હિન્દ ન્યુઝ, જસદણ જસદણ તાલુકા લીગલ સેવા સમિતિના સેક્રેટરી જે.એ.સોયા એક યાદીમાં જણાવે છે કે આજરોજ તા.૧૧.૦૨.૨૦૨૩ ની રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ ૩૬૯ કેસોનો સમાધાન પૂર્વક નિકાલ કરવામાં આવેલ અને સ્પેશિયલ સીટીગમાં કુલ ૧,૪૭,૯૯૫/- નો દંડ વસૂલવામાં આવેલ તેમજ પ્રિલિગેશનમાં ૩૩ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવેલ અને રૂ ૨,૪૧,૬૨૦/- નો સમાધાન કરવામાં આવેલ, જેમાં બેંક અને પીજીવીસીએલનાં કેસો નો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ ૩૬૯ કેસોનો સુખાકારી નિકાલ કરવામાં આવેલ, આ તબક્કે જસદણ તાલુકા સેવા સમિતિના ચેરમેન પી.એન.નવીન તેમજ વી.એ. ઠક્કર તેમજ રજીસ્ટ્રાર એમ.બી. પંડ્યા તમામ વકીલઓ તેમજ…
Read MoreMonth: February 2023
જુનીયર ક્લાર્ક (વહીવટ/ હિસાબ) સવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રો અને O.M.Rના શ્રેડીંગ(નાશ કરવાની)ની કાર્યવાહી હાથ ધરાઈ
હિન્દ ન્યુઝ, ભરુચ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનીયર ક્લાર્ક (વહીવટ/ હિસાબ) સવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા યોજાનાર હતી જે અગમ્ય કારણોસર રદ કરવામાં આવી હતી. જેમાં ભરુચ જિલ્લાના કુલ-૩૬ પરીક્ષા કેંદ્રો ખાતે પરીક્ષા યોજાનાર હતી. જેમા કુલ ૧૧૪૦૦ ઉમેદવાર બેસનાર હતા.અગમ્ય કારણોસર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગરના સ્ટેટમેન્ટ તા.૨૯/૦૧/૨૦૨૩ થી આ સ્પર્ધાત્મક પરીક્ષા મંડળ દ્વારા “મોકૂફ” રાખવામાં આવેલ હતી. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની કચેરીના દ્વારા આ પરીક્ષાના પ્રશ્નપત્રો અને ઓ.એમ.આરના સીલબંધ બોક્સ જિલ્લા કક્ષાએ જ શ્રેડીંગ /નાશ કરવા જણાવેલ હતું.…
Read Moreસમસ્યાઓનું સમાધાન પ્રાપ્ત કરવા મેડિટેશન અને સંકલ્પશક્તિ મજબૂત કરો : બ્ર.કુ. પૂનમબેન
યોગમય બન્યા રાજકોટવાસીઓ હિન્દ ન્યુઝ, રાજકોટ જેમ શરીરને એનર્જી આપવા માટે ખોરાક લેવો જરૂરી છે તેમ આત્માને એનર્જી આપવા માટે આખા દિવસમાં મેડિટેશન જરૂરી છે. ત્યારે અલવિદા તનાવ કાર્યક્રમના છઠ્ઠા દિવસે બ્ર.કુ. પૂનમબહેન દ્વારા “સમસ્યાઓનું સમાધાન” વિષય ઉપર વક્તવ્ય યોજાયું હતું. તેમજ મેડિટેશનના ફાયદાઓ જણાવીને લોકોને યોગ કરાવીને યોગમય બનાવ્યા હતા. સમસ્યા અને પરિસ્થિતિ સામે વિજય પ્રાપ્ત કરવા માટે આત્મદર્શન કરવાની વાત કરતા બ્ર.કુ. પૂનમબેને જણાવ્યું હતું કે, વ્યસ્ત જીવનમાં પોતાના માટે બે કલાકમાં 1 મિનિટ કાઢીને ધ્યાન કરવું જરૂરી છે. આપણે સૌ પરમપિતા પરમાત્માના શક્તિ સ્વરૂપ, સુખ સ્વરૂપ અને…
Read Moreઆલાપ ટ્વીન ટાવર અને આપદા મિત્ર એસ. આર. પી. ગૃપને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતા ફાયર સેફટીના સાધનો અંગે આલાપ ટ્વીન ટાવર નાના મોવા ,મેઇન રોડ, મોકાજી સર્કલ પાસે અને આપદા મિત્ર એસ.આર.પી.ગૃપ ૧૩ ૪૫ જવાનો ને અને બિલ્ડીંગમા રહેતા લોકોને જાગૃતી માટે તા.૧૩/૦૨/૨૦૨૩ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ આ બાબતે વધુ ને વધુ લોકો માહિતગાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ ધારકો…
Read Moreરાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ૧૬૭મી બોર્ડ બેઠક યોજાય
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તા.૧૪-૦૨-૨૦૨૩ના રોજ ૧૬૭મી બોર્ડ બેઠક ચેરમેન અમિત અરોરાની અધ્યક્ષતામાં યોજાયેલ. બોર્ડ બેઠકમાં નીચેના મુદાઓને બહાલી આપવા બાબત. · પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નિર્માણધીન ૧૯૨ MIG પ્રકારના આવાસોની (૬૦.૦૦ ચો.મી. કાર્પેટ એરીયા સાથે) નિયત લાભાર્થી ફાળા રૂા.૨૪.૦૦ લાખમાં રૂા.૬.૦૦ લાખનો ઘટાડો કરવા નિર્ણય કરેલ. · પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા જુદા-જુદા ૯(નવ) સ્થળે ૩૧(એકત્રીસ) બોરની કામગીરી પીવાના પાણી માટે કામગીરી કરવા બહાલી આપી. · રીંગરોડ-૨ ફેઝ-૩ ગોંડલ હાઇવેથી ભાવનગર હાઇવે સુધીના રસ્તાના પથરેખામા આવેલ હયાત રેલવે…
Read Moreવેસ્ટ ઝોન વોર્ડ નં.૯ અને ૧૦ના વિવિધ માર્ગો પર અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી
“વન વીક, વન રોડ” ઝુંબેશ હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર “વન વીક, વન રોડ” ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં તા. ૧૪-૦૨-૨૦૨૩ના રોજ વેસ્ટ ઝોન વોર્ડ નં.૯ અને ૧૦ના વિવિધ માર્ગો પર અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ…
Read Moreહરીપર નજીક આવેલ બટ પર ફાયરીંગ પ્રેકટીસ
હિન્દ ન્યુઝ, ભુજ ભુજ તાલુકાના હરીપર નજીક આવેલ ફિલ્ડ ફાયરીંગ રેન્જ નં.૦૧ અને ૦૨ ઉપર તા.૧૮/૨/૨૦૨૩ સુધી 75 (I) Inf Bde Gp,17 MARATHA LI ના તાબા હેઠળની આર્મ્સ ફાયરીંગ યોજવામાં આવનાર છે. જેથી આ ફાયરીંગ રેન્જમાં કોઇપણ વ્યકિતઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યકિત ઉપરોકત ફાયરીંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યકિતને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યકિતની રહેશે તેવું સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, ભુજ દ્વારા જણાવાયું છે.
Read Moreરાધે ક્રિષ્ના એપાર્ટમેન્ટ અને નંદ હાઇટસના રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતા ફાયર સેફટીના સાધનો અંગે રાધે ક્રિષ્ના એપાર્ટમેન્ટ કોઠારીયા રોડ અને નંદ હાઇટસ બિલ્ડીંગમા રહેતા લોકોને જાગૃતી માટે તા.૧૨/૦૨/૨૦૨૩ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ આ બાબતે વધુ ને વધુ લોકો માહિતગાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ ધારકો દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલનું આયોજન કરવા સ્વૈચ્છીક અરજી કરશે તેમને મોકડ્રીલમા અગ્રતા આપવામાં આવશે. ઉપરોક્ત…
Read More૧૭મીએ ગાંધીધામ તથા ૨૧મીએ નખત્રાણા ખાતે તાલુકાકક્ષાનો આયુષ મેળો યોજાશે
હિન્દ ન્યુઝ, ભુજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શનથી આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દ્વારા સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજના સહકારથી ગાંધીધામ ખાતે તાલુકા કક્ષાનો આયુષ મેળો ૧૭/૦૨ ના રોજ પ્રભુદર્શન હોલ, આદિપુર-ગાંધીધામ ખાતે સવારે ૯:૩૦ થી ૩:૦૦ દરમિયાન યોજાનાર છે. જેના અધ્યક્ષ સ્થાને પ્રમુખ જિલ્લા પંચાયત શ્રીમતી પારૂલબેન રમેશભાઈ કારા, ઉદ્ધાટક તરીકે શ્રીમતી માલતીબેન મહેશ્વરી ધારાસભ્ય ગાંધીધામ-ભચાઉ રહેશે. અતિથિ વિશેષ તરીકે શ્રીમતી ઈશિતાબેન ટીલવાણી પ્રમુખ ગાંધીધામ નગર પાલિકા રહેશે. જયારે નખત્રાણા ખાતે તાલુકા કક્ષાનો આયુષ મેળો તા : ૨૧/૦૨ના રોજ સાંઇ જલારામ મંદિર, આનંદ…
Read Moreસરકારી વિજ્ઞાન કોલેજ વેરાવળ ખાતે યોજાયો ભવ્ય ક્રિએટો-૨૦૨૩ (CREATO-2023) ફેસ્ટ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળ ખાતે પ્રિન્સિપાલ ડો. સ્મિતાબેન છગના માર્ગદર્શન હેઠળ સર્વે સ્ટાફ તથા વિદ્યાર્થીઓ દ્વારા ક્રિએટો-૨૦૨૩ (CREATO-2023) ફેસ્ટ યોજાયો. આ ત્રિ-દિવસીય કાર્યક્રમમાં ટેક ફેસ્ટ અંતર્ગત વૈજ્ઞાનિક મોડેલ, પોસ્ટર તથા પેપર પ્રેઝન્ટેશનની સ્પર્ધા, રમતગમત ધારા અંતર્ગત ક્રિકેટ, કબડ્ડી, વૉલીબોલ, ખો-ખો જેવી રમત, જ્ઞાનધારા અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા, નિબંધસ્પર્ધા, સર્જનાત્મક-ધારા અંતર્ગત રંગોળી, વેસ્ટમાંથી બેસ્ટ, કૉલાઝ મેકિંગ, વિડીયો મેકિંગ સ્પર્ધા, કલા-કૌશલ્યધારા અંતર્ગત મહેંદી, કોલેજ સુશોભન જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. આ પ્રદર્શનીમાં ટેકફેસ્ટ અંતર્ગતની વિવિધ કૃતિઓ, વેસ્ટમાંથી બેસ્ટની અનેક આકર્ષક કૃતિઓ, ૧૯ જેટલી મનમોહક રંગોળીઓ ઉપરાંત શણગારેલ સાયકલ સાથેનો…
Read More