હિન્દ ન્યુઝ, ભાવનગર રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ ૨૦૨૩ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં તા.૧૧ જાન્યુઆરીથી તા.૧૭ જાન્યુઆરી દરમિયાન આર.ટી.ઓ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે રોડ સેફ્ટી સપ્તાહ અંતર્ગત વિવિધ જન- જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે જેનું આજ રોજ જિલ્લા કલેકટર સુજલ મયાત્રા અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ગોધરા ખાતેથી ઉદ્દઘાટન કરાયું હતું.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય થકી કરાઈ હતી. આ પ્રસંગે પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે જિલ્લામાં ઓછામાં ઓછા માર્ગ અકસ્માત થાય તેના માટે સક્રિય પ્રયાસો આપણે સૌકોઈએ સાથે મળીને કરવાના છે. લોકોને ટ્રાફિકની…
Read MoreMonth: January 2023
સ્વામી વિવેકાનંદની જન્મજયંતીની ઉજવણી અંતર્ગત ભાવનગર ખાતે રાષ્ટ્રીય યુવા દિવસ કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે ગુજરાત રાજ્ય યુવક મંડળ તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, ભાવનગર સંચાલિત શ્રી સ્વામી વિવેકાનંદની જન્મજયંતીની ઉજવણી અંતર્ગત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિદસર રોડ, ભાવનગર ખાતે આયોજન કરવામાં આવનાર છે. ૧૨મી જાન્યુઆરી-૨૩ રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે હુબલી-ધારવાડ, કર્ણાટક ખાતે ૨૬માં રાષ્ટ્રીય યુયાવ ઉત્સવનું ઉદ્ધાટન માન.પ્રધાનમંત્રીના હસ્તે થનાર છે તથા ઉદ્ધાટન સમારોહનું સાંજે ૦૪:૦૦ થી ૦૫:૧૫ સુધી જીવંત પ્રસારણ થનાર છે. આ કાર્યક્રમમાં ભાવનગરના યુવા મિત્રોને જોડાવા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા અપીલ કરાઇ છે. બ્યુરો…
Read Moreશ્રી અરવિંદ ઘોષની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત ભાવનગર ખાતે જિલ્લાકક્ષા વકતૃત્વ, નિબંધ અને ચિત્ર સ્પર્ધાઓ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, ભાવનગર સંચાલિત શ્રી અરવિંદ ઘોષની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત વકતૃત્વ, નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે. આ સ્પર્ધા તા.૧૩/૦૧/૨૦૨૩ના રોજ સવારે ૦૮:૩૦ કલાકે શ્રી ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ મીની હૉલ, સરદારનગર, ભાવનગર ખાતે યોજાનાર છે. જે સ્પર્ધકોએ પોતાની એન્ટ્રી જિલ્લા રમત ગમત કચેરીએ જમા કરાવેલ હોય તે સ્પર્ધકોએ સમયસર હાજર રહીને પોતાનું રિપોટિંગ કરાવાનું રહેશે. વકતૃત્વ સ્પર્ધાના વિષયો કચેરીના બ્લોગ એડ્રેસ dsosportsbvr.blogspot.com પરથી તા.૧૨-૦૧-૨૦૨૩ના રોજ મેળવી લેવાના રહેશે.…
Read Moreસરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ,થરાદના એન એસ એસ વિભાગ દ્વારા લુણાલ મુકામે બૌદ્ધિક સેશન તેમજ વ્યસન મુકિત કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, થરાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, થરાદના એનએસએસ વિભાગ દ્વારા લુણાલ મુકામે ચાલી રહેલી સાત દિવસીય ખાસ શિબિરના પાંચમા દિવસે બપોરે ૩ થી ૫ માં બૌદ્ધિક સેશન તેમજ રાત્રે ૮ થી ૧૦.૦૦ દરમ્યાન વ્યસન મુકિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બૌદ્ધિક સેશનની શરૂઆત કોલેજના આચાર્ય ભાવિક ચાવડા દ્વારા બૌદ્ધિક સેશનના મુખ્ય વક્તા અને અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક જે.સી.ઠાકોર તેમજ સરકારી વિજ્ઞાન કોલેજના પ્રાધ્યાપક નિહાર નીમ્બાર્કના શાબ્દિક સ્વાગતથી કરવામાં આવી. બૌદ્ધિક સેશનના પ્રથમ ભાગમાં જે.સી.ઠાકોર દ્વારા સમૂહ જીવન અને વર્તમાન પેઢી વિષય પર ઉમદા વ્યાખ્યાન રજૂ…
Read Moreથરાદ ખાતે ભારતમાલા પરિ યોજના અંતર્ગત માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી બહોળી સંખ્યામાં ભારતમાલા પ્રોજેક્ટમાં કામગીરી કરતાં કર્મચારીઓ જોડાયા
હિન્દ ન્યુઝ, થરાદ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં માર્ગ સલામતી સપ્તાહ એટલે લોકોને વાહન ચલાવતી વખતે રાખવાની સુરક્ષા બાબતે જાગૃતિ ફેલવવા માટેનો સપ્તાહ. ૧૧ થી ૧૭ જાન્યુઆરી દરમિયાન આ સપ્તાહ અંતર્ગત લોકોમાં રોડ પર રાખવાની સાવચેતી અને નિયમો અંગે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવાનો સૌથી મહત્વનો હેતુ માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુનો આંકડો ઘટાડવાનો છે. અકસ્માત એ માનવસર્જિત આપદા છે, જેને યોગ્ય સાવચેતી રાખવામાં આવે તો જરૂરથી નિવારી શકાય છે. અકસ્માતમાં કોઈ વ્યક્તિ એકલો મૃત્યુ નથી પામતો, તેની સાથે જોડાયેલા અનેક સંબંધો પણ ભાંગી…
Read More૨૬મી જાન્યુઆરીની ઉજવણીની પૂર્વતૈયારીની કલેકટરએ સમીક્ષા કરી
હિન્દ ન્યુઝ, ભુજ આ વર્ષે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભુજ સ્મૃતિવન ખાતે થનારી છે. ત્યારે આ ઉજવણીની પૂર્વ તૈયારી સંબંધિત બેઠક આજરોજ ભુજ કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. કલેકટર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે કાર્યક્રમની રૂપરેખા તથા વ્યવસ્થાપન મુદે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કલેકટરએ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ધરતીકંપના દિવગંતોના પરીવારજનો દ્વારા અપાનારી શ્રધ્ધાંજલી તેમજ વૃક્ષારોપણ , ટેબ્લો ર્નિદેશન, પાર્કિંગ વ્યવસ્થા, ટ્રાફીક નિયમન સહિતના તમામ આનુસંગિક મુદા પણ ચર્ચા કરીને સંબંધિત વિભાગોને જરૂરી સુચના આપી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા,…
Read Moreભાવનગર ખાતે 33 માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ
હિન્દ ન્યુઝ, ભાવનગર માર્ગ અકસ્માત એક વૈશ્વિક સમસ્યા છે. તેને નિવારવા અંગે સરકારશ્રી દ્વારા અનેક પ્રયાસો હાથ ધરી દરેક વાહનચાલકોને અકસ્માત નિવારવા માટેના અવેરનેસ કાર્યક્રમો થકી માહિતગાર કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા માર્ગ અકસ્માતની સંખ્યામાં ઘટાડો કરવાનાં ઉદ્દેશ્યથી રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જિલ્લા ટ્રાફિક પોલીસ, ભાવનગર તેમજ આર.ટી.ઓ., ભાવનગરનાં સંયુક્ત ઉપક્રમે ૩૩ માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહનાં ઉદઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૧૧ થી ૧૭ જાન્યુઆરી સુધી આ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહનો જુના સી ડીવીઝન પોલીસ સ્ટેશન કેમ્પસ ખાતેથી પ્રારંભ…
Read Moreધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને બી.આર.સી ભવન ઘોઘંબા ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળાનું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, ગોધરા પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના બી.આર.સી ભવન તાલુકા પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં “કિશોરી કુશળ બનો સશક્ત અને સુપોષીત કિશોરી અભિયાન” મેળાની ઊજવણી કરાઈ હતી. આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસર રમીલાબેન ચૌધરી દ્વારા સ્વાગત પ્રવચન તથા મહિલા અને બાળ અધિકારી માધવીબેન ચૌહાણ દ્વારા પ્રાસંગિક ઉદ્દ્બોધન રજૂ કરાયું હતું જેમાં કિશોરીઓને પૂર્ણાયોજના અંતર્ગત આંગણવાડીમાં આપવામાં આવતી તમામ સેવાઓ અંગે વિસ્તૃત માહિતી અપાઈ હતી. દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી કિરણબેન તરાલે દ્વારા “બેટી બચાવો બેટી પઢાવો“ યોજના વિશે માહિતી આપી હતી. આ સાથે આરોગ્યની ટીમ દ્વારા આરોગ્ય અને પોષણ અંતર્ગત…
Read Moreબોટાદને ચિત્રનગરી બનાવવાની કામગીરી પૂરજોશમાં
હિન્દ ન્યુઝ, બોટાદ આગામી 26મી જાન્યુઆરી,પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીને અનુલક્ષીને બોટાદ જિલ્લા કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન મુજબ તડામાર તૈયારીઓનો આરંભ થઈ ચુક્યો છે. ત્યારે બોટાદને ચિત્રનગરી બનાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. બોટાદની સરકારી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એસ.ટી.બસ સ્ટેશનની દીવાલ પર ચિત્રો દોરવામાં આવ્યાં હતાં. સરકારી હાઈસ્કૂલના આચાર્ય ઈશ્વરભાઈ ઝાપડીયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા ‘આઝાદી અમર રહો’નો સંદેશ આપતા સુંદર ચિત્રો વડે બસ સ્ટેન્ડની દીવાલો સુશોભિત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે બોટાદના મહત્વના રસ્તાઓની દીવાલો પર ચિત્રો દોરી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોતાનું અનેરૂં યોગદાન આપી રહ્યા છે. આગવી…
Read Moreઆગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે બોટાદના મુખ્યમાર્ગ સહિત અન્ય વિસ્તારોમાં સફાઇની કામગીરી પુરજોશમાં
હિન્દ ન્યુઝ, બોટાદ આગામી પ્રજાhસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવા જઇ રહી છે જે અન્વયે બોટાદ શહેરના મુખ્ય માર્ગો તેમજ બોટાદ શહેરી વિસ્તારના વોર્ડ નં.૧ થી ૧૧ માં વોર્ડ વાઇઝ તેમજ બોટાદ શહેરમાં પસાર થતી ઉતાવળી નદી તથા મધુમતીની સફાઈની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે,બોટાદ શહેરની સફાઇની કામગીરી માટે ગઢડા, બરવાળા અને ધંધુકા નગરપાલિકાની ટીમો આવી છે જે અન્વયે ગઢડા નગરપાલિકાની સફાઇની ટીમ દ્વારા ગઢડા રોડ, બરવાળા નગરપાલિકાની ટીમ દ્વારા સાળંગપુર રોડ, ધંધુકા નગરપાલિકાની ટીમ દ્વારા પાળીયાદ રોડ સફાઇની કામગીરી કરી રહ્યાં છે.…
Read More