માંડવી તાલુકાના ગરીબી રેખા ઉપરના APL રેશનકાર્ડ ધારકો જોગ

હિન્દ ન્યુઝ, ભુજ

માંડવી તાલુકાના ગરીબી રેખા ઉપરના APL રેશનકાર્ડ ધારકોને જણાવવામાં આવે છે કે, ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો – ૨૦૧૩,તા.૦૧/૦૪/૨૦૧૬થી અમલમાં મુકવામાં આવ્યો છે. જે અન્વયે ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ૭૪.૬ ટકા અને શહેરી વિસ્તારમાં ૪૮.૨ ટકા કુંટુંબોને આવરી લઈને આ કાયદા હેઠળ સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે અને ગુજરાત સરકાર ધ્વારા આ અગાઉ જે “કુટુંબના કોઈ પણ એક સભ્યની માસિક આવક રૂ.૧૦૦૦૦/–( અંકે રૂપિયા દશ હજાર પુરા )” સુધીની હતી. જે આવક મર્યાદા વધારીને રૂ.૧પ૦૦૦/- (અંકે રૂપિયા પંદર હજાર ) અને વાર્ષિક રૂ.૧.૮૦ લાખ (અંકે રૂપિયા એક લાખ એસી હજાર ) સુધી ( ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તાર) જ વધારવામાં આવેલ છે.

તેમજ ત્રણ પૈડા વાળા યાંત્રિક વાહન ધરાવતા (ઓટો રિક્ષા/ છકડો/મીની ટેમ્પો)વાહન ચાલકો જો માસિક રૂપિયા ૧૫૦૦૦/–( અંકે રૂપિયા પંદર હજાર ) કરતાં ઓછી આવક ધરાવતા હોયતો તેઓને પણ રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદો – ૨૦૧૩ હેઠળ લાભ મળવા પાત્ર છે. આ ધોરણો મુજબ પાત્રતા ધરાવતા હોય અને NFSA -૨૦૧૩ માં સમાવેશ થયેલો ના હોયતો માંડવી મામલતદાર કચેરીને નિયત નમૂનામાં અરજી કરવા માંડવી મામલતદાર માધુ પ્રજાપતીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment