નર્મદા જિલ્લા સાયબર સેલ અને વડોદરા રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે રાજપીપલાના સરદાર ટાઉન હોલ ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ સેમીનાર યોજાયો

હિન્દ ન્યુઝ, નર્મદા       નર્મદા જિલ્લા સાયબર સેલ અને વડોદરા રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે રાજપીપલાના સરદાર ટાઉન હોલ ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ સેમીનાર યોજાયો વડોદરા રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.એમ. પંચાલે વર્તમાન સમયમાં થઇ રહેલા ડીજીટલ ફ્રોડ અંગે આપેલી વિસ્તૃત જાણકારી સેમીનારમાં ઉપસ્થિત શાળાના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને ડીજીટલ યુગના ફાયદા અને ગેરફાયદા અંગે સમજ પુરી પડાઇ નર્મદા જિલ્લા સાયબર સેલ અને વડોદરા રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે આજરોજ રાજપીપલા સ્થિત સરદાર ટાઉન હોલ ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ સેમીનાર યોજાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને…

Read More

અમદાવાદના જેતલપુર ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાનનું ઉદ્ઘાટન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત બેટી બચાવો બેટી ભણાવો યોજના અંતર્ગત તાલુકા કક્ષાએ આજે જેતલપુર એપીએમસી માર્કેટ ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળાનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા વહીવટીતંત્ર અમદાવાદ દ્વારા આયોજિત આ મેળામાં અધ્યક્ષ સ્થાને હાજર રહેલા ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલે હાજરી આપી દીકરીઓ કુશળ અને સશક્ત બને તે માટે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલી દીકરીઓને પ્રોત્સાહન આપ્યું. ધારાસભ્ય દ્વારા દીકરીઓના જન્મને વધાવવા તેમજ શિક્ષિત કરવા જે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, તે અન્વયે તેમણે સિગ્નેચર કેમ્પેનનો પણ પ્રારંભ કરાવ્યો. આ કેમ્પેનમાં પ્રતિજ્ઞા લેવડાવવામાં…

Read More

ઇલોલ આરોગ્ય કેંદ્રમાં ટી.બી.ના દર્દીઓને પોષણ યુક્ત આહાર કિટ વિતરણ કાર્યક્ર્મ યોજાયો

હિન્દ ન્યુઝ,સાબરકાંઠા          સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ઇલોલ પ્રાથમિક આરોગ્ય કેંદ્રમાં તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ. રાજેશ પટેલની અધ્યક્ષતામાં ટી.બી.ના દર્દીઓને પોષણ યુક્ત આહાર કિટ વિતરણ કાર્યક્ર્મ યોજાયો હતો. આ કાર્યક્ર્મમાં જિલ્લા અને તાલુકાને ટી.બી. મુક્ત બનાવવા અને ટી.બી.ના દર્દીઓ ઝડપથી ટી.બી. મુક્ત બને તે માટે તેમણે પોષણ યુક્ત આહાર અંગે સમજણ આપી હતી. આ કાર્યક્ર્મમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કામગીરી વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમજ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર વાઇઝ SBCC ટીમની રચના કરાવા તેમજ RBSK પ્રોગ્રામ, PMJAY યોજના, TB પ્રોગ્રામ, લેપ્રસી પ્રોગ્રામ, મમતા સેશન દરમિયાન સગર્ભા…

Read More

મહેસાણા ખાતે નવનિર્મિત રૂ 23.05 કરોડના ખર્ચે તૈયાર ભવનમાં સ્પીપા એલોટેડ સ્પર્ધાત્મક પરીક્ષા યુ.પી.એસ.સી પ્રથમ બેચનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, મહેસાણા 1962માં ભારતના લોખંડી પૂરૂષ સરદાર વલ્લભભાઇ પટેલના નામ ઉપરથી સ્થાપવામાં આવેલી સંસ્થાનું હેડ ક્વાટર્સ અમદાવાદ સ્પીપા છે. આ સંસ્થાના કુલ 06 પ્રાદશિક તાલીમ કેન્દ્રો આવેલા છે. તે પૈકીના ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાના અધિકારી-કર્મચારીઓને તાલીમ આપવા માટે મહેસાણા ખાતે 1974માં પ્રાદેશિક તાલીમ કેન્દ્ર બહુમાળી ભવન મહેસાણા ખાતે શરૂ કરવામાં આવ્યું હતું. જેને રૂ 23.05 કરોડના ખર્ચે અધતન બનાવવામાં આવ્યું છે. આર.ટી.ઓ કચેરી પાછળ પાલાવાસણા મહેસાણા હાઇવે ખાતે કાર્યરત સેન્ટરનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે તારીખ 09 ઓક્ટોબર,2022ના રોજ ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું 500 વિધાર્થીઓ એક સાથે તાલીમ મેળવી શકે…

Read More

“સ્પાઈન કોડ ડેમેજ” થી ચેતનાહિન થયેલા પાર્થનું આંગળીનું ટેરવું બન્યું કલમ

હિન્દ ન્યુઝ, અમદાવાદ આજે વાત માંડવી છે, જીવનના હકારની. જીવન જીવવાનો હકારાત્મક અભિગમ “પોઝિટિવ એટીટ્યુડ” ગમે તેવી કપરી પરિસ્થિતિમાં તમને જીવતા શિખવી શકે છે. જીવન જેવું છે તેવું સ્વીકારી લેવાની સહજતા જો કેળવાય તો જીવન ક્યારેય કષ્ટદાયી લાગતું નથી. જીવનની કડવી વાસ્તવિકતાનો ઘૂંટડો ગળે ઉતારી જીવન જીવવાની સાચી કળા આત્મસાત કરનાર ૩૦ વર્ષીય યુવા લેખક પાર્થ ટોરોનીલની જીવન કથની આજના યુવાનો અને જીવનથી હતાશ થઈ ગયેલા દરેક જણ માટે પ્રેરણાના ધોધ સમાન છે. પણ એની જિંદગીની કડવી વાસ્તવિકતા આંખના ખૂણા ભીંજવી દે એવી ભયાનક છે. એક દુર્ઘટનામાં પોતાની ભરયુવાની અપંગતામાં…

Read More

આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે બોટાદ નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો તેમજ બોટાદ શહેરી વિસ્તારોમાં સફાઈની કામગીરી પુરજોશમાં હાથ ધરાઇ

હિન્દ ન્યુઝ, બોટાદ       આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવા જઇ રહી છે જે અન્વયે બોટાદ શહેરમાં પાળીયાદ રોડ,ભાવનગર રોડ, ગઢડા રોડ, સ્ટેશન રોડ,ખસ રોડ, તુરખા રોડ, સાળંગપુર રોડ, શાકમાર્કેટ તેમજ બોટાદ શહેરી વિસ્તારના વોર્ડ નં.૧ થી ૧૧ માં સફાઈની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. બોટાદ શહેરમાં પસાર થતી ઉતાવળી નદી તથા મધુમતીની સફાઈની કામગીરી જે.સી.બી.મશીન દ્વારા કરવામાં આવી રહી છે. તેમજ નદી વિસ્તારમાં નીકળતા ગટરના મોઢીયા તથા પુલના નાળાની સફાઈ કરી, ઘનકચરા તથા માટીનો નિકાલ કરવામાં આવેલ છે. જે અંતર્ગત આશરે ૨૦ ટન જેટલો…

Read More