કાલાવડ ચીફ ઓફિસર ની ઢીલી નીતિના કારણે ભોગ બન્યા કર્મચારીઓ, પગાર ન ચુકવાતા ગાંધી ચિંધ્યા માર્ગે

કાલાવડ,

કાલાવડ નગરપાલિકામાં કાયમી ફરજ બજાવતા કર્મચારીઓ શ્રી વિનુભાઈ કપુરીયા, ડી.એન. ઉનાગર,આઈ.આઈ.નકાણી અને આર.પી.શ્રીમાળી તેમજ નિવૃત્ત થયેલ ચાર કર્મચારીઓ ની લાંબી લડત ના અંતે કાયમી ગણી પાંચમા પગાર પંચ મુજબ લાભો આપવાના થયા છે, જેનો હુકમ મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેટર, કમિશનર – ગાંધીનગર તેમજ પ્રાદેશિક કમિશનર રાજકોટ ઝોન દ્વારા સ્પષ્ટ આદેશો આપવા છતા આ પગાર ચૂકવવામાં આવતા ન હોય આ બાબત અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો અને વિનંતી કરવા છતાં ફક્ત એકાઉન્ટન્ટ કિંજલબેન પટેલ દ્વારા મનસ્વી રીતે પગાર ચૂકવવાનો વલણ અપનાવે છે. કાલાવડ ચીફ ઓફિસર નો હુકમ હોવા છતાં માહે જૂન 2019 સુધી પગાર ચૂકવાયો નથી. આથી કર્મચારીઓ અને તેના પરિવારની આર્થિક સ્થિતિ દયનીય બનતા આ અંગે વિરોધ કરવા તા. 12/02/2020 ના રોજ નગરપાલિકાના કર્મચારીઓ તથા ભારતીય મજદૂર સંઘ જામનગરના – વી.ડી.વાળા, વાય.જે.વ્યાસ અને સરસ્વતીબેન જેઠવાની ઉપસ્થિતિમાં ધરણા યોજી ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રીને મામલતદાર શ્રી કાલાવડ દ્વારા આવેદન પાઠવવામાં આવેલ હતું. આ અંગે સરકાર શ્રી દ્વારા યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ ભારતીય મજદૂર સંઘ ની યાદીમાં જણાવ્યું છે.

 

Related posts

Leave a Comment