હિન્દ ન્યુઝ, ભુજ
વિધાનસભાની ચૂંટણીમાં કચ્છમાં યુવાવર્ગ ઉત્સાહભેર વોટીંગ કરી રહ્યો છે. પ્રથમવાર મતદાન કરવાની ફરજ નિભાવતા યુવાવર્ગમાં અનેરો થનગનાટ છે. ભુજમાં પ્રથમવાર મતદાન કરીને અન્સી પોકારે જિલ્લાના યુવાનોને પોતાના કિંમતી મતનો ઉપયોગ કરીને લોકશાહીને મજબુત બનાવવા અનુરોધ કર્યો હતો. તેણીએ જણાવ્યું હતું કે, મતદાન કરવું તે નાગરીકોની પ્રથમ ફરજમાં આવે છે. મારા માટે મતદાન કરવું પ્રથમ અનુભવ હતો જે ખુબ જ સુખદ રહ્યો છે. ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયેલી મતદાન પ્રક્રીયામાં સૌ કચ્છીઓ જોડાય તેવી અપીલ છે.