાસંકલ્પ ને લઈને ખૂબ ઉત્સાહિત છે, આ સંપૂર્ણ કાર્યક્રમ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરી ના માર્ગદર્શન અને સુચનાઓ થી આ વૃક્ષારોપણ અંગેની કામગીરી કરવામાં આવી રહી છે , કમિટીઓ ના માધ્યમથી આ મહા અભિયાન સાકાર થાય એ માટે આ વૃક્ષારોપણની કામગીરી ના અધ્યક્ષ તરીકે ડો.યશોધરભાઇ ભટ્ટ, કુંતલભાઈ સંઘવી,નિવૃત્ત ડીસીએફ સુરેશભાઈ જાની, દિલીપભાઈ ચાવડા અને કિશોરભાઇ ડાંગર કામગીરી આગળ વધારી રહ્યા છે.

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ ના દરેક તાલુકા અને ગામડાઓમાં નર્સરીઓની સ્થાપના થાય તેવુ ભગીરથ કાર્ય પણ નિવૃત્ત ડીસીએફ સુરેશભાઈ જાનીના સંપુર્ણ માર્ગદર્શન નીચે કૃષિ અને પશુપાલન સંભાળતા કૌશિકભાઈ સોલંકી કાર્ય કરી રહ્યા છે. જેથી સ્થાનિક લોકોને વ્યાજબી ભાવે રોપા ઉપલબ્ધ થાય.

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તાઉતે વાવાઝોડા સમયે પણ સારી ક્વોલિટી ના પતરા, નળીયા, પાણીના ટાંકા અને ફૂડ પેકેટ વિતરણ ની કામગીરી માધવ સ્મારક સમિતિ જુનાગઢ ના કાર્યકર્તાઓ ના સમયદાન થી કરવામાં આવી હતી તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટ પોતાના કર્મચારીઓના ઉત્સાહથી કોરોના મહામારી માં ઓક્સિજન પ્લાન્ટ,જરૂરિયાત મુજબ ફૂડપેકેટ, ભોજન, કેર સેન્ટર વગેરેની પણ સેવા આપવામાં અગ્રેસર રહ્યું છે. ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ ની વેબસાઈટ, ફેસબુક, ટ્વીટર, હું, ઈન્સ્ટાગ્રામ ઉપર થી આ વૃક્ષારોપણ ના મહા અભિયાન ની માહિતી મેળવીને ઓનલાઇન અનુદાન આપી શકો છો, આપ પણ આ મહા અભિયાન માં એક વૃક્ષ દીઠ 100 રૂપિયા થી લઈને યથાયોગ્ય અનુદાન આપી ગીર સોમનાથ જિલ્લાને હરિયાળો બનાવવામાં મદદરૂપ થઈ સહભાગી બની સોશિયલ મીડિયાની પોસ્ટ આપના ગ્રુપમાં શેર કરી શકો છો, ત્યારે સૌ સાથે મળી ગીર સોમનાથ જિલ્લાને હરિયાળો બનાવવામાં સહયોગ આપી ગીર સોમનાથ જિલ્લાને દેશ ના હરિયાળા જિલ્લા તરીકે પ્રસ્થાપિત કરીને આવનારા સમયમાં સમગ્ર દેશ હરીયાળો બને તેમજ બાગાયત થકી ખેડૂતો સમૃદ્ધ બને, ફળાઉ ઝાડ ના માધ્યમથી પશુ-પંખી ને આહાર મળી રહે,પવિત્ર વૃક્ષોની માવજત થી વાતાવરણ શુદ્ધ રહે તેવો સંકલ્પ કરી સોમનાથ ટ્રસ્ટના મહા સંકલ્પમાં સહભાગી બનીએ.

આજરોજ આ મહા અભિયાનને સોશિયલ મીડિયા ઉપર ખુલ્લુ મુકવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અને ટ્રસ્ટના સલાહકાર ભાવેશભાઈ વેકરીયા, આરએસએસ માંથી દિલીપભાઈ રાડીયા તેમજ જયંતીભાઈ ગોહિલ, આ મહા અભિયાનમાં તાલુકાસંયોજક તરીકે જવાબદારી નિભાવતા ટ્રસ્ટના કર્મચારીઓ તેમજ પ્રચાર પ્રસાર સમિતિ ના સદસ્યો બિન્દુબેન, જેબી મહેતા, અજયભાઈ દુબે, ભદ્વેશભાઈ જોષી, વિરાજબેન પ્રચ્છક વિગેરે હાજર રહેલ

Related posts

Leave a Comment