સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ,થરાદના એન એસ એસ વિભાગ દ્વારા લુણાલ મુકામે બૌદ્ધિક સેશન તેમજ વ્યસન મુકિત કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, થરાદ 

           સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, થરાદના એનએસએસ વિભાગ દ્વારા લુણાલ મુકામે ચાલી રહેલી સાત દિવસીય ખાસ શિબિરના પાંચમા દિવસે બપોરે ૩ થી ૫ માં બૌદ્ધિક સેશન તેમજ રાત્રે ૮ થી ૧૦.૦૦ દરમ્યાન વ્યસન મુકિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બૌદ્ધિક સેશનની શરૂઆત કોલેજના આચાર્ય ભાવિક ચાવડા દ્વારા બૌદ્ધિક સેશનના મુખ્ય વક્તા અને અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક જે.સી.ઠાકોર તેમજ સરકારી વિજ્ઞાન કોલેજના પ્રાધ્યાપક નિહાર નીમ્બાર્કના શાબ્દિક સ્વાગતથી કરવામાં આવી. બૌદ્ધિક સેશનના પ્રથમ ભાગમાં જે.સી.ઠાકોર દ્વારા સમૂહ જીવન અને વર્તમાન પેઢી વિષય પર ઉમદા વ્યાખ્યાન રજૂ કરાયું.બૌદ્ધિક સેશનના બીજા ભાગમાં નિહાર નીમ્બાર્ક દ્વારા પૃથ્વીની ઉત્પત્તિ તેમજ તેના વિવિધ રહસ્યો પર એક રસપ્રદ વ્યાખ્યાન આપવામાં આવ્યું.

રાત્રે વ્યસન મુકિત કાર્યક્રમના મુખ્ય વક્તા તેમજ લાયન્સ ક્લબના ડિસ્ટ્રીકટ ઓફિસર ડૉ.રિતેશભાઈ પ્રજાપતિ, લાયન્સ ક્લબના મંત્રી કિર્તીભાઇ આચાર્ય તેમજ દશરથભાઈ સોનીનું શાબ્દિક તેમજ ભારતીય પરંપરા મુજબ સાલ ઓઢાડીને સ્વાગત કોલેજના આચાર્ય ભાવિક ચાવડા દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ ડૉ.રિતેશ પ્રજાપતિ દ્વારા ગુટખા, દારૂ, અફીણ વગેરેના વ્યસન કરવાથી આર્થિક, માનસિક, શારીરિક તેમજ સામાજિક ક્ષેત્રે કેટલું નુકસાન થાય છે તે વિશે સરળ ભાષામાં ઉપયોગી માહિતી તેમજ વ્યસનના કેવા દુષ્પરિણામો આવી શકે તે વિષય પર વીડિયો રજૂ કરવામાં આવ્યો. બૌદ્ધિક સેશન તેમજ વ્યસન મુકિત કાર્યક્રમનુ સંચાલન તેમજ આભારવિધિ પ્રોગ્રામ ઓફીસર મુકેશ રબારી તેમજ સ્વયંસેવક પ્રકાશ અને અલ્પેશ દ્વારા કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે એન.એસ.એસ. સ્વયંસેવકો તેમજ દ્રશ્ય શ્રાવ્ય વિભાગના કે.કે.કટારીયા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી. સમગ્ર કાર્યક્રમમાં ગ્રામજનોની વિશેષ ઉપસ્થિતિ રહી. રિપોર્ટર : જવનસિંહ રાજપુત, થરાદ

Related posts

Leave a Comment