કેશોદ માં એક પરિવાર ના લગ્ન પ્રશંગે અલગ પ્રણાલી શરૂ કરી અને સમાજ ને નોખો રાહ ચીંધ્યો

કેશોદ,

કેશોદ ના પ્રેમજી ભાઈ નારણ ભાઈ ગામી પરિવાર સુપુત્ર ચી. નિકુંજ કુમાર ના શુભ લગ્ન પ્રશંગ માં બધા લગ્ન કરતા કૈક અલગ કરવું તેવું પરિવાર દ્વારા એક નક્કી કરવામાં આવ્યું તે દરમ્યાન એક સરસ વિચાર કરી અને ગામી પરિવાર દ્વારા નિર્ણય લેવાયો કે આપણા પરિવાર ના શુભ લગ્ન પ્રશંગે તમામ મહેમાનો આવશે આપના અતિથિઓ પણ આવશે પરંતુ બીજા જેનું કોઈ નથી એનું શું…?

તો આપણે કેશોદ ના તમામ પરિવારો ને જેમનું કોઈ નથી તેને પણ આપણા પરિવાર ની ખુશી નો આનંદ માં ગરીબ પરિવાર ના તમામ લોકો ને પણ સહભાગી બનાવી એ તેવા હેતુ સર પ્રશંગ નજીક આવ્યો ચી. નિકુંજ કુમાર ના લગ્ન ન દિવસે પરિવાર ના સભ્યો એ કેશોદ માં ચાલતું હરતું ફરતું અન્ન ક્ષેત્ર જે અક્ષય અન્નક્ષેત્ર એ કેશોદ ના ચારેય ખૂણે ગરીબ પરિવારો ને કાયમી બપોર ના સમયે ઘેરે ઘેરે જઇ ને ભર પેટ બધાને જમાડે છે તેમને આ કામ ગિરી કરવા કહેવામાં આવતા અક્ષય અન્ન ક્ષેત્ર દ્વારા તમામ પરિવાર ના લોકો ને આ ગામી પરિવાર દ્વારા આ લગ્ન પ્રશંગે તમામ પરિવારો ને 75 જેટલા ટિફિન અહીંથી ગામી પરિવાર દ્વારા આપવામાં આવ્યા હતા અને જેમને તમામ જગ્યા એ જઈ ને જમાડવાનું કાયમી કામ કરતા કેશોદ ના અક્ષય અન્નક્ષેત્ર ના ભાઈઓ એ કરી અને આ પ્રસંગ ની ઉજવણી આવીજ રીતે એ પોતાની સાથે પ્રશંગો ના ટાઈમે આવા પરિવારો ને સહભાગી બનાવી એક સમાજ ને નવો રાહ ચીંધી અને ધન્યતા અનુભવી હતી.

રિપોર્ટ : જગદીશ યાદવ, જૂનાગઢ

Related posts

Leave a Comment