G20 પ્રતિનિધિઓની મુલાકાતના પગલે સ્મૃતિવન મેમોરિયલ અને મ્યૂઝિયમ જાહેર જનતા માટે ૧૦ ફેબ્રુઆરીના રોજ બપોરના ૩ વાગ્યા સુધી બંધ રહેશે

હિન્દ ન્યુઝ, ભુજ

સ્મૃતિવન શુક્રવાર ૧૦ ફેબ્રુઆરીના રોજ જ્યારે G20 પ્રેસિડેન્સીમાં પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપના વિદેશથી આવેલા મહેમાનોની યજમાની કરવા જઈ રહ્યું છે ત્યારે જાહેર જનતા માટે સ્મૃતિવન મેમોરિયલ અને મ્યૂઝિયમ શુક્રવારે બપોરે ૩ વાગ્યા સુધી બંધ રહેશે. મ્યૂઝિયમ ટિકિટ બારી બપોરે ૩ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી ખુલ્લી રહેશે. કચ્છના ધોરડો ખાતે તા ૭ થી ૯ ફેબ્રુઆરી દરમિયાન G20 પ્રેસિડેનસીમાં પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપની મીટીંગ યોજાઈ રહી છે જેનું સમાપન આંતરરાષ્ટ્રીય કક્ષાએ બનેલા સ્મૃતિવન મ્યૂઝિયમની મુલાકાતથી થશે.

માનનીય વડાપ્રધાનના દૂરદ્રષ્ટિ સમા સ્મૃતિવને ઉદ્ઘાટન સમયથી જ લોકો અને પ્રવાસીઓની ખૂબ જ પ્રશંસા મેળવેલ છે તેથી જ સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને મ્યૂઝિયમ મુલાકાતીઓની સંખ્યામાં ભારતના ઘણા જાહેર સ્થળોમાં અગ્રતા સ્થાને છે. સ્મૃતિવન સામાન્ય રીતે જાહેર જનતા માટે સોમવાર સિવાય સવારે ૫ થી રાત્રે ૧૧ સુધી અને મ્યૂઝિયમ સવારે ૧૧ થી સાંજે ૭ સુધી ખુલ્લું રહે છે.  પરંતુ G20 કાર્યક્રમને ધ્યાનમાં રાખી ફક્ત આ શુક્રવાર ૧૦ ફેબ્રુઆરીના ઉપર મુજબ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment