ઓડ ખાતે નિર્મિત કષ્ટભંજન હનુમાનજીની વિરાટ પ્રતિમાનું અનાવરણ કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

હિન્દ ન્યુઝ, આણંદ

     પુજાભાઇ રાવ પરિવારના મુખ્ય દાતા પદે તેમજ શ્રી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતમહંતના માર્ગદર્શન હેઠળ ઓડ સ્કૂલ માર્ગ પર કષ્ટભંજન હનુમાનજીની ૩૯ ફૂટની પ્રતિમાનું નિર્માણ ક૨વામાં આવ્યું હતું.

 ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આણંદ જિલ્લાના ઓડ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે નિર્મિત હનુમાનજીની વિરાટ પ્રતિમાનું અનાવરણ કરી ગુજરાતના વિકાસમાં ભગવાન સ્વામિનારાયણ અને હનુમાન દાદાના આશીર્વાદ મળતા રહે તેવી શુભ ભાવના વ્યક્ત કરી હતી. 

તેમણે મુખ્યમંત્રી ના જન્મદિને ઓડ ખાતે આજે હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ થયું છે, તેમ જણાવી ઓડ ખાતે નિર્માણ પામેલી હનુમાનજીની આ વિરાટ પ્રતિમા આસપાસ સ્વચ્છતા જળવાઈ તેની ઉપસ્થિત સર્વેને ચિંતા કરવા અનુરોધ કર્યો હતો. 

આ તકે ગૃહ રાજ્ય મંત્રીએ ગુજરાતના વિકાસમાં મુખ્યમંત્રી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહેલા કાર્યને ભગવાન સ્વામિનારાયણ અને કષ્ટભંજન હનુમાનજીના આશીર્વાદ મળતા રહેશે તેવી ભાવના વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. જ્યારે સ્વામી ભગવત ચરણદાસ સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા.

આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, સાંસદ મિતેષભાઇ પટેલ, ધારાસભ્યો સર્વ યોગેશભાઈ પટેલ,કમલેશભાઈ પટેલ, ગોવિંદભાઈ પરમાર, અગ્રણ રાજેશભાઈ પટેલ, ભાજપના કાર્યકરો, સંતો – મહંતો, અગ્રણીઓ આને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આણંદ બ્યુરોચીફ : ભાવેશ સોની 

Related posts

Leave a Comment