તાલાલામાં લોહાણા મહાજન વાડી ખાતે ૨૧ માર્ચના યોજાશે આયુષ મેળો

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

        નિયામક આયુષ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધીકારીગીર સોમનાથ દ્રારા તા.૨૧/૦૩/૨૦૨૩ના  લોહાણા મહાજન વાડી તાલાલા ખાતે સવારે ૯.૩૦ થી બપોરના ૩.૦૦ સુધી આયુષ મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

આ આયુષ મેળામાં જુદા-જુદા ૧૪ જેટલા આયુર્વેદ- હોમીયોપેથી નિષ્ણાંત તબીબો દ્વારા દરેક રોગોનુ વિનામુલ્યે નિદાન તથા સારવાર આપવામાં આવશે તેમજ ગેસ- અપચો- કબજીયાતસાંધા-કમર-ગોઠણના દુખાવાસ્ત્રીઓમાં માસિકની તકલીફડાયાબીટીસબ્લડ પ્રેશર જેવા લાઇફ સ્ટાઇલ જન્ય રોગોશીળસખરજવું, સોરાયસીસ જેવા ચામડીના રોગો વગેરેનું સચોટ નિદાન તથા વિના મુલ્યે સારવાર કરાશે.

આ ઉપરાંત આયુર્વેદ ડોકટર દ્રારા જે-તે વ્યકિતની પ્રકૃતી(વાત-પિત્ત-કફ)ની તપાસ કરી આપવામાં આવશે. ઉપરાંત નિષ્ણાંત યોગ શિક્ષકો દ્વારા યોગાસનપ્રાણાયમ અંગેનુ માર્ગદર્શન તેમજ  રસોડાની ઔષધીઓ દ્રારા ઘરગથ્થુ ઉપચાર અંગેનુ માર્ગદર્શન અને દિનચર્યા અને ઋતુચર્યા તેમજ વિવિધ ઔષધીઓના ઉપયોગનું ચાર્ટ પ્રદર્શન તથા આયુર્વેદ ઔષધિઓ વડે બનેલ લાઇવ વાનગીઓનુ પ્રદર્શન અને સાથેજ રોગ પ્રતિકારક શકિત વધારતા લાઇવ આયુર્વેદ ઉકાળા તથા હોમીયોપેથી દવા આર્સેનિક આલ્બમ વિના મુલ્યે આપવામાં આવશે. જન્મ થી ૧૨ વર્ષના બાળકો માટે સુવર્ણપ્રાશન વિના મુલ્યે આપવામાં આવશે. આયુષ મેળામાં વધુને વધુ લોકો લાભ લે તે  માટે અનુરોધ કરવામાં આવ્યો છે

Related posts

Leave a Comment