સોમનાથ ખાતે માસિક શિવરાત્રીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી

હિન્દ ન્યુઝ, સોમનાથ સોમનાથ ખાતે અર્વાચીન પ્રણાલિકા અનુસાર માસિક શિવરાત્રી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ફાગણ વદ તેરસ એટલે કે માસિક શિવરાત્રીના અવસર પર સોમનાથ મંદિરમાં રાત્રિના 10:00 કલાકે જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. આ પૂજનમાં સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ, વેરાવળ નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, ટેમ્પલ ઓફિસર નિમેષભાઈ શાહ સહિતના અધિકારીઓ,કર્મચારીઓ, અને ભક્તજનો જોડાયા હતા. પરંતુ આ પૂજા સવિશેષ એટલા માટે બની રહી હતી કારણકે 42 વર્ષ સુધી સોમનાથની સેવા કરનાર અને આ માસિક શિવરાત્રી બાદ નિવૃત્ત થઈ રહેલ પ્રક્ષાલન પૂજારી અરવિંદગિરિને સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ અને ટ્રસ્ટ દ્વારા…

Read More

શહેરના કેસર વિલા એપાર્ટમેન્ટમાં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ યોજી તાલીમ આપવામાં આવી

હિન્દ ન્યુઝ, રાજકોટ           રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૨૦/૦૩/૨૦૨૩ નાં રોજ કેસર વિલા એપાર્ટમેન્ટ, જયરામ પાર્ક, કોઠારિયા રોડ, રાજકોટ ખાતે ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ…

Read More

વિશ્વ ચકલી દિવસે મહીસાગર વનવિભાગ અને પક્ષીપ્રેમી સંસ્થાનો અનોખો પ્રયાસ

હિન્દ ન્યુઝ, મહીસાગર          20 મી માર્ચ એટલે ચકલી દિવસ,આપણા આંગણાનું પક્ષી ગણાતાં ચકલીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે ચકલીઓના સંરક્ષણ તથા રહેઠાણને સુરક્ષિત રાખવા અને ઇકોલોજીકલ સિસ્ટમ સંતુલિત રાખવા ચકલીઓના લુપ્ત થવાની ઘટનાને રોકવી ખુબ જરુરી છે. આ ઉપલક્ષમાંઆજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મહીસાગર વનવિભાગ અને મહીસાગર એડવેન્ચર &નેચર ફાઉન્ડેશન દ્વારા ૪૦૦૦ થી વધુ ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.વનવિભાગના અધિકારીઓ અને ફાઉન્ડેશનના મિત્રો દ્વારા અવરજવર કરતા લોકોને ચકલીઘર આપી ચકલીના સંવર્ધન માટે પર્યાવરણ પ્રેમીઓને અપીલ કરવામાં આવી, સાથે સાથે એક કુત્રિમ ઘર વડે…

Read More

કચ્છના ધોરડો ખાતે પ્રવાસીઓ માટે છેલ્લા બે વર્ષમાં રૂ. ૧,૭૪૯ લાખથી વધુના ખર્ચે વૈશ્વિક કક્ષાની સુવિધાઓ વિકસાવાઈ 

હિન્દ ન્યુઝ, ભુજ            ભારતમાં સફેદ રણ, વિશાળ સમુદ્ર તટ અને પર્વત ધરાવતો એકમાત્ર પ્રદેશ એટલે ગુજરાતમાં આવેલો ‘કચ્છ’ જિલ્લો. તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિશેષ પ્રયત્નો થકી કચ્છ આજે પ્રવાસન ક્ષેત્રે પોતાની આગવી વૈશ્વિક ઓળખ ધરાવે છે.  કચ્છમાં સરહદી સીમા નજીક ધોરડો ખાતે એશિયાનું એકમાત્ર સફેદ રણ આવેલું છે દર વર્ષે અંદાજે નવેમ્બર થી ફેબ્રુઆરી દરમિયાન આ સ્થળે ભવ્ય ‘રણોત્સવ’ આયોજન કરવામાં આવે છે જેમાં ગુજરાત સહિત દેશ- વિદેશના સહલાણીઓ સહભાગી થાય છે. આ વૈશ્વિક કક્ષાના પ્રવાસન સ્થળે વધુને…

Read More

ગીર-સોમનાથમાં સભા સરઘસ બંધી અંગે બહાર પડાયું જાહેરનામુ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ         ગીર સોમનાથ જિલ્લામાં પ્રભાસપાટણ, કોડીનાર તથા ઉના કોમી દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ હોય નાના સરખા બનાવથી અફવાઓના કારણે  ઘર્ષણ થવા સંભાવના રહે છે તેમજ વિવિધ સમુદાયના લોકોના ધાર્મિક તહેવાર આવનાર હોય લોકો ટોળાના રૂપમાં એકઠા ન થાય તે  તેમજ અફવાઓના કારણે લોકો એકઠા થવાના બનાવો ધ્યાને લેતા કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ તકેદારી  રાખવી ખુબ જ આવશ્યક છે તેથી ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા તથા જાહેર સુલેહશાંતિ જળવાઈ રહે તે હેતુસર સભા/સરઘસ વગર પરવાનગીએ કોઈ કાઢે નહી તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ…

Read More

ગીર સોમનાથમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોને તકેદારી રાખવા અનુરોધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારમાં તા. ૨૦.૦૩.૨૦૨૩ થી તા. ૨૩.૦૩.૨૦૨૩ દરમિયાન કમોસમી વરસાદ વરસાવાની આગાહી કરેલ છે. જે અનુસાર તા. ૨૦.૦૩.૨૦૨૩ થી તા.૨૩.૦૩.૨૦૨૩ના સમયગાળા દરમિયાન ગીર  સોમનાથ જિલ્લામાં સામાન્યથી હળવા વરસાદની આગાહી છે. જિલ્લાનાં ખેડૂતોએ કૃષિ પેદાશોને સંભવિત નુકશાનથી બચાવવા તકેદારીના ભાગરૂપે ખેતોત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીના પાળા બનાવી વરસાદી પાણી ઢગલાની નીચે જતું અટકાવવું તેમજ  જંતુનાશક દવા કે ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો…

Read More

નેચરલ ગેસ પર તૈયાર થશે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરનો પ્રસાદ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  યશસ્વી વડાપ્રધાન તેમજ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ વિશ્વભરમાં આધ્યાત્મિક ચેતનાનો પ્રસાર કરી રહ્યું છે અને વડાપ્રધાનની દૂરદ્રષ્ટિ સાથે સોમનાથ આદ્યાત્મ અને આધુનિકીકરણનું અદભુત સમન્વય બન્યું છે. આ જ આધુનિકીકરણમાં ઉમેરો કરતા હવે સોમનાથ મંદિરનો પ્રસાદ નેચરલ ગેસ પર તૈયાર થશે. જે હેતુસર આઈઆરએમ એનર્જી દ્વારા બે પ્રસાદ રસોડા અને નિ:શુલ્ક ભોજનાલયમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે. જેનું ઉદ્ઘાટન સોમનાથ ટ્રસ્ટ સેક્રેટરી યોગેન્દ્રભાઈ દેસાઈ અને આઈઆરએમ એનર્જીના સીઈઓ કરન કૌશલ દ્વારા શ્રદ્ધાળુઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.   આઈઆરએમ ગેસ…

Read More

તાલાલામાં લોહાણા મહાજન વાડી ખાતે ૨૧ માર્ચના યોજાશે આયુષ મેળો

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ         નિયામક આયુષ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધીકારી, ગીર સોમનાથ દ્રારા તા.૨૧/૦૩/૨૦૨૩ના  લોહાણા મહાજન વાડી તાલાલા ખાતે સવારે ૯.૩૦ થી બપોરના ૩.૦૦ સુધી આયુષ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ આયુષ મેળામાં જુદા-જુદા ૧૪ જેટલા આયુર્વેદ- હોમીયોપેથી નિષ્ણાંત તબીબો દ્વારા દરેક રોગોનુ વિનામુલ્યે નિદાન તથા સારવાર આપવામાં આવશે તેમજ ગેસ- અપચો- કબજીયાત, સાંધા-કમર-ગોઠણના દુખાવા, સ્ત્રીઓમાં માસિકની તકલીફ, ડાયાબીટીસ, બ્લડ પ્રેશર જેવા લાઇફ સ્ટાઇલ જન્ય રોગો, શીળસ, ખરજવું, સોરાયસીસ જેવા ચામડીના રોગો વગેરેનું સચોટ નિદાન તથા વિના મુલ્યે સારવાર કરાશે. આ ઉપરાંત આયુર્વેદ ડોકટર દ્રારા જે-તે વ્યકિતની પ્રકૃતી(વાત-પિત્ત-કફ)ની તપાસ કરી આપવામાં આવશે.…

Read More

માંડવી તાલુકાના ગરીબી રેખા ઉપરના APL રેશનકાર્ડ ધારકો જોગ

હિન્દ ન્યુઝ, ભુજ માંડવી તાલુકાના ગરીબી રેખા ઉપરના APL રેશનકાર્ડ ધારકોને જણાવવામાં આવે છે કે, ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો – ૨૦૧૩,તા.૦૧/૦૪/૨૦૧૬થી અમલમાં મુકવામાં આવ્યો છે. જે અન્વયે ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ૭૪.૬ ટકા અને શહેરી વિસ્તારમાં ૪૮.૨ ટકા કુંટુંબોને આવરી લઈને આ કાયદા હેઠળ સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે અને ગુજરાત સરકાર ધ્વારા આ અગાઉ જે “કુટુંબના કોઈ પણ એક સભ્યની માસિક આવક રૂ.૧૦૦૦૦/–( અંકે રૂપિયા દશ હજાર પુરા )” સુધીની હતી. જે આવક મર્યાદા વધારીને રૂ.૧પ૦૦૦/- (અંકે રૂપિયા પંદર હજાર ) અને વાર્ષિક રૂ.૧.૮૦…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને પગલે જિલ્લા કલેક્ટરો સાથે ગાંઘીનગરથી વિડિયો કોન્ફરન્સ યોજી

હિન્દ ન્યુઝ, ભુજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને પગલે  સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા જિલ્લા કલેક્ટરો સાથે ગાંઘીનગરથી વિડિયો કોન્ફરન્સ યોજીને કરી હતી. ખાસ કરીને અમરેલી, જુનાગઢ તેમ જ સૌરાષ્ટ્ર–કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં થયેલા આ કમોસમી વરસાદથી રવિપાકોની ગુણવત્તાના નુકસાન સહિતના અન્ય નુકસાન તેમજ ઉનાળુ પાકો અને ફળાઉ પાકોના નુકસાનની પ્રાથમિક વિગતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેળવી હતી. તેમણે સંબંધિત જિલ્લા કલેક્ટરોને તેમના જિલ્લાઓમાં થયેલા ખેતીવાડી નુકસાનનો પ્રાથમિક સર્વે કરાવી લેવા પણ દિશાનિર્દેશો આપ્યા હતા. આ સંદર્ભમાં જિલ્લા કલેક્ટરઓએ પોતાના જિલ્લામાં પાક નુકસાન સહિતના નુકસાનીના સર્વે માટે ટીમ્સ કાર્યરત…

Read More