જી-૨૦ સમિટના ડેલીગેટસનું સફેદ રણમાં કેમલ સફારી અને કચ્છી સંસ્કૃતિની ઝાંખી પેશ કરીને કરાયું સ્વાગત

હિન્દ ન્યુઝ, ભુજ જી-૨૦ સમિટ અનુસંધાને વિવિધ દેશના ડેલીગેટસ કચ્છના મહેમાન બન્યા છે. ત્યારે ધોરડો સફેદ રણ ખાતે કેમલ સફારી અને સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખીઓ રજૂ કરીને તેમનું કચ્છી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. કચ્છની સંસ્કૃતિની ઝલક સાથે અધિકારીઓને શ્વેત રણમાં મીઠેરો આવકાર આપવામાં આવ્યો હતો. ધોરડો ખાતે સફેદ રણ નિહાળવા નીકળેલા ડેલીગેટસના માનમાં વોચ ટાવરથી સનસેટ પોઇન્ટ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમની ઝલક રજૂ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ, વિદ્યાર્થીઓ તથા સ્થાનિક કલાકારો પોતાની કળા રજૂ કરી હતી. રોડના શોના લોક સંગીતમાં જોડિયા પાવા, મોરચંગ, સુરંદો, ગડા- ગમેલા,…

Read More

ધોરડોમાં જી-૨૦ ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકમાં સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી વિદેશી મહાનુભાવો અભિભૂત

હિન્દ ન્યુઝ, ભુજ કચ્છના ધોરડોમાં જી-૨૦ની ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકના પ્રથમ દિવસે સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સહ ગાલા ડિનરનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યની વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની રંગારંગ પ્રસ્તુતિ જોઈને વિદેશી મહેમાનો અભિભૂત થઈ ગયા હતા. કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન મંત્રી પરષોત્તમ રૂપાલા, કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, મુખ્ય સચિવ રાજકુમાર, પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. સૂર્યાસ્ત બાદ સાંસ્કૃતિક કાર્યક્રમોનો પ્રારંભ થયો, ત્યારે ધોરડોની સફેદ રણની ધરા પર જાણે ગુજરાત તેમજ દેશની અસ્મિતાના…

Read More

ધોરડો ખાતે ગેટ વે ટુ રણ રિસોર્ટના કોન્ફરન્સ હોલ સહિત સુવિધાઓનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, ભુજ કચ્છના સફેદ રણ ધોરડો ખાતે ૭ થી ૯ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન જી-૨૦ની પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બેઠકના બીજા દિવસે ગેટ વે ટુ રણ રિસોર્ટના કોન્ફરન્સ હોલ, ડાઇનિંગ હોલ તેમજ એપ્રોચ રોડનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીપરસોત્તમ રૂપાલા તેમજ ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ ધોરડો ગ્રામ પંચાયતના સરપંચ મિયા હુસેન પાસેથી રણોત્સવની શરૂઆતથી માં ડીને અત્યાર સુધી સફરની વિગતવાર જાણકારી મેળવી હતી. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૮મા રણોત્સવમાં આપેલા સંબોધનને…

Read More

ગોળ ઉત્પાદનમાં અગ્રેસર ગીર સોમનાથ, રાબડાં થકી મીઠી આવક મેળવતાં ખેડૂતો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકારની આગેવાનીમાં ગુજરાત વિકાસની આગેકૂચ કરી રહ્યું છે. તદુપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રાકૃતિક ખેતીની આગેવાની પણ ખેડૂતોને દિશાદર્શન પૂરું પાડી રહી છે. જેના કારણે ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જેમાં દેશી ઓર્ગેનિક ગોળ પણ લોકોના ભોજનની થાળીમાં મીઠાશ વધારતો થયો છે. ગીર સોમનાથમાં કોડીનાર, તાલાલા, ગોવિંદપરા, પ્રાસલી, ગીરગઢડા, બોરવાવ વગેરે પ્રદેશ ગોળ ઉત્પાદન માટે જાણીતા છે. ગીર સોમનાથના ખેડૂતો પોતે જ ગોળ ઉત્પાદન કરી સારી એવી કમાણી કરતાં થયાં છે અને અન્ય રાજ્યોના શ્રમિકોને પણ…

Read More

G20 પ્રતિનિધિઓની મુલાકાતના પગલે સ્મૃતિવન મેમોરિયલ અને મ્યૂઝિયમ જાહેર જનતા માટે ૧૦ ફેબ્રુઆરીના રોજ બપોરના ૩ વાગ્યા સુધી બંધ રહેશે

હિન્દ ન્યુઝ, ભુજ સ્મૃતિવન શુક્રવાર ૧૦ ફેબ્રુઆરીના રોજ જ્યારે G20 પ્રેસિડેન્સીમાં પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપના વિદેશથી આવેલા મહેમાનોની યજમાની કરવા જઈ રહ્યું છે ત્યારે જાહેર જનતા માટે સ્મૃતિવન મેમોરિયલ અને મ્યૂઝિયમ શુક્રવારે બપોરે ૩ વાગ્યા સુધી બંધ રહેશે. મ્યૂઝિયમ ટિકિટ બારી બપોરે ૩ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી ખુલ્લી રહેશે. કચ્છના ધોરડો ખાતે તા ૭ થી ૯ ફેબ્રુઆરી દરમિયાન G20 પ્રેસિડેનસીમાં પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપની મીટીંગ યોજાઈ રહી છે જેનું સમાપન આંતરરાષ્ટ્રીય કક્ષાએ બનેલા સ્મૃતિવન મ્યૂઝિયમની મુલાકાતથી થશે. માનનીય વડાપ્રધાનના દૂરદ્રષ્ટિ સમા સ્મૃતિવને ઉદ્ઘાટન સમયથી જ લોકો અને પ્રવાસીઓની ખૂબ…

Read More

TWGની બેઠકમાં સમૂહ ચિંતનથી પ્રવાસન ક્ષેત્રને નવી દિશા અને ઊર્જા મળશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  

હિન્દ ન્યુઝ, ભુજ જી-20 અંતર્ગત કચ્છના ધોરડો ખાતે  આજે ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની પ્રથમ બેઠક રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. રાજ્યના આંગણે પધારેલા જી-20 દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, સાડા છ કરોડ ગુજરાતીઓ માટે આ ગર્વનો અવસર છે. વિકાસમાં પ્રવાસનની ભૂમિકાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ કહ્યું હતું કે, દેશ અને દુનિયાની જીડીપીમાં ટૂરિઝમનું મહત્ત્વનું યોગદાન છે. આપણે ગુજરાતને સમૃદ્ધ અર્થવ્યવસ્થા બનાવવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યા છીએ. ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની આ બેઠકમાં વિવિધ દેશો અને સંગઠનોના પ્રતિનિધિઓ દ્વારા પ્રવાસન ક્ષેત્રના વિવિધ પડકારો અને વિકાસ…

Read More

हाजीपुर को एक सेटेलाइट शहर के रूप में विकसित करने को लेकर बैठक – जिलाधिकारी यशपाल सिंह मीणा

हिन्द न्यूज, बिहार वैशाली समाहरणालय के सभागार में हाजीपुर शहरी क्षेत्र के लिए जीआईएस मास्टर प्लान की कार्ययोजना लेकर कंसेल्टेन्ट एजेंसी के साथ एक महत्वपूर्ण बैठक आयोजित की गई। जिसमें सभी विभागों के जिला स्तरीय पदाधिकारियों एवं कार्यपालक अभियंता उपस्थित थे। आयोजित बैठक में सर्वप्रथम नगर विकास एवं आवास विभाग द्वारा चयनित एजेंसी के कंसल्टेंट द्वारा बताया गया है कि हाजीपुर को एक सेटेलाइट शहर के रूप में विकसित करने के लिए 2041 को ध्यान में रखकर मास्टर प्लान बनाया जा रहा है। जिसके तहत हाजीपुर नगर क्षेत्र, अंचल हाजीपुर…

Read More