મહીસાગર જિલ્લા સંકલન સમિતિ ભાગ-૧ અને ૨ ની બેઠક જિલ્લા સેવા સદન કલેક્ટર ની કચેરીના સભાખંડમાં યોજાઇ

હિન્દ ન્યુઝ, મહીસાગર

જિલ્લા કલેક્ટર ભાવિન પંડયાએ જિલ્લામાં વહીવટ સરળ, સુગમ અને ઝડપી બને, સરકારની જનહિતકારી યોજનાઓનો યોગ્ય અને ઝડપી અમલ થાય તે માટે બેઠકમાં સંકલન સમિતિના પ્રશ્નોનું વિવિધ વિભાગોએ પરસ્પર સંકલન સાધી, વ્યવહારુ અભિગમ અપનાવીને નાગરિકોના પ્રશ્નોને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે કેટલાક રચનાત્મક સૂચનો આપી માર્ગદર્શિત કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહી પોતાના વિભાગ દ્વારા અપાયેલા લક્ષ્યાંક અને સિદ્ધિ અંગે પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું જેને કલેક્ટરએ નિહાળ્યું હતું. આ પ્રેઝનટેશનમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગેની આંકડાકીય વિગતો રજુ કરવામાં આવી હતી આ પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ તેઓએ બાકી કામોના લક્ષ્યાંકો ઝડપી અને સમયસર પૂર્ણ કરી પત્રકો નિયમિત મોકલી તેની ડેટા એન્ટ્રી કરાવી લેવા જણાવ્યું હતું. વધુમાં અરજદારની પડતર અરજીઓ, નાગરીક અધિકારપત્ર ની અરજીના નિકાલ, કચેરીની તપાસણી, બાકી સરકારી લેણાંની વસૂલાતની ઝુંબેશ, સરકારી કર્મચારીના બાકી પેન્શન કેશ વગેરે બાબતો અંગેની સમીક્ષા કરી સંબધિતોને જરૂરી સુચનો કર્યા હતા.

જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં બાલાશિનોર ધારાસભ્ય માનસિહ ચૌહાણ અને લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ તરફથી રજૂ થયેલાં પ્રશ્નોની સમીક્ષા કરતાં કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી.

આ બેઠકમાં પોલીસ અધિક્ષક આર પી બારોટ, અધિક નિવાસી કલેકટર સી.વી.લટા, પ્રાયોજના વહીવટદાર, ખેતીવાડી અધિકારી, પ્રાંત અધિકારીઓ, તથા જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : દિનેશ પરમાર, મહિસાગર

 

Related posts

Leave a Comment