સિહોર ટાણા રોડ પર આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાનાં શિહોર ગામની સર્વે નં.૨૮૨ની સિહોર – ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ ફાયરિંગ બટ માટે થાય છે. આ ફાયરિંગ બટ ખાતે આગામી તા.૧૦-૦૧-૨૦૨૩ થી તા.૧૨-૦૧-૨૦૨૩ નાં સમયગાળા દરમ્યાન ભાવગર સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલાઓ માટે ફાયરીંગ પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવેલ છે. જેથી જાનમાલની સલામતી ખાતર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપરોક્ત દિવસે ઉપરોક્ત વિસ્તારની આજુબાજુનાં ૧૦૦ મીટર સુધીનાં વિસ્તારમાં કોઈપણ શખ્સે પ્રવેશ કરવા તથા ઢોર ચરાવવા બાબતે પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનારને અધિનિયમની કલમ- ૧૩૧ મુજબ…

Read More

ભૃણ હત્યા અટકાવવા ડાયગ્નોસ્ટીક ક્લિનિકોમાં સી.સી.ટી.વી. કેમેરા તેમજ તેનો ડેટા સાચવવા અંગે જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર સમાજમાં દીકરીઓની ઘટતી જતી સંખ્યાની બાબતને ધ્યાને લઇ ભાવનગર જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ ક્લિનિક ખાતે સી.સી.ટી.વી. કેમેરા મુકવા અંગે જિલ્લા એડવાઇઝરી કમિટીની મિટિંગમાં થયેલ સૂચના અન્વયે ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પ્રી-કન્સેપ્સન એન્ડ પ્રી-નેટલ ડાઈનોસ્ટીક ટેકનીક અંતર્ગત રજીસ્ટર થયેલા તમામ ક્લિનિક માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ ક્લિનિક ઉપર સી.સી.ટી.વી કેમેરા લગાવવા અને તેના ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવા જાહેરનામું બહાર પાડવા જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરિટી (પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા દરખાસ્ત થતા અધિક…

Read More

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત પરિક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહિવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ ની ભરતી માટેની પ્રિલિમીનરી પરીક્ષા સવારનાં ૧૦:૦૦ થી ૧:૦૦ અને બપોરનાં ૩:૦૦ થી ૬:૦૦ કલાક દરમ્યાન પરીક્ષાઓ ભાવનગર શહેરમાં આગામી તા.૦૮/૦૧/૨૦૨૩ નાં રોજ યોજાનાર છે. ઉપરોક્ત પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાનાં દિવસો દરમિયાન જે-તે…

Read More

ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભાવનગર (મહિલા) ખાતે ભાવનગર જિલ્લના પ્રતિષ્ઠિત એકમો માટે ભાવનગર જીલ્લા નોડલ સંસ્થાનો એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સરકારની મહત્વની યોજના મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ભાવનગર જીલ્લામાં સમાવિષ્ટ વિવિધ ખાનગી અને સેવાકીય એકમોમાં એપ્રેન્ટીશીપ તાલીમ યોજના અંતર્ગત ખાલી જગ્યાઓ પર ધોરણ ૮ પાસથી ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ કે ફ્રેશર ઉમેદવાર તરીકે જે કોઈ ઉમેદવારો જોડાવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે ભાવનગર જીલ્લાની આઈ.ટી.આઈ (મહિલા) ભાવનગર ખાતે તા.૦૯/૦૧/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાક થી એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જે ઉમેદવારો આ યોજના મારફત એપ્રેન્ટીસ તરીકે જોડાવા માંગતા હોય તેઓએ પોતાનું રજીસ્ટ્રેશન એપ્રેન્ટીસ પોર્ટલ લીંક https://www.apprenticeshipindia.gov.in/candidate- registration પર કરવાનું રેહશે અને ભરતી મેળાના દિવસે, શૈક્ષણિક…

Read More

એન.એસ.એસ. ખાસ શિબિરનો ઉદ્ઘાટન તા. 7 જાન્યુઆરી 2023 ના શનિવાર રોજ યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદના એન. એસ. એસ. વિભાગના બંને યુનિટના કુલ 110 સ્વયંસેવકોનો થરાદ તાલુકાના લુણાલ ગામના નકળંગ ધામના મંદિરે ખાસ વાર્ષિક શિબિરનો ઉદ્ઘાટન સમારંભ આજરોજ શનિવારે યોજાયો. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે થરાદ તાલુકાના નાયબ પોલીસ અધિક્ષક એસ.એમ. વારોતરીયા તથા મુખ્ય મહેમાન તરીકે થરાદ પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ, થરાદ તાલુકાના દોલતપુરાના પશુચિકિત્સક હીરાભાઈ, લુણાલ ગામના સરપંચ હિરજીભાઈ, ડેરી મંત્રી હેમજીભાઈ અને લુણાલ પ્રા. શાળાના આચાર્ય વિષ્ણુભાઈની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત એન.એસ.એસ. વિભાગની બહેનોએ પ્રાર્થનાથી કરી. ત્યારબાદ અતિથિઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. બહેનોએ સ્વાગત…

Read More

બનાસકાંઠા જિલ્લામાં ગે.કા. દારૂની હેરાફેરી (સપ્લાય) કરતા પકડાયેલ રાજસ્થાનના કુખ્યાત બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરતી થરાદ પોલીસ

હિન્દ ન્યુઝ, થરાદ   જે.આર.મોથલીયા, પોલીસ મહાનિરીક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ તથા અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય, એસ.એમ.વારોતરીયા, વિભાગીય પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદનાઓ તથા આર.એસ.દેસાઈ, પોલીસ ઈન્સ્પેકટર થરાદ પો.સ્ટે. નાઓના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટાફના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન આર.એસ.દેસાઈ, પો.ઈન્સ. થરાદ પો.સ્ટે.નાઓને મળેલ બાતમી હકીકત આધારે પો.સ્ટાફના માણસોને સૂચના આપેલ કે, આજથી સાડા આઠેક માસ અગાઉ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાંથી ટ્રકમાં ગે.કા.દારૂની હેરાફેરી કરતા પકડાયેલ આરોપી સામે જરૂરી વિગતો મેળવી એલ.સી.બી. પાલનપુરનાઓ પાસા દરખાસ્તો તૈયાર કરેલ જેની…

Read More

ગઢડામાં તા.૬ થી ૧૩ જાન્યુઆરી દરમિયાન સમાજ સુરક્ષા વિભાગ દ્વારા વિવિધ યોજના માટે કેટલાક ગામોમાં કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની મામલતદાર કચેરીમાં સમાજ સુરક્ષા શાખામાં ચાલતી સરકારની વિવિધ યોજનાઓ જેવી કે નિરાધાર વૃધ્ધ અને નિરાધાર અપંગોને સહાય યોજના, ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના (વયવંદના), રાષ્ટ્રીય કુટુંબ સહાય (સંકટ મોચન) યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ( વિધવા સહાય) તથા ખેતીની જમીનમાં વારસાઈ નોંધ માટે ઉક્ત યોજના માટે પાત્રતા ધરાવતા અરજદારોની ઓળખ કરી તેઓ પાસેથી જરૂરી આધાર-પુરાવા મેળવી સહાય અરજી મંજૂર કરવા માટે તા.૦૬/૦૧/૨૦૨૩ ના રોજ સાંજના ૦૫:૦૦ થી ૭:૩૦ કલાક દરમિયાન ગઢડાના ગોરડકા ગ્રામ પંચાયત ખાતે કેમ્પ યોજાશે. તેવી જ રીતે તા.૦૭/૦૧/૨૦૨૩…

Read More

બોટાદ જિલ્લામાં ચાઇનીઝ તુક્કલ, માંઝા/પ્લાસ્ટીકની દોરીના ઉત્પાદન અને વેચાણ કે ઉપયોગ કરવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સમગ્ર બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ જાહેર સુરક્ષા અને સલામતી માટે બોટાદ જિલ્લામાં ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેટર્નના ઉત્પાદન, વેચાણ અને ઉડાડવા તથા ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટીકની દોરીના ઉત્પાદન અને વેચાણ પર તથા પતંગ ઉડાડવા તેનો ઉપયોગ કરવા તથા સીન્થેટીક માંઝા, સીન્થેટીક કોટીંગ કરેલ હોઇ અને નોન-બાયોડીગ્રેબલ હોઇ તેવી દોરી/ચાઇનીઝ માંઝાના ઉત્પાદન વેચાણ કે ઉપયોગ કરવા ઉપર હંગામી પ્રતિબંધ મુકતું ઉક્ત જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Read More

બોટાદની દીકરીએ રાષ્ટ્રીય સ્તરે મેળવી નામના

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાની આર.જે.એચ. હાઈસ્કૂલ, ઢસા જંક્શનની ધો-૧૦ ની વિદ્યાર્થિની દૃષ્ટી વિજયભાઈ કારિયાણીએ વીર ગાથા ૨.૦ પ્રોજેક્ટ અંતર્ગત નેશનલ કક્ષાએ વિજેતા બનીને બોટાદ જિલ્લાની યશકલગીમાં સુવર્ણપીંછ ઉમેર્યું છે. ધો.૧૦ માં રાષ્ટ્ર કક્ષાએ એક ગુજરાતની અને એક યુ.પી.ની માત્ર ૦૨ વિદ્યાર્થિની જ વિજેતા બની હોવાથી દિલ્હી ખાતે યોજાનારા તા.૨૬ મી જાન્યુઆરીની ઉજવણીમાં ઉપસ્થિત રહેવા માટે દૃષ્ટીને આમંત્રણ આપવામાં આવ્યું છે. ધો-૧૦ ની વિદ્યાર્થિની દૃષ્ટીએ કારગિલના હીરો કેપ્ટન વિક્રમ બત્રા વિશે અંગ્રેજીમાં ૭૫૦ શબ્દોમાં નિબંધ લખ્યો હતો જેના ભાગરૂપે દૃષ્ટીને દિલ્હી ખાતે ministry of defence દ્વારા તેમને સન્માન અને રૂ.…

Read More

આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે બોટાદ નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો તેમજ બોટાદ શહેરી વિસ્તારોમાં સફાઈની કામગીરી પુરજોશમાં હાથ ધરાઇ

હિન્દ ન્યુઝ, બોટાદ આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવા જઇ રહી છે જે અન્વયે બોટાદ શહેરમાં પાળીયાદ રોડ,ભાવનગર રોડ, ગઢડા રોડ, સ્ટેશન રોડ,ખસ રોડ, તુરખા રોડ, સાળંગપુર રોડ, શાકમાર્કેટ તેમજ બોટાદ શહેરી વિસ્તારના વોર્ડ નં.૧ થી ૧૧ માં સફાઈની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. બોટાદ શહેરમાં પસાર થતી ઉતાવળી નદી તથા મધુમતીની સફાઈની કામગીરી જે.સી.બી.મશીન દ્વારા કરવામાં આવી રહી છે. તેમજ નદી વિસ્તારમાં નીકળતા ગટરના મોઢીયા તથા પુલના નાળાની સફાઈ કરી, ઘનકચરા તથા માટીનો નિકાલ કરવામાં આવેલ છે. જે અંતર્ગત આશરે ૨૦ ટન જેટલો કચરાનો નિકાલ…

Read More