હિન્દ ન્યુ, ભુજ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો મહાપર્વ આજે ઉજવાઇ રહ્યો છે ત્યારે કચ્છમાં શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલી મતદાન પ્રક્રિયામાં શારિરીક રીતે અસક્ષમ માધાપરના ૯૬ વર્ષના દેવબાઇ માધાપરીયાએ મતદાન કરીને અન્ય મતદારો માટે પ્રેરક ઉદાહરણ બન્યા હતા. વરીષ્ઠ નાગરીક દેવબાઇએ જણાવ્યું હતું કે, પ્રથમ ચૂંટણીથી હંમેશા મતદાન કરતી આવી છું. કોઇપણ કારણસર આજદિન સુધી મતદાન કરવાનું ચુકી નથી. ઉંમરના કારણે હાલ ચાલી નથી શકાતું આમછતાં પરીવારની મદદથી વ્હીલચેર પર આવીને પણ મારી ફરજ અદા કરી છે. ત્યારે સૌ યુવા મતદારો પણ પોતાનો મત આપીને સક્રીય ભાગીદારી નોંધાવે તેવી અપીલ કરૂ…
Read MoreMonth: December 2022
પ્રથમવાર મતદાન સાથે યુવાવર્ગને વોટીંગ માટે અપીલ કરતી ભુજની અન્સી પોકાર
હિન્દ ન્યુઝ, ભુજ વિધાનસભાની ચૂંટણીમાં કચ્છમાં યુવાવર્ગ ઉત્સાહભેર વોટીંગ કરી રહ્યો છે. પ્રથમવાર મતદાન કરવાની ફરજ નિભાવતા યુવાવર્ગમાં અનેરો થનગનાટ છે. ભુજમાં પ્રથમવાર મતદાન કરીને અન્સી પોકારે જિલ્લાના યુવાનોને પોતાના કિંમતી મતનો ઉપયોગ કરીને લોકશાહીને મજબુત બનાવવા અનુરોધ કર્યો હતો. તેણીએ જણાવ્યું હતું કે, મતદાન કરવું તે નાગરીકોની પ્રથમ ફરજમાં આવે છે. મારા માટે મતદાન કરવું પ્રથમ અનુભવ હતો જે ખુબ જ સુખદ રહ્યો છે. ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયેલી મતદાન પ્રક્રીયામાં સૌ કચ્છીઓ જોડાય તેવી અપીલ છે.
Read Moreકચ્છમાં મતદાન કરવાની પવિત્ર ફરજમાં સાંખ્યયોગી બહેનો તથા સંતો પણ જોડાયા
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છમાં ઉત્સાહપૂર્ણ માહોલમાં થયેલા મતદાનમાં વરિષ્ઠ નાગરીકો, દિવ્યાંગો તથા યુવાનો મતદાન પ્રક્રિયામાં સહભાગી બન્યા હતા. ત્યારે આ પવિત્ર ફરજ નિભાવવામાં સંતો પણ આગળ રહ્યા હતા. ભુજ તથા માનકુવા ખાતે સંતો તથા સાંખ્યયોગી બહેનોએ અન્યો માટે પ્રેરણારૂપ બનીને મતદાન કરી લોકશાહીને મજબુત બનાવવા પોતાનું યોગદાન આપ્યું હતું.
Read Moreકચ્છમાં દિવ્યાંગ અને વયોવૃદ્ધ નાગરિકોએ ઉત્સાહભેર મતદાન કરીને વધુમાં વધુ મતદાન કરવા માટે આપ્યો સંદેશ
હિન્દ ન્યુઝ, ભુજ ગુજરાત રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે કચ્છ જિલ્લામાં આ લોકશાહીના અવસર નિમિત્તે મતદાન કરીને નાગરિકો પોતાની ફરજ નિભાવી રહ્યા છે. કચ્છ જિલ્લામાં વયોવૃદ્ધ મતદારો, દિવ્યાંગ મતદારો પણ મતદાન કરીને અન્ય નાગરિકોને મતદાન કરવા માટે પ્રેરણા આપી રહ્યા છે. વહેલી સવારથી નાગરિકોમાં મતદાન કરવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન મથક સુધી દિવ્યાંગ નાગરિકો અને વૃદ્ધ નાગરિકો પહોંચી શકે તે માટે સુગમ વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. આમ, દિવ્યાંગ અને વયોવૃદ્ધ નાગરિકોએ લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહભેર…
Read Moreઆદર્શ મતદાન મથક ભુજ ખાતે વૃદ્ધ દંપતીએ મતદાન કરીને પોતાની ફરજ નિભાવી
હિન્દ ન્યુઝ, ભુજ વિધાનસભા ચૂંટણી 2022 માટે કચ્છ જિલ્લામાં ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે, ત્યારે વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો તેમજ યુવા વર્ગ મતદાન કરવા સક્રિય બની પોતાની ફરજ બજાવી રહ્યો છે. ભુજના આદર્શ મતદાન મથક ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે વૃદ્ધ દંપતીએ મતદાન કરીને સૌ નાગરિકોને અચૂકથી મતદાન કરવા માટે અપીલ કરી હતી. ભુજના શંકરભાઈ ખોડીદાસે જણાવ્યું હતું કે, દરેક ચૂંટણીમાં હું મારી પત્ની સાથે મતદાન કરવા જાઉં છું. આ ચૂંટણીમાં પણ મેં મારી ફરજ બજાવી છે, ત્યારે આપણી લોકશાહીને વધુ મજબૂત કરવા માટે યુવા વર્ગથી લઈને…
Read More